Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે: રાજીવ સાતવ

સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે: રાજીવ સાતવ

0
141
  • ત્રણ વિવિધ કૃષિ કાયદાઓથી ખેડુત, ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરશે

  • કેન્દ્રના કૃષિ કાયદા સામે કોંગ્રેસપક્ષના રાજ્યવ્યાપી કાર્યક્રમો : 28મીએ ગાંધીનગર કૂચ કરવામાં આવશે

અમદાવાદ: અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાતના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતો અને મજદુરો રસ્તા પર છે. જેઓ આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છે. પણ સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છિનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે. કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડૂત, ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે.

તેમણે આજ એટલે કે બુધવારે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં સીમાની અંદર કોરોના અને બહાર ચીને ડેરો જમાવ્યો છે. 2014ની ચૂંટણીમાં ખેડૂતોની વાતો કરનાર મોદી સરકારે વડાપ્રધાન ફસલ વિમા યોજનાના નામે વીમા કંપનીઓને લુંટવાના પરવાના આપ્યા છે. કેન્દ્રમાં મોદી સરકાર સત્તા આવતા જ ભુમી અધિગ્રહણ સુધારા બિલ લાવવામાં આવ્યું. આ બિલનો સમગ્ર દેશમાં ખેડૂતો અને કોંગ્રેસ પક્ષે ભારે વિરોધ કર્યો. જેના કારણે સરકારે ભૂમી અધિગ્રહણના બિલના ફેરફારોને એકબાજુ મુકી દેવાની ફરજ પડી.

આ પણ વાંચો: BRAKING NEWS: કોંગ્રેસમાં Indraneel Rajguruની ઘરવાપસી

GST બિલના કારણે વેપાર-ધંધા તથા વેપારીની હાલત બગડી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં 27 વટહુકમ લાવવામાં આવ્યા. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારતમાં જ વટહુકમોની વ્યવસ્થા છે. વટહુકમ લાવવો એટલે સંસદની લોકતાંત્રિક પ્રક્રિયાને એકબાજુ મુકવી, કૃષી બિલ માટે રાજ્યસભામાં મતદાન કરાવવાથી મોદી સરકાર ભાગી ગઈ. ખેડૂત વિરોધી ત્રણ કાયદાનો કોંગ્રેસ પક્ષ સહિત 12 રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા હતા. કેન્દ્રની મોદી સરકાર સંસદમાં રજુ કરેલ ખરડાને બદલે બહાર જુદી વાત કરે છે. નવા કૃષિ બિલમાં MSPનો ઉલ્લેખ જ નથી. સરકાર ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે.

સરકાર ખેડૂત વિરોધી ભુમિકામાં હોવાનો આક્ષેપ કરતા સાંસદ રાજીવ સાતવે જણાવ્યું હતું કે, એરપોર્ટ અને પોર્ટની જેમ ખેતી ઉદ્યોગપતિઓના હાથમાં સોપવા તરફ મોદી સરકાર આગળ વધી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ કૃષિ બિલ દેશનો કાળો કાયદો છે. ખેડુતો અને ખેતી બરબાદ થશે એટલા માટે અમારો વિરોધ છે. ગુજરાત તથા દેશના ખેડૂતોના ન્યાય માટે અમે લડીશું અને આવનારા દિવસોમાં કોંગ્રેસપક્ષ ખેડૂતોના હિતમાં આંદોલનોના કાર્યક્રમો આપશે.

આ પણ વાંચો: AMC સ્ટેન્ડિંગ કમિટીની યોજાયેલી બેઠકમાં 108 કરોડના વિકાસ કામોને મંજુરી અપાઇ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સંસદમાં કોંગ્રેસપક્ષ અને વિરોધપક્ષોએ તો ખુબ મજબુતાઈથી વિરોધ કર્યો હતો. પરંતુ સંસદમાં સરકારે માન્ય રાખ્યો ન હતો. જેથી ગુજરાત કોંગ્રેસ દ્વારા આ બિલના વિરોધમાં તબક્કાવાર કાર્યક્રમો નક્કી કર્યા છે. 26મીએ આખા ગુજરાતમાં તમામ ખેડુત સંગઠનો અને ખેડુત આગેવાનો, તેમજ કોંગ્રેસના કાર્યકરો ઓનલાઈન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી ‘સ્પીકઅપ ફોર ફાર્મર્સ’ માટે કાર્યક્રમ કરીશું. સાથેસાથે જમીન સ્તર આંદોલનને રૂપ આપવા માટે 28મીએ ગાંધીનગર ખાતે આવેદનપત્ર લઈ ગવર્નર હાઉસ તરફની કૂચ કરવામાં આવશે.

GPCCના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ખેડૂતો કે વેપારીઓની માંગણી ન હોવા છતા મોદી સરકાર આવો કાયદો શા માટે લાવી? ખેડૂતોના હક્ક છિનવવા માટેનો કાયદો છે. ઉદ્યોગ ગૃહોને ખેતીની જમીન આપી દેવાનો કાયદો છે. મોટી કંપનીઓ સિન્ડિકેટ બનાવીને ખેડૂતોને લૂંટે તેવી વ્યવસ્થા સરકારે કરી આપી છે.

આ પણ વાંચો: Narmada: બસોનો ટેક્સ માફ કરો; Bus owners એસોસિએશનની માંગ

GPCCના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, સરકાર બહુમતિના જોરે કાયદાઓ પાસ કરાવી રહી છે. APMCનું માળખુ ખતમ થઈ જશે. બે મોઢાની વાત કરીને સરકાર ખેડૂતો સાથે રમત રમી રહી છે.