Gujarat Exclusive > રાજનીતિ > આસામ-બંગાળથી કેરળ સુધી કોંગ્રેસનો સફાયો, શું રાહુલ-પ્રિયંકા માટે ઉભો થશે પડકાર?

આસામ-બંગાળથી કેરળ સુધી કોંગ્રેસનો સફાયો, શું રાહુલ-પ્રિયંકા માટે ઉભો થશે પડકાર?

0
29

નવી દિલ્હી: દેશના પાંચ રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની હારનો સીલસીલો તોડવામાં નિષ્ફળ સાબિત થઇ છે. રાહુલ ગાંધીએ કેરળમાં તો પ્રિયંકા ગાંધીએ આસામમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. એવામાં આસામ અને કેરળમાં તમામ સંભાવનાઓ છતા પાર્ટીના પરાજયે રાહુલ-પ્રિયંકાના નેતૃત્વ અને રણનીતિ પર સવાલ ઉભા કરી દીધા છે. પાર્ટીમાં ઉભા થતા વિદ્રોહ અને વધતા અસંતોષ વચ્ચે કોંગ્રેસની હારે બળવાખોર નેતાઓને ગાંધી પરિવાર વિરૂદ્ધ મોરચો ખોલવાની તક આપી દીધી છે.

પાંચ રાજ્યોની ચૂંટણીની રણનીતિનું સંચાલન પુરી રીતે કોંગ્રેસમાં વર્તમાન નેતૃત્વ અને તેમની નજીક પાર્ટીના રણનીતિકારોના હાથમાં જ રહ્યુ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી સાંસદ હોવાને કારણે વિધાનસભા ચૂંટણીમાં તેમની સાખ દાંવ પર લાગી હતી. માટે રાહુલે સૌથી વધુ ફોકસ કેરળની ચૂંટણી પ્રચાર પર રાખ્યો હતો જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આસામમાં પ્રચારમાં લાગ્યા હતા. જોકે, પાંચ રાજ્યમાંથી રાહુલ-પ્રિયંકાએ બે રાજ્યમાં જ પોતાને કેન્દ્રિત રાખ્યા હતા. તેમ છતા ગાંધી પરિવારના બન્ને નેતા પોત પોતાના રાજ્યમાં સફળ થયા નથી. કોંગ્રેસ નેતૃત્વ સત્તા વિરોધી માહોલ છતા પણ જનમત મેળવવામાં સફળ થયુ નથી.

આસામમાં પ્રિયંકા ગાંધીનો ના ચાલ્યો જાદુ

આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાની સરકાર બચાવવામાં ફરી એક વખત સફળ રહી છે. બીજી તરફ કોંગ્રેસનું બદરૂદ્દીન અજમલની પાર્ટી સાથે ગઠબંધન કરવાનો દાવ પણ ફેલ થઇ ગયો છે. આટલુ જ નહી, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આસામમાં ચૂંટણી મેનેજમેન્ટની જવાબદારી સોપીને પ્રિયંકાએ એક નિર્ણાયક પ્રયોગ પણ કર્યો હતો પરંતુ પાર્ટીને તેનો લાભ ના મળી શક્યો અને કોંગ્રેસ પોતાના જૂના પરિણામની આસપાસ સમેટાઇ ગઇ.

કેરળની હારથી રાહુલ ગાંધી સામે પડકાર

રાહુલ ગાંધીએ ખુદને કેરળ પર કેન્દ્રિત રાખ્યુ હતું. કેરળમાં પણ માનવામાં આવતુ હતુ કે રાહુલ કોંગ્રેસની આગેવાની ધરાવતા યુડીએફના પક્ષમાં એક સકારાત્મક માહોલ બનાવી શકશે, કારણ કે તે પોતાના પ્રચારની રીતને બદલીને લોકો વચ્ચે જઇને સંવાદ કરી રહ્યા હતા. તેમ છતા રાહુલ ગાંધી ડાબેરી મોરચાના પિનરાઇ વિજયનના રાજકીય વર્ચસ્વને તોડવામાં ફેલ ગયા હતા. કેરળના રાજકીય ઇતિહાસમાં ચાર દાયકા બાદ કોઇ પાર્ટી સતત બીજી વખત સત્તામાં વાપસી કરી શકી છે. આસામ અને કેરળ ચૂંટણીના પરિણામથી એવુ પણ સ્પષ્ટ ઝળકી રહ્યુ છે કે કોંગ્રેસનું વર્તમાન નેતૃત્વ સત્તા વિરોધી માહોલ છતા પણ જનમત મેળવવામાં સફળ થઇ શક્યુ નથી.

કોંગ્રેસમાં રાજકીય ઘર્ષણ

કોંગ્રેસના નવા અધ્યક્ષ ચૂંટણી પહેલા પાંચ રાજ્યની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને કારણે ગાંધી પરિવાર પ્રત્યે સવાલ ઉભા થઇ શકે છે. બંગાળમાં કોંગ્રેસનું ખાતુ ના ખુલવુ, આસામ-કેરળમાં ખરાબ હાર અને પોડિચેરીમાં સત્તા ગુમાવ્યા બાદ પાર્ટીમાં ફરી એક વખત ઘર્ષણ થઇ શકે છે. પાર્ટીના અસંતૃષ્ટ જૂથ (જી-23)ના નેતાઓ તરફથી કોંગ્રેસના સતત ખરાબ પ્રદર્શનને લઇને સવાલ ઉઠી રહ્યા છે. એવામાં પાર્ટીનો આ વિદ્રોહી ગ્રુપ ફરી એક વખત મોરચો ખોલી શકે છે.

ગાંધી પરિવાર સામે પડકાર

કોંગ્રેસના ટોચના નેતૃત્વ માટે પાર્ટીની વર્તમાન સ્થિતિને લઇને ઉભા થઇ રહેલા સવાલોનો જવાબ આપવો આ પરિણામ બાદ આસાન નહી હોય. ખાસ કરીને એટલા માટે પણ પાર્ટીની ખરાબ સ્થિતિ અને નેતૃત્વની દુવિધાને લઇને સવાલ ઉઠાવનારા અસંતૃષ્ટ નેતાઓની પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ દરમિયાન કોઇ ભૂમિકા નહતી. એવામાં વિદ્રોહી ગ્રુપને ગાંધી પરિવારને ઘેરવાની તક મળી ગઇ છે.

આ પણ વાંચો: બંગાળમાં 1972થી શાસક પક્ષની 200 કરતા વધુ સીટ જીતવાની પરંપરા, માત્ર 2001 અપવાદ

કોંગ્રેસ સામે પોતાની આંતરિક રાજકીય પડકારમાં વધારા સાથે હવે રાજ્યમાં વધુ મજબૂત થઇે ઉભરેલા ક્ષેત્રીય દળના રાજકીય પ્રભાવને રોકવાનો પડકાર હશે. બંગાળમાં મમતા બેનરજી અને તમિલનાડુમાં એમકે સ્ટાલિના મજબૂત થવાથી સ્પષ્ટ થઇ ગયુ છે કે એક તરફ કોંગ્રેસનો રાજકીય આધાર ઘટી રહ્યો છે તો બીજી તરફ ક્ષેત્રીય પાર્ટીઓ અને તેમના નેતા રાષ્ટ્રીય સ્તરે પણ વિપક્ષી રાજનીતિમાં તેમની જગ્યા માટે મોટો ખતરો બનતા નજરે પડી રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat