Gujarat Exclusive > રાજનીતિ > પ્રિયંકા ગાંધીની અપીલ પર કોંગ્રેસનું ઓનલાઈન પ્રદર્શન, FB Live પર ઉઠાવ્યો શ્રમિકોનો અવાજ

પ્રિયંકા ગાંધીની અપીલ પર કોંગ્રેસનું ઓનલાઈન પ્રદર્શન, FB Live પર ઉઠાવ્યો શ્રમિકોનો અવાજ

0
167

લખનઉ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અપીલ પર પાર્ટીના અનેક મોટા નેતાઓ સહિત 50 હજારથી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત બસો પર ઉત્તર પ્રદેશની યોગી સરકારના વલણ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂની ધરપકડને લઈને ઓનલાઈન પ્રદર્શન કર્યુ હતું. જેમાં એક સ્વરે યુપી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની ધરપકડને અયોગ્ય ગણાવી હતી.

આ અંગે વિધાયક દળના નેતા આરાધના મિશ્રા મોનાએ જણાવ્યું કે, પ્રવાસી મજૂરોને લાવવા માટે રાષ્ટ્રીય મહાસચિવે 1000 બસોની મંજૂરી માંગી હતી, પરંતુ મજૂર અને ગરીબ વિરોધી યોગી સરકારે ઉત્તર પ્રદેશ સરહદ પર બસોને રાજ્યોમાં પ્રવેશવા જ દીધી નહતી. 3 દિવસો સુધી બસો લઈને અને લાચાર થઈ રહે ઉભા રહ્યાં.

પાર્ટીના મોટા નેતાઓ સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ પંકજ મલિક, વિરેન્દ્ર ચૌધરી, મહામંત્રી વિશ્વ વિજય સિંહ, પ્રવક્તા અનૂપ પટેલ, બૃજેશ કુમાર સિંહ, ઉમા શંકર પાંડેય, મહિલા વિભાગના વરિક્ષ ઉપાધ્યક્ષ આરતી બાજપેયીથી લઈને શહેર અધ્યક્ષ મુકેશ સિહ ચૌહાણ સહિત રાજ્યભરના કાર્યકર્તાઓએ ફેસબુલ લાઈવ મારફતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

શું હતી પ્રિયંકાની અપીલ?
સાથિયો…કોરોના મહામારી સામે લડવાની યોગી સરકારની રીત તમે જોઈ જ હશે..કોંગ્રેસ પાર્ટીએ પ્રવાસી મજૂરો માટે બસોની વ્યવસ્થા કરી તો યોગી સરકારે પ્રદેશ અધ્યક્ષને ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દીધા. કોરોના સંકટ કાળમાં સમગ્ર દેશ એકજૂટ થઈને લડી રહ્યો છે, પરંતુ ઉત્તર પ્રદેશ સરકાર શ્રમિકો માટે બસ, ટ્રેન ટિકિટ, ખોરાક અને રાશનની વ્યવસ્થા કરનારા લોકોને જેલની સળિયા પાછળ ધકેલી રહી છે. રાજીવજીની 21-મેંના રોજ પુણ્યતિથિ છે. તેમને યાદ કરતા આપણા 50 હજાર કાર્યકર્તાઓ ફેસબુક લાઈવના માધ્યમથી શ્રમિકોનો અવાજ ઉઠાવશે અને રાજ્ય સરકારના અત્યાચારનો વિરોધ કરશે. આજ રાજીવ ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ હશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

શું ખરેખર ધમણ-1 નકલી વેન્ટિલેટર મશીન છે? રાજ્ય સરકાર શંકાના દાયરામાં