Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સરકારનો રાજ્યના 4 શહેરોમાં નાઈટ કરફ્યુનો નિર્ણય હાસ્યાસ્પદ: કોંગ્રેસ

સરકારનો રાજ્યના 4 શહેરોમાં નાઈટ કરફ્યુનો નિર્ણય હાસ્યાસ્પદ: કોંગ્રેસ

0
55
  • અમદાવાદની જવાબદારી વહીવટી અધિકારીના બદલે કેબિનેટ મંત્રીને સોંપો
  • સરકારના નિર્ણય અને જાહેરાતો નાગરિકોને ગેરમાર્ગે દોરનારા

અમદાવાદ: દિવાળી બાદ ઠંડીના ચમકારા સાથે જ રાજ્યના અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ (Gujarat Corona Cases) ઝડપથી ફેલાઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ નેતા (Congress Leader) શૈલેષ પરમારે (Shailesh Parmar) રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. તેમણે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુના (Night Curfews In Gujarat Cities) નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યાં છે.

કોંગ્રેસ ધારાસભ્યએ (Congress Leader) રાજ્ય સરકારના નિર્ણયો અને વહીવટી તંત્રની જાહેરાતોને ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરનારી ગણાવી છે. શૈલેષ પરમારે (Shailesh Parmar) કહ્યું કે, કોરોના મામલે અમદાવાદની (Corona Outbreak In Ahmedabad) જવાબદારી વહીવટી અધિકારીના બદલે કોઈ કેબિનેટ મંત્રીને સોંપવી જોઈએ. આ સાથે જ તેમણે વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરોમાં લાગુ કરાયેલા રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીના નાઈટ કરફ્યુના (Night Curfews In Gujarat Cities) નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો.

આ પણ વાંચો: કોંગ્રેસમાં અસંતોષ વકર્યો! હવે ગુલામ નબી આઝાદે ગણાવી પાર્ટીની કમીઓ

જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1495 નવા કેસ (Gujarat Corona Cases) નોંધાયા છે. જ્યારે વધુ 13 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ (Corona Outbresk In Ahmedabad) જણાઈ રહી છે. અહીં કોરોનાના 318 પોઝિટિવ કેસ અને 8ના મરણ નોંધાયા છે.