Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING : સ્કૂલ ફી-કૃષિ બિલ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની અટકાયત

BREAKING : સ્કૂલ ફી-કૃષિ બિલ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની અટકાયત

0
114
  • સ્કૂલ ફીમાં 50 ટકા ઘટાડો કરવાની કોંગ્રેસ અને વાલીઓની માંગ વચ્ચે કોંગ્રેસનો વિરોધ
  • રાજ્યમાં અમદાવાદ, રાજકોટ અને અમરેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
  • અમદાવાદમાં અમિત ચાવડા અને અમરેલીમાં પરેશ ધાનાણીની પોલીસ દ્વારા અટકાયત

અમદાવાદ : સ્કૂલ ફી તેમજ કૃષિ બિલને લઇને રાજ્યભરમાં કોંગ્રેસ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન (congress protest in gujarat) કરી રહી છે. ત્યારે શહેરના ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરણાં કર્યાં હતાં. અમદાવાદમાં બત્રીસી હોલ ખાતે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરણાં ધર્યા હતાં. જે મામલે પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે. શહેર પોલીસે અમિત ચાવડાની અટકાયત પણ કરી લીધી છે.

ધરણાં કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. દેશમાં ફરીથી અંગ્રેજોનું સાશન આવી ગયું છે. દેશમાં ખેડૂત વિરોધી કાળા કાયદાને પાછો ખેંચવાની માંગ તેમજ ગુજરાતમાં ખાનગી સ્કૂલોની એક સત્રની સંપૂર્ણ ફી માફીની માંગ સાથે ધરણાં પર બેસવા માંગીએ છીએ. આજે ગાંધી જયંતિએ અમે આ સરકારથી આઝાદી આપાવવા માંગીએ છીએ. સરકાર અમને ધરણાં માટે મંજૂરી નથી આપી રહી. ફૂટપાથ પર પર બેસવા નથી દેતી. જે રીતે કોંગ્રેસના વડવાઓ ગાંધીજી સાથે રહીને અહિંસાનાં માર્ગે ચાલ્યા હતાં અને ગોળીઓથી પણ ડર્યાં ન હોતા તેમ અમે પણ વિરોધ પ્રદર્શન કરીશું. ભાજપની રેલીઓ અને તાયફાઓને મંજૂરી મળી જાય છે પરંતુ અમને મંજૂરી નથી મળતી.”

આ પણ વાંચો: સ્કૂલ સંચાલકોની ડેડલાઈન, આ તારીખ સુધી ફી ભરનાર વાલીઓને જ રાહત

કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ ((congress protest in gujarat)

આ સિવાય રાજકોટમાં પણ કોંગ્રેસના કાર્યકરો ધરણાં (congress protest in gujarat) પર બેસવા જઇ રહ્યાં હતાં. કૃષિ બિલ અને સ્કૂલ ફી મુદ્દે તેઓ ધરણાં પર બેસવાના હતાં. પરંતુ તેમની પણ અગાઉ જ પોલીસે અટકાયત કરી લીધી છે. કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ (congress protest in gujarat) સર્જાયું હતું. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ બિલનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે. બીજી બાજુ અમરેલીના ગાંધીબાગ ખાતે પણ પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે અટકાયત દરમિયાન પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતાં. આ દરમિયાન પરેશ ધાનાણી સતત પોલીસને એવું પૂછી રહ્યાં હતાં કે તમે કયા ગુના હેઠળ તેમની અટકાયત કરી રહ્યાં છો? ઝપાઝપી દરમિયાન પરેશ ધાનાણીનો શર્ટ પણ ફાટી ગયો હતો. પોલીસે ટીંગાટોળી કરીને તેઓને વાનમાં બેસાડી દીધા હતાં. 

ગાંધી બાગ ખાતે જ્યારે પોલીસ તેમની અટકાયત કરવા માટે પહોંચી હતી ત્યારે પરેશ ધાનાણીએ પોલીસને જણાવ્યું હતું કે, “હું અહીં એકલો જ ઉપવાસ પર બેઠો છું. તમે મારી કયા ગુના હેઠળ અટકાયત કરી રહ્યાં છો તે જણાવવા વિનંતી.”