Gujarat Exclusive > રાજનીતિ > કોંગ્રેસમાં કકળાટ: પ્રિયંકા ગાંધીની વિશ્વાસુ અદિતિ સિંહના બળવા પાછળની ઈનસાઈડ સ્ટોરી

કોંગ્રેસમાં કકળાટ: પ્રિયંકા ગાંધીની વિશ્વાસુ અદિતિ સિંહના બળવા પાછળની ઈનસાઈડ સ્ટોરી

0
872

રાયબરેલી: પ્રવાસી મજૂરો માટે બસો મોકલવાને લઈને ઉત્તર પ્રદેશમાં મુખ્યમત્રી યોગી આદિત્યનાથ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વચ્ચે ચાલી રહેલી જંગ ચરમ પર હતો, ત્યારે જ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહના નિવેદને પાર્ટીને બેકફૂટ પર લાવી દીધી છે.

હકીકતમાં આ પ્રથમ વખત નથી થયું, જ્યારે પાર્ટીના વલણથી વિરૂદ્ધ જઈને અદિતિ સિંહે કોઈ નિવેદન આપ્યું હોય. અગાઉ પણ NRC અને જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂક કરવાના મુદ્દા પર પણ તેમને પાર્ટીની વિચારધારા વિરૂદ્ધ નિવેદન આપ્યું છે. અહીં એક વાત જણાવી દઈએ કે, ગત વર્ષે જ કોંગ્રેસે રાયબરેલી સદરથી ધારાસભ્ય અદિતિ સિંહનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે અરજી કરવામાં આવી હતી.

કોંગ્રેસ વિધાનમંડળ દળના નેતા આરાધના મિશ્રાએ ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ હ્રદય નારાયણ દીક્ષિત સમક્ષ આ અરજી દાખલ કરી હતી. અદિતિ સિંહે પાર્ટી વિરૂદ્ધ જઈને ગાંધી જયંતિ પર આયોજિત વિશેષ સત્રમાં ભાગ લીધો હતો. જો કે તે બાદ આ અરજી પર શું કાર્યવાહી થઈ તેની કોઈ જાણકારી નથી મળી, પરંતુ પાર્ટીએ તેમને કોંગ્રેસના મહિલા વિંગ મહાસચિવના પદ પરથી હટાવી દીધા હતા. જો કે ધારાસભ્ય પદ પરથી હટાવવાનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષ હ્રદય નારાયણ દીક્ષિતને કરવાનો છે, કારણ કે જો કોંગ્રેસ તેમને પાર્ટીમાંથી નીકાળે, તો પણ અદિતિ સિંહની ધારાસભ્ય પદની ખુરશી પર કોઈ ખતરો નહીં રહે.

ઉત્તર પ્રદેશમાં સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક કોંગ્રેસ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન છતાં આ બેઠક પર સોનિયા ગાંધીએ ભાજપના ઉમેદવાર દિનેશ સિંહને 1 લાખ મતના અંતરે હરાવ્યા હતા. જો કે ગત 2014ની સરખમણીમાં કોંગ્રેસની જીતનું અંતર ઘટી ગયું છે. વાસ્તવમાં કોંગ્રેસની સ્થિતિ આ બેઠક પર 2017માં વિધાનસભા ચૂંટણી સમયે પણ ખરાબ જોવા મળી હતી.

રાયબરેલી લોકસભા સીટમાં 5 વિધાનસભા બેઠકો આવે છે. જેમાં બે કોંગ્રેસ, બે ભાજપ અને એક સમાજવાદી પાર્ટી પાસે હતી. ભાજપ રાયબરેલીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવા માંગે છે. અગાઉ ભાજપે ગાંધી પરિવારના વિશ્વાસુ મનાતા કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ સિંહને ભગવો ધારણ કરાવ્યો હતો. દિનેશ સિંહના નાના ભાઈ અવધેશ સિંહ રાયબરેલીની હરચંદપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમના મોટાભાઈ ભાજપમાં ભળ્યા બાદ, તે પણ ભાજપની સાથે જ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જો કે ક્ષેત્રની તમામ રાજનીતિક ઉથલપાથલ બાદ પણ કોંગ્રેસ પાસે એક હુકમનો એક્કો એવો હતો, જે જિલ્લાના તમામ બાહુબલિઓ પર ભારે પડ્યો હતો. એ હતા રાયબરેલી સદર બેઠકના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા અખિલેશ સિંહ. હાલ આ બેઠક પરથી ધારાસભ્ય તેમની પુત્રી અદિતિ સિંહ છે. અખિલેશ સિંહ રાયબરેલી બેઠક પરથી અજેય ધારાસભ્ય રહ્યા છે. જો કે ગત વર્ષે બીમારીના કારણે અખિલેશ સિંહનું અવસાન થઈ ગયું.

અખિલેશના રહેવા પર જિલ્લામાં તેમના હરિફો અદિતિ સિંહને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા. ગત વર્ષે જ રાયબરેલી-લખનઉ રોડ પર અદિતિ સિંહ પર હુમલાની ઘટના બની હતી. જેના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા અને ખુદ પ્રિયંકા ગાંધીએ તેને વિરોધ કર્યો હતો.

અદિતિ સિહને રાજનીતિમાં લાવવા માટે સૌથી મોટો હાથ પ્રિયંકા ગાંધીનો માનવામાં આવી રહ્યો છે. તેમણે જ ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે. 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે લખનઉમાં પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની માર્ચ હતી અને આ માટે કોંગ્રેસ તરફથી વ્હીપ પણ આપવામાં આવ્યું હતું. બીજી તરફ યોગી સરકાર તરફથી 36 કલાક સુધી ચાલવા માટે વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું હતું, જેનો સમગ્ર વિપક્ષે બહિષ્કાર કર્યો હતો. જો કે અદિતિ સિંહે પાર્ટીની ઉપરવટ જઈને વિધાનસભા સત્રમાં ભાગ લીધો. તેમણે જણાવ્યું કે, મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું, પાર્ટીનો શું નિર્ણય હશે હું નથી જાણતી. હું ભણેલી-ગણેલી ધારાસભ્ય છું. વિકાસનો મુદ્દો મોટો છે. આજ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ છે.

હાલ રાયબરેલીની 5 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 2, ભાજપ પાસે 2 અને સપા પાસે એક બેઠક હતી. જો કે દિનેશ સિંહના ભાજપમાં ભળ્યા બાદ તેમના ભાઈ કે, જે હરચંદપુરથી ધારાસભ્ય છે, તે પણ એકતરફથી ભાજપમાં જ ભળ્યા હોવાનું મનાઈ રહ્યું છે. એટલે કે 4 ધારાસભ્યો ભાજપના સમર્થનમાં છે. અદિતિ સિંહના જવાથી ધારાસભ્યોની સંખ્યા 5 થઈ જશે. આ લોકસભા ચૂંટણીમાં જીતનું અતર જોઈએ તો, એવું લાગે છે કે, અદિતિ સિંહના ભાજપમાં ભળવાથી કોંગ્રેસને સૌથી મોટુ નુક્સાન થશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ગુજરાત: કોરોનાથી 50% મરણ માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં