ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયુ છે. અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાઇકલ પર સિલિન્ડરનો બાટલો મુકીને મતદાન કરવા પહોચ્યા હતા. ગેસના બાટલા અને પેટ્રોલના ભાવ વધતા કોંગ્રેસના ઉમેદવારે લોકોને મેસેજ આપ્યો હતો.
Advertisement
Advertisement
#WATCH | Amreli: Congress MLA Paresh Dhanani leaves his residence, to cast his vote, with a gas cylinder on a bicycle underscoring the issue of high fuel prices.#GujaratAssemblyPolls pic.twitter.com/QxfYf1QgQR
— ANI (@ANI) December 1, 2022
અમરેલીઃ આ બેઠક પરેશ ધાનાણીનો ગઢ ગણાય છે. અગાઉ દિલીપ સંઘાણી, પરશોતમ રૂપાલા અને બાવકુ ઉંધાડ જેવા મોટા ગજાના નેતાઓને તેઓ હરાવી ચૂક્યા છે પરંતુ આ વખતે તેમના માટે સ્થિતિ સ્હેજે ય આસાન નથી. અહીં ભાજપના જીલ્લા પ્રમુખ અને યુવા ઉમેદવાર કૌશિક વેકરિયાની સ્વચ્છ છબી સામે ધાનાણીને એકધારી ત્રણ ટર્મનો થાકોડો અનુભવાતો હોવાનું જણાય છે.
Advertisement