Gujarat Exclusive > રાજનીતિ > કોંગ્રેસે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂંક પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂંક પર ઉઠાવ્યા સવાલ

0
95
  • ફડણવીસે મહારાષ્ટ્ર ચૂટંણી પહેલા CEO તરીકે બલદેવ સિંહને કેમ એપોઈન્ટ કર્યા?
  • ગેરરીતિ મામલે તપાસનો સામનો કરી રહ્યાં છે બલદેવ સિંહ
  • ચૂંટણી અધિકારીએ પોતાના પર લાગેલા આરોપોને રદ્દિયો આપ્યો

મુંબઈ: કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમે ગત ભાજપ સરકારમાં બલદેવ સિંહને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) તરીકે નિમણૂંક પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે, સેન્ટ્રલ વિઝિલન્સ કમિશન (CVC)ના આદેશ પર સ્પેશિયલ ઈકોનૉમિક ઝોન (SEZ)માં ગેરરીતિઓની તપાસ ચાલી રહી હતી, ત્યારે તેઓ તેની આગેવાની કરી રહ્યાં હતા.

જો કે સિંહે પોતાના પર લાગેલા આરોપને ફગાવતા જણાવ્યું કે, જે કેસમાં મારું નામ લેવામાં આવી રહ્યું છે. તે એ સમયનો છે, જ્યાંરે તેમણે સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપર્ટ પ્રોસેસિંગ ઝોન (SEEPZ)નું કામકાજ સંભાળ્યું નહતું.

આ પણ વાંચો: સુશાંતની એકાઉન્ટ ડિટેલ્સ સામે આવી, મેલીવિદ્યા માટે ઉપાડવામાં આવ્યા રૂપિયા!

મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો કે,

“CVC દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસનો સામનો કરી રહ્યાં હતા. જ્યારે ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય SEEPZ SEZમાં ગેરરિતિના આરોપોની તપાસ કરી રહ્યું હતું.

તેમની સામે તપાસ ચાલુ હોવા છતાં ફડણવીસ સરકારે વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા જ જુલાઈ 2019માં બલદેવ સિંહને મહારાષ્ટ્રના ચીફ ઈલેક્શન ઓફિસર નિયુક્ત કર્યા હતા. જેનાથી ચૂંટણી પંચની ભૂમિકાને લઈને ગંભીર સવાલ ઉભા થયા છે. CEOની નિમણૂંક પહેલા તેમની તપાસ કેમ ના થઈ? ”

જો કે મહારાષ્ટ્રના CEOએ સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે, જે પ્રકારે કોંગ્રેસ નેતાએ તથ્યોને રજૂ કરવાની કોશિશ કરી છે, તે દુ:ખદ છે. મારા પર લાગેલા આરોપો યાયાવિહોણા છે.