ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ચોકાવનારા પરિણામ સામે આવ્યા છે. ગુજરાતમાંથી ભાજપનો ઐતિહાસિક 156 બેઠક પર વિજય થયો છે જ્યારે કોંગ્રેસનો સફાયો થતા થતા રહી ગયો છે. કોંગ્રેસને 182 બેઠકમાંથી માત્ર 17 બેઠક જ મળી છે. રાજ્યના 33 જિલ્લામાંથી 22 જિલ્લામાં કોંગ્રેસને 0 બેઠક મળી છે. રાજ્યના 77 ટકા ભાગમાં આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસની હાલત ખરાબ થઇ ગઇ હતી.
Advertisement
Advertisement
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 બેઠક મળી
સૌરાષ્ટ્ર-કચ્છમાં 54 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસને માત્ર 3 બેઠક જ મળી હતી. 2017માં કોંગ્રેસ 31 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. જોકે, 2022માં ભાજપને 54માંથી 47 બેઠક મળી છે. કોંગ્રેસના 11 જિલ્લામાંથી 17 ઉમેદવાર જીત્યા છે. પોરબંદરમાં અર્જૂન મોઢવાડિયા, સોમનાથમાં વિમલ ચુડાસમા અને માણાવદરમાં કોંગ્રેસના અરવિદ લાડાણીનો જ વિજય થયો હતો.
કોંગ્રેસના ક્યા 17 ઉમેદવાર જીત્યા
કોંગ્રેસના જીતેલા ઉમેદવારનું નામ | બેઠકનું નામ | કેટલા મતે જીત્યા |
જિગ્નેશ મેવાણી | વડગામ (SC) | 4928 |
ગેનીબેન ઠાકોર | વાવ | 15601 |
કાંતિભાઇ ખરાડી | દાંતા (ST) | 6327 |
અમૃતભાઇ ઠાકોર | કાંકરેજ | 5295 |
ડૉ. સી.જે ચાવડા | વીજાપુર | 7053 |
ડૉ. કિરીટ પટેલ | પાટણ | 17177 |
તુષાર ચૌધરી | ખેડબ્રહ્મા | 1664 |
ઇમરાન ખેડાવાલા | જમાલપુર-ખાડિયા | 13658 |
શૈલેષ પરમાર | દાંણીલિમડા | 13487 |
અર્જૂન મોઢવાડિયા | પોરબંદર | 8181 |
અરવિંદ લાડાણી | માણાવદર | 3453 |
અમિત ચાવડા | આંકલાવ | 2729 |
વિમલ ચુડાસમા | સોમનાથ | 922 |
અનંત પટેલ | વાસદા | 35033 |
ચિરાગ પટેલ | ખંભાત | 3711 |
ગુલાબસિંહ ચૌહાણ | લુણાવાડા | 26620 |
દિનેશ ઠાકોર | ચાણસ્મા | 1404 |
કોંગ્રેસના દિગ્ગજ હાર્યા
કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત કગથરા, જાવિદ પીરઝાદા, અંબરીશ ડેર, પ્રતાપ દૂધાત, લલિત વસોયા, ગ્યાસુદ્દીન શેખ સહિતના કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર હાર્યા હતા.
Advertisement