Gujarat Exclusive > રાજનીતિ > યુપી ચૂંટણીમાં 40% મહિલાઓને ટિકિટ આપશે કોંગ્રેસ, પ્રિયંકા ગાંધીની જાહેરાત

યુપી ચૂંટણીમાં 40% મહિલાઓને ટિકિટ આપશે કોંગ્રેસ, પ્રિયંકા ગાંધીની જાહેરાત

0
55

લખનઉં: યુપી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોટી જાહેરાત કરી છે. લખનઉંમાં પત્રકાર પરિષદ કરી પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 40 ટકા મહિલા ઉમેદવારને ઉતારશે.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે તેની માટે અમે અરજી માંગી છે. આવતા મહિને 15 તારીખ સુધી અરજી ખુલ્લી રહેશે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે મારૂ ચાલે તો હું 50 ટકા ટિકિટ આપી દેત. યુપીમાં આરક્ષણ વધશે તો દેશ પણ વધશે, તેમણે કહ્યુ કે કોંગ્રેસનો નારો છે, યુવતી છું, લડી શકુ છું.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે 40 ટકા ટિકિટનો નિર્ણય ઉન્નાવની તે યુવતી માટે નિર્ણય છે જેને સળગાવીને મારી નાખવામાં આવી. આ નિર્ણય હાથરસની તે યુવતી માટે છે જેને ન્યાય ના મળ્યો. લખીમપુરમાં એક યુવતી મળી તેને કહ્યુ, વડાપ્રધાન બનવા માંગુ છુ તેની માટે આ નિર્ણય. આ નિર્ણય સોનભદ્રમાં તે મહિલા માટે છે જેનું નામ કિસ્મત છે, જેને પોતાના લોકો માટે અવાજ ઉઠાવ્યો. તે યુપીની દરેક મહિલા માટે છે જે યુપીને આગળ વધારવા માંગે છે.

આ પણ વાંચો: UP સહિતના પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્વે RSSની મીટિંગ, ભાજપના વરિષ્ઠ નેતાઓ રહેશે હાજર

કેન્દ્ર અને યોગી સરકાર પર પ્રહાર કર્યા

સરકારને ઘેરતા પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે આજે સત્તાના નામ પર આ છે કે તમે ખુલ્લેઆમ પબ્લિકને કચડી શકો છો. આજે નફરતની બોલબાલા છે. મહિલાઓ તેને બદલી શકે છે. રાજનીતિમાં તમે મારી સાથે ખભાથી ખભો મીલાવો. હું મીડિયાની યુવતીઓને જોવુ છુ, જ્યારે સીતાપુરમાં મને મહિલા પોલીસ કર્મીઓને ઘેરી લીધા અને મને સીતાપુરના PACમાં લઇ જવામાં આવી તો આ નિર્ણય તેમના માટે છે. દેશને ધર્મની રાજનીતિથી કાઢવી છે અને આગળ લઇ જવી છે. મહિલાઓએ ખુદ આ કામ કરવુ પડશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat