Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના સંકટ વચ્ચે નફાખોરી! ઑક્સિજનની માંગ વધતા કંપનીઓએ કિંમત વધારી

કોરોના સંકટ વચ્ચે નફાખોરી! ઑક્સિજનની માંગ વધતા કંપનીઓએ કિંમત વધારી

0
31

અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણની વિકટ પરિસ્થિતિને પગલે ઑક્સિજનની માંગ પણ વધી ગઈ છે. જેને જોતા ઑક્સિજન સપ્લાય કરતી કંપનીઓએ પણ ઑક્સિજન સિલિન્ડરની કિંમતમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. Covid Patients treatment

દરિયાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરીને સરકાર સમક્ષ માંગ કરી છે કે, ઑક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે ઑક્સિજન સિલિન્ડર મૂળ કિંમત પર પળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

આ પણ વાંચો:  ગુજરાતમાં ડરાવી રહ્યાં છે કોરોનાના આંકડા, છેલ્લા 6 દિવસમાં 17 હજારથી વધુ કેસ Covid Patients treatment

કોવિડ હૉસ્પિટલોમાં ઓક્સિજનની કમીના સમાચારો મળી રહ્યાં છે. અગાઉ જે ઑક્સિજન સિલિન્ડરની કિંમત 160 થી 170 રૂપિયા હતી, જેની કિંમત વધારીને કંપનીઓએ 285 રૂપિયા કરી દીધી છે. આટલું જ નહીં, આ કિંમત ઉપર પણ GST પણ ચૂકવવો પડે છે. આમ એક ઑક્સિજન સિલિન્ડર 316 રૂપિયામાં પડે છે. એવામાં સરકારે પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળી રહે તો માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. Covid Patients treatment

કોંગ્રેસ ધારાસભ્યએ મોરવા હડફ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી અને ગાંધીનગર મનપાની ચૂંટણીને પણ હાલ પૂરતી સ્થગિત કરવાની માંગ કરી છે. આ સિવાય રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ પર કોરોના સંક્રમિત દર્દીઓને નિ:શૂલ્ક સારવાર પૂરી પાડવાની માંગ કરી છે. (ફાઈલ ફોટો)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat