નવી દિલ્હી: કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’નો આજે છઠ્ઠો દિવસ છે. આ વચ્ચે કોંગ્રેસ તરફથી RSSની ડ્રેસને લઇને એવી ટ્વીટ કરવામાં આવી છે જેન લઇને ભાજપના તમામ નેતા ભડકી ગયા છે. ભાજપે શિખ રમખાણથી લઇ મુંબઇ રમખાણ સુધીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. ભાજપે કહ્યુ કે કોંગ્રેસની આગ લગાવવાની જૂની આદત છે.
Advertisement
Advertisement
કોંગ્રેસે એક તસવીર ટ્વીટ કરી હતી, આ તસવીરમાં RSSની ડ્રેસમાં આગ લાગેલી જોવા મળે છે, તેમાં ધુમાડો પણ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ટ્વીટમાં આગળ લખ્યુ- દેશને નફરતના માહોલથી મુક્ત કરાવવા અને RSS-BJP દ્વારા કરવામાં આવેલા નુકસાનની ભરપાઇને પૂરો કરવાના લક્ષ્યની દિશામાં અમે એક એક પગલુ ભરી રહ્યા છીએ, અમે પોતાના ગોલ તરફ વધી રહ્યા છીએ.
ભાજપે સાધ્યુ નિશાન
કોંગ્રેસની આ ટ્વીટ પછી ભાજપના નેતા પ્રહાર કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ લખ્યુ, દેશને સળગાવવુ કોંગ્રેસની જૂની આદત રહી છે. 1984ના રમખાણ હોય, જલગાંવ હોય, મુંબઇ, હાશિમપુરા, ભાગલપુર હોય કે મેરઠ. આ યાદી લાંબી છે. શહજાદ પુનાવાલાએ કહ્યુ કે આપણે આ યાદ કરવુ જોઇએ કે કેવી રીતે 1984ના રમખાણને રાજીવ ગાંધીએ યોગ્ય ઠેરવ્યો હતો, તેમણે કહ્યુ, કોંગ્રેસ માત્ર દેશને સળગાવવા વિશે વિચારે છે.
ભાજપના નેતા સંબિત પાત્રાએ પણ વિરોધ વ્યક્ત કરતા કહ્યુ, આ તસવીરને ટ્વીટ કરીને રાહુલ ગાંધી શું તમે આ દેશમાં હિંસા ઇચ્છો છો? શું તમે ઇચ્છો છો કે લોકો એક બીજાને સળગાવે? આ ‘ભારત જોડો આંદોલન’ નહી પણ ‘ભારત તોડો’ અને ‘આગ સળગાવો આંદોલન છે. કોંગ્રેસે તુરંત આ તસવીરને હટાવવી જોઇએ.”
RSS રાયપુરના ડૉ. મનમોહન વૈધે કોંગ્રેસની તસવીર પર કહ્યુ, તે લોકો નફરતથી જોડવા માંગે છે, તેમના બાપ-દાદાએ સંઘનો તિરસ્કાર કર્યો અને પોતાની પુરી તાકાત સાથે સંઘને રોકવાનો પ્રયાસ કર્યો પણ સંઘ રોકાયો નથી, સંઘ સતત વધતો રહ્યો છે.
Advertisement