શિમલા: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં કહ્યુ કે પ્રથમ કેબિનેટમાં 1 લાખ રોજગાર આપીશુ. સાથે જ ઓલ્ડ પેન્શન યોજનાને લાગુ કરવાની વાત કરી છે. આ સિવાય હર ઘર લક્ષ્મી હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. દરેક વિધાનસભામાં 4 અંગ્રેજી મીડિયમ સ્કૂલ ખોલવામાં આવશે. કેન્દ્રમાં સરકાર બનવા પર સેનાની 4 વર્ષની નોકરીનો નિયમ પરત લેવામાં આવશે.
Advertisement
Advertisement
કોંગ્રેસની 10 ગેરંટી
1. ઓલ્ડ પેન્શન યોજના ફરી લાગુ થશે.
2. યુવાઓ માટે 5 લાખ રોજગાર
3. મહિલાઓને દર મહિને 1500 રૂપિયા
4. 300 યૂનિટ વીજળી ફ્રી
5. બાગવાન ફળની કિંમત નક્કી કરશે.
6. યુવાઓ માટે 680 કરોડનું સ્ટાર્ટઅપ ફંડ
7. દર વિધાનસભામાં 4 અંગ્રેજી મીડિયમ સ્કૂલ ખોલવામાં આવશે.
8. મોબાઇલ ક્લીનિકથી દરેક ગામમાં મફત સારવાર
9. પશુપાલકો પાસેથી દરરોજ 10 લીટર દૂધ ખરીદીશુ.
10. 2 રૂપિયા કિલોમાં થશે ગોબરની ખરીદી
નવી પ્રવાસન નીતિ હેઠળ બનશે સ્માર્ટ વિલેજ
હિમાચલ પ્રદેશમાં નવી પ્રવાસન નીતિ લાવવામાં આવશે, ગામમાં પ્રવાસનને ભાર આપવા માટે સ્માર્ટ વિલેજ પરિયોજના શરૂ કરવામાં આવશે. આ ગામમાં પ્રવાસની આધુનિક સુવિધા વિકસીત કરવામાં આવશે.
12 નવેમ્બરે યોજાશે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી
હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે 68 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. જ્યારે આ ચૂંટણીના પરિણામ ગુજરાતની સાથે જ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Advertisement