Gujarat Exclusive > રાજનીતિ > કોરોના માટે રાષ્ટ્રીય રણનીતિ બનાવે કેન્દ્ર સરકાર, કોંગ્રેસ સાથ આપશે: સોનિયા ગાંધી

કોરોના માટે રાષ્ટ્રીય રણનીતિ બનાવે કેન્દ્ર સરકાર, કોંગ્રેસ સાથ આપશે: સોનિયા ગાંધી

0
30

નવી દિલ્હી: દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોના મહામારીનો સામનો કરવાને લઈને એક રાષ્ટ્રીય નીતિ પર રાજનીતિક સર્વસંમતિ બનાવવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે. Fight Against Corona

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક વીડિયો સંદેશમાં કેન્દ્ર સરકારને કોરોના સામે લડવા માટે કેટલાક સૂચનો કર્યો છે. આ સાથે જ તમામ રાજકીય પાર્ટીઓની સહમતિથી રણનીતિ બનાવવાની માંગ કરી છે.

સોનિયા ગાંધીએ જણાવ્યું કે, દરેક રાજકીય પાર્ટીઓની સહમતિથી કોરોનાનો સામનો કરવાની રણનીતિ બનાવવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દેશને કોરોનાથી બચાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા દરેક પગલામાં સાથ આપશે.

દેશમાં હાલની સ્થિતિ ચિંતાજનક છે. ક્યાંક ઑક્સિજનની કમી છે, તો ક્યાં દવાઓની અછત છે, તો કેટલાક ઠેકાણે હોસ્પિટલોમાં બેડ જ નથી. સોનિયા ગાંધીએ લોકોને અપીલ કરી છે કે, આ સંકટનો સમય છે. એકબીજાની મદદ કરો અને જરૂર હોય, ત્યારે જ ઘરની બહાર નીકળો.

આ પણ વાંચો:  ભારતમાં કોરોના સંક્રમણની રફ્તાર રોકવા લૉકડાઉન જરૂરી, એક્સપર્ટે આપી 3 સ્ટેપની ફોર્મુલા Fight Against Corona

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, સરકારોને પણ જાગવાનો અને પોતાનું કર્તવ્ય બજાવવાનો સમય છે. કેન્દ્ર સરકાર ગરીબો વિશે વિચારે અને પલાયન રોકવા માટે અને કોરોના સંકટ સમાપ્તના થાય ત્યાં સુધી 6 હજાર રૂપિયા નાંખે.

કોરોના ટેસ્ટિંગ વધારવા જોઈએ. ઑક્સિજન, દવા અને હોસ્પિટલોની યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરવામાં આવે. મફત વૅક્સિનેશન માટે વ્યવસ્થા કરવામાં આવે. કોરોના વિરોધી રસીની કિંમતોમાં અસમાનતાનો અંત આવે. જીવનજરૂરી દવાઓની કાળા બજારી બંધ કરવામાં આવે અને મેડિકલ ઑક્સિજનને હોસ્પિટલોમાં આપવાની તાત્કાલી વ્યવસ્થા કરવામાં આવે. Fight Against Corona

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat