Gujarat Exclusive > રાજનીતિ > કોંગ્રેસનો ભાજપ પર પલટવાર, ચીન-સંઘ સાથે સંબંધ સહિત પૂછ્યા 10 પ્રશ્ન

કોંગ્રેસનો ભાજપ પર પલટવાર, ચીન-સંઘ સાથે સંબંધ સહિત પૂછ્યા 10 પ્રશ્ન

0
230

નવી દિલ્હી: રાજીવ ગાંધી ફાઉન્ડેશન (આરજીએફ)ને લઇને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોનિયા ગાંધીને 10 પ્રશ્નો પૂછ્યા હતા, જેના પર કોંગ્રેસ પાર્ટીએ પલટવાર કરતા ભાજપને 10 પ્રશ્નો કર્યા છે. સાથે જ ભાજપ અને આરએસએસને મળેલા વિદેશી ફંડિંગ પર સવાલો કર્યા છે.

કોંગ્રેસ પાર્ટીએ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીસીપી) સાથે ભાજપ અને આરએસએસના સંબંધો અંગે પણ પ્રશ્નો પૂછ્યા છે. અગાઉ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા અને પૂછ્યું હતું કે ચીન તરફથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા કેમ આપવામાં આવ્યા હતા?

જે.પી.નડ્ડાએ પૂછ્યું કે પી.એન.બી. બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી પાસેથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં પૈસા કેમ લેવામાં આવ્યા અને મેહુલ ચોક્સીને લોન આપવામાં મદદ કેમ કરવામાં આવી? હવે નડ્ડાના આ જ 10 પ્રશ્નો પર કોંગ્રેસે ભાજપ પર 10 પ્રશ્નો દાગ્યા છે.

આ પણ વાંચો: મન કી બાતઃ પીએમ મોદી આજે ચીનથી લઇ ચોમાસા વિષે વાત કરશે

કોંગ્રેસે ભાજપને પૂછ્યા આ 10 પ્રશ્નો

1) ભાજપ અને ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના વચ્ચે ક્યા ઐતિહાસિક સંબંધ છે? 30 જાન્યુઆરી 2007ના રોજ ભાજપના તાત્કાલીન અધ્યક્ષ રાજનાથ સિંહે સીસીપીના પ્રતિનિધિમંડળના પ્રવાસ સમયે આમ કહ્યુ હતુ. તે પછી રાજનાથ સિંહે 17 ઓક્ટોબર 2008ના રોજ સીસીપીના પોલિતબ્યૂરોના સભ્યો સાથે મીટિંગમાં આ વાતનું પુનરાવર્તન કર્યુ હતુ.

2) ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના આમંત્રણ પર જાન્યુઆરી 2009માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કેમ ચીન ગયું હતું? રાજનીતિ પાર્ટી ન હોવા છતા આરએસએસને ચીનની સીસીપીએ કેમ આમંત્રણ કર્યું? ત્યારે આરએસએસની ચીન સાથે અમારા સંવેદનશીલ અરૂણાચલ પ્રદેશ અને તિબ્બત પર શું ચર્ચા થઈ?

3) સીસીપીના આમંત્રણ પર 19 જાન્યુઆરી 2011ના રોજ તાત્કાલીન ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી પાંચ દિવસના પ્રવાસ પર કેમ ચીન ગયા હતા?

4) નવેમ્બર 2014માં સીસીપીના ‘ધ પાર્ટી સ્કૂલ’માં એક અઠવાડિયાની લાંબી સ્ટડી માટે તાત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહે ધારાસભ્યો અને સાંસદોના એક પ્રતિનિધિ મંડળને કેમ ચીન મોકલ્યા હતા?

આ પણ વાંચો: LAC વિવાદ પર મોદી સરકારને મળ્યો NCPનો સાથ, શરદ પવારે રાહુલને ભૂતકાળ યાદ કરાવ્યો

5) નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહેતા ચાર વખત અને વડાપ્રધાન બન્યા બાદ 5 વખત ચીનના પ્રવાસે કેમ ગયા? તે સિવાય પીએમ મોદીએ ભારતમાં ચીનના પ્રમુખને ત્રણ વખત આમંત્રિત કર્યા. શું નરેન્દ્ર મોદી એકમાત્ર એવા પીએમ નથી, જેમણે 6 વર્ષમાં ચીનના પ્રમુખ સાથે 18 વાર મુલાકાત કરી છે? શું પીએમ મોદીનું હિંડોળો ડિપ્લોમેસી કામ ના આવી?

6) જે પ્રકારે રાજીવ ગાંધી ફાઉન્ડેશને કર્યુ, શું ભાજપ એ જ પ્રકારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને બધા દાતાઓની યાદી અને વિદેશથી મળેલા પૈસાના સ્ત્રોતની જાણકારી સાર્વજનિક કરવાનું કહી શકે છે?

7) જે પ્રકારે રાજીવ ગાંધી ફાઉન્ડેશને કર્યુ, શું ભાજપ એ જ પ્રકારે વિવેકાનંદ ફાઉન્ડેશન અને ઇન્ડિયા ફાઉન્ડેશનને બધા દાતાઓની યાદી સાર્વજનિક કરવા માટે કહી શકે છ?

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ પછી શાકભાજીના ભાવમાં પણ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

8) શું ભાજપ એ દાતાઓના નામોને સાર્વજનિક કરી શકે છે, જેનાથી તેમણે ચૂંટણી બોન્ડ દ્વારા કરોડો રૂપિયા મેળવ્યા?

9) શું ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી’ને મળનાર ફંડિંગ, કુલ પૈસા અને ડોનરના નામ (ચીની મૂળના ડોનર સહિત) ભાજપ ખુલાસા કરી શકે છે? ’ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી’એ ‘ફ્રેન્ડ્સ ઓફ બીજેપી-ચાઇના એન્ડ હોન્ગકોન્ગ’ પાસેથી ક્યારે કેટલા રૂપિયા લીધા? રાજકુમાર નારાયણદાસ ઉર્ફ રાજૂ સબનાનીના ‘ફ્રેન્ડ્સ ઓફ બીજેપી’ સાથે શું સંબંધ છે?

10) શું ભાજપ અને આરએસએસએ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, ફંડ, કંપની અને સંસ્થાઓ પાસેથી ફંડ લીધું છે? જો હાં, તો છેલ્લા 6 વર્ષમાં ભાજપ અને આરએસએસને કેટલું ઇન્ટરનેશનલ ફંડિંગ મળી?

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.