Gujarat Exclusive > રાજનીતિ > કોંગ્રેસને નવા અધ્યક્ષ જૂનમાં 5 રાજ્યોની ચૂંટણી બાદ મળશેઃ CWCમાં નિર્ણય

કોંગ્રેસને નવા અધ્યક્ષ જૂનમાં 5 રાજ્યોની ચૂંટણી બાદ મળશેઃ CWCમાં નિર્ણય

0
105
  • સોનીયા ગાંધીના વડપણ હેઠળ કોંગ્રેસ કારોબારીમાં થઇ ગરમાગરમ દલીલબાજી
  • CWCમાં ગાંધી પરિવારના કથિત  નિષ્ઠાવાન જૂથની દલીલો જ અંતે સ્વીકારાઇ

નવી દિલ્હીઃ કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી  (Congress President Election) પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પુરી થયા બાદ જૂન 2021માં થશે. સોનીયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ કારોબારી (CWC)ની વર્ચ્યુઅલ મીટિંગમાં ગરમાગરમ દલીલબાજી બાદ છેવટે આ અંગે નિર્ણય લેવાયો છે.

વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વ્રારા લેવાયેલી બેઠકમાં બે જૂથો વચ્ચે ચર્ચા ઉશ્કેરાટમાં પરિણમતા રાહુલ ગાંધીએ દખલ કરી કહ્યું. ‘મહેરબાની કરીને બધા માટે આ વધુ એક વખત…. ફરી આગળ વધો.’

આ પણ વાંચોઃ TMCમાં ઉથલપાથળઃ મમતાએ BCCIના પૂર્વ પ્રમુખ દાલમિયાની પુત્રીની કરી પક્ષમાંથી હકાલપટ્ટી

કોંગ્રેસ ચૂંટણી સમિતિએ મે 2021માં ચૂંટણીનું સુચન કર્યું હતું

કોંગ્રેસ મહામંત્રી વેણુગોપાલે બેઠક બાદ ફાઇનલ નિર્ણય અંગે પત્રકારોને માહિતી આપી હતી. અગાઉ મો મહિનામાં સંભવિત ચૂંટણી અંગે અહેવાલ વહેતા થયા હતા. કોંગ્રેસની આંતરિક ચૂંટણી સમિતિએ પહેલાં મેના અંતમાં ચૂંટણી (Congress President Election) કરાવવાનું સુચન કર્યું હતું.

નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ જવાબદારી સ્વીકારી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષપદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેથી સોનિયા ગાંધીએ ફરીથી વચગાળાન અધ્યક્ષપદ સંભાળ્યું હતું.

આઝાદ સહિતનું જૂથ તત્કાલ ચૂંટણીના પક્ષમાં હતો

CWCની બોઠકમાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મુકુલ વાસનિક અને પી.ચિદ્મબરમે કથિત રીતે તત્કાલ સંગઠનાત્મક ચૂંટણીઓની દલીલ કરી હતી. આ નેતાઓએ ઘણી ચૂંટણીઓમાં થોડા સમય પહેલાં પક્ષના નેતૃત્વ અને વહીવટ અંગે સવાલ ઊઠાવ્યા હતા.

આ પણ વાંચોઃ કોલકતામાં ‘પરાક્રમ દિવસ’ના કાર્યક્રમમાં સામેલ થશે PM મોદી, CM મમતાનો થશે સામનો

આ નેતાઓની માગ સામે કહેવાતા ગાંધી પરિવારના નિષ્ઠાવાન અશોક ગેહલોત, અમરિન્દર સિંઘ, એકે એન્ટની, તારીક અન્વર અને ઓમાન ચંડીએ દલીલો કરી હતી, તેમણે જણાવ્યું હતું કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી (Congress President Election) બંગાળ અને તમિલનાડુ સહિતા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પછી થવી જોઇએ.

બેઠકમાં એક નેતાએ ટિપ્પણી કરી હતી કે આપણે ક્યા એજન્ડા પર કામ કરી રહ્યા છીએ? ભાજપ આપણી પાર્ટીની જેમ આંતરિક ચૂંટણીઓ અંગે વાત નથી કરતો? પ્રથમ પ્રાથમિક્તા રાજ્યની ચૂંટણીઓ પછી સંગઠનાત્મક ચૂંટણી લડવાની છે.

અંતે ફાઇનલ નિર્ણય સોનિયા ગાંધી પર છોડાયો

છેવટે ગાંધી પરિવારના કહેવાતું નિષ્ઠાવાન જૂથ મજબૂત સાબિત થયું અને અંતિમ મહોર તેમની વાત પર લાગી. જો કે નેતાઓએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી (Congress President Election) ના શિડ્યુલ પર સોનિયા ગાંધી જ અંતિમ નિર્ણય લેશે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું- ફરી પક્ષ અધ્યક્ષ નહીં બનું….

નોંધનીય છે કે 2019માં લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષપદ પરથી રાજીનામુ આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ ફરીથી આ પદ નહીં સંભાળે. એટલે સુધી કે તેમણે પ્રિયંકા ગાંધીના નામને પણ બાજુએ મૂકી કહ્યું હતું કે હવે ગાંધી પરિવારનો કોઇ સભ્ય કોંગ્રેસ અધ્યક્ષ નહીં બને. Congress President Election news

આ પણ વાંચોઃ અધ્યક્ષ અંગે હોબાળા વચ્ચે કોંગ્રેસ સંગઠનની મેમાં ચૂંટણી થવાની શક્યતા

જો કે તાજેતરના દિવસોમાં રાહુલ ગાંધીનું વલણ નરમ પડ્યું હતું અને ફરી અધ્યક્ષ બનવા તૈયાર થઈ ગયા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9