Gujarat Exclusive > રાજનીતિ > કોંગ્રેસનો આરોપ- PM CARES ફંડમાં ચીનની કંપનીઓએ આપ્યું ડૉનેશન

કોંગ્રેસનો આરોપ- PM CARES ફંડમાં ચીનની કંપનીઓએ આપ્યું ડૉનેશન

0
159

• ચીન પાસેથી ફંડ લેવા મામલે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ
• વડાપ્રધાન મોદીને વિવાદાસ્પદ કંપની તરફથી 7 કરોડ મળ્યા
• PM ચીનની આક્રમક્તા વિરુદ્ધ દેશની સુરક્ષા કેવી રીતે કરશે?

નવી દિલ્હી: ચીની કંપનીઓ પાસેથી ફંડ લેવાના મુદ્દે સત્તાધીશ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ યથાવત છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે, ત્યારે હવે કોંગ્રેસ તરફથી PM CARES ફંડ ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, “ચીન સાથે દુશ્મની છતાં PM CARES ફંડમાં વડાપ્રધાન મોદીને ચીની પૈસા કેમ મળ્યાં છે? શું વડાપ્રધાનને વિવાદાસ્પદ કંપની હુવાવે પાસેથી 7 કરોડ રૂપિયા મળ્યા છે? શું હુવાવેના ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે સીધો સબંધ છે? શું ચીનની કંપની ટીકટૉકએ વિવાદાસ્પદ PM કેયર્સ ફંડમાં 30 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે?”

કોંગ્રેસે એ પણ પૂછ્યું છે કે, “શું Paytm, કે જેની 38 ટકા ભાગીદારી ચીનની છે, તેણે 100 કરોડ રૂપિયા, Oppoએ 1 કરોડ રૂપિયા ફંડમાં આપ્યા છે. સિંઘવીએ પૂછ્યું કે, શું વડાપ્રધાન મોદીએ PMNRFમાં પ્રાપ્ત દાનને વિવાદાસ્પદ PM-CARES ફંડમાં ડાયવર્ટ કરી દીધુ છે અને કેટલા કરોડ રૂપિયાની રકમ ડાયવર્ટ કરવામાં આવી છે?”

સિંઘવીએ વધુમાં જણાવ્યું કે, રિપોર્ટ દર્શાવે છે કે, 20 મે 2020 સુધી ફંડને 9678 કરોડ રૂપિયા મળ્યા છે. ચોંકાવનારી વાત છે કે, ચીની સેનાએ આપણા વિસ્તારોમાં ઘુસણખોરી કરી લીધી છે, પરંતુ વડાપ્રધાને ચીની કંપનીઓ પાસેથી ફંડમાં રૂપિયા લીધા છે.

કોંગ્રેસ પ્રવક્તાએ પૂછ્યું કે, જો ભારતના વડાપ્રધાન વિવાદાસ્પદ અને અપારદર્શી ફંડમાં ચીની કંપનીઓ પાસેથી સેંકડો કરોડ રૂપિયાનું દાન સ્વીકાર કરીને પોતાની સ્થિતિથી સમજૂતિ કરશે, તો તેઓ ચીનની આક્રમક્તા વિરુદ્ધ દેશની સુરક્ષા કેવી રીતે કરશે? કોંગ્રેસ પાર્ટી દેશહિતમાં સવાલો પૂછતી રહેશે.

રાજ્યપાલ આનંદીબેન પટેલને MPનો વધારાનો ચાર્જ સોંપાયો