Gujarat Exclusive > રાજનીતિ > અદાર પૂનાવાલા ધમકી આપનારાના નામ જણાવે, કોંગ્રેસ સુરક્ષા પૂરી પાડશે: નાના પટોલે

અદાર પૂનાવાલા ધમકી આપનારાના નામ જણાવે, કોંગ્રેસ સુરક્ષા પૂરી પાડશે: નાના પટોલે

0
51

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ અને ધારાસભ્ય નાના પટોલેએ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાના સીઈઓ (SII CEO) અદાર પૂનાવાલાની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પટોલેએ સવાલ ઉઠાવ્યો કે, જ્યારે પૂનાવાલાએ કોઈ સુરક્ષાની માંગ જ નથી કરી, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પરાણે સુરક્ષા પૂરી પાડવાનો શું અર્થ છે? શું કેન્દ્રીય સુરક્ષા એજન્સી પૂનાવાલાની રેકી કરી રહી છે? Poonawalla Threat Case

નાના પટોલેએ પત્રકાર પરિષદને સંબોધવા દરમિયાન કેન્દ્ર સરકાર પર સંગીન આરોપ લગાવતા જણાવ્યું કે, પૂનાવાલાએ ધમકી આપવાની વાત કહી હતી. એવામાં કેન્દ્રએ સ્પષ્ટ કરવું જોઈએ કે, તેમને કોણ ધમકી આપી રહ્યું છે?

પટોલેએ કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો કે, આખરે કેન્દ્ર અને રાજ્યો માટે વૅક્સિનની બે અલગ-અલગ કિંમતો કેમ? શું આની પાછળ કોઈ ષડયંત્ર છે? આ વાતનો ખુલાસો થવો જોઈએ.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અદાર પૂનાવાલાએ ભારતમાં કોઈનાથી ડરવાની જરૂર નથી. દેશમાં કોઈ તેમને હાથ પણ નહીં લગાવી શકે. તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી કોંગ્રેસ ઉઠાવશે. તેઓ બેફિકર થઈને ભારતમાં પોતાનું વૅક્સિન ઉત્પાદનનું કામ ચાલુ રાખે.

આ પણ વાંચો:  ત્રીજા તબક્કામાં 18+ને વૅક્સિનેશન આપવામાં ગુજરાત દેશમાં સૌથી આગળ Poonawalla Threat Case

જણાવી દઈએ કે, અદાર પૂનાવાલાએ ટાઈમ્સ ગ્રુપને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, દેશના કેટલાક મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ તેમને ધમકાવી રહ્યાં છે. આ તમામ લોકોને કોવિશીલ્ડ વૅક્સિનનો જથ્થો જેમ બને તેમ જલ્દી જોઈએ છે.

મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું કે, જો પૂનાવાલા ધમકી મામલે ફરિયાદ દાખલ કરાવે છે, તો જરૂર કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તેમને વાય કેટેગરિની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે અને ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરાશે. Poonawalla Threat Case

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat