Gujarat Exclusive > રાજનીતિ > એકલા નથી જિતિન પ્રસાદ, ઉત્તર પ્રદેશમાં આ કોંગ્રેસ નેતાઓ પણ છોડી ચૂક્યાં છે પાર્ટીનો સાથ

એકલા નથી જિતિન પ્રસાદ, ઉત્તર પ્રદેશમાં આ કોંગ્રેસ નેતાઓ પણ છોડી ચૂક્યાં છે પાર્ટીનો સાથ

0
45

લખનઉ: કોંગ્રેસના કદ્દાવર નેતા અને રાહુલ ગાંધીના નિકટના મનાતા જિતિન પ્રસાદ ભાજપમાં સામેલ થયા બાદ ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. જિતિન પ્રસાદે ગઈકાલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં 9 જૂને પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી છે. જેને ઉત્તર પ્રદેશના મિશન-2022ની તૈયારીઓમાં લાગેલી કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. Uttar Pradesh Congress

કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળનારા જિતિન પ્રસાદ પ્રથમ એવા નેતા નથી, અગાઉ પણ અનેક દિગ્ગજ નેતાઓ પંજાનો સાથ છોડીને હાથમાં કમળ પકડી ચૂક્યાં છે. બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના ઉત્તર પ્રદેશમાં સક્રિય થયા બાદ પણ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એક પછી એક પાર્ટી છોડી રહ્યાં છે.

► જગદંબિકા પાલ
ઉત્તર પ્રદેશના એક દિવસના મુખ્યમંત્રી રહેલા વરિષ્ઠ નેતા જગદંબિકા પાલ વર્ષ 2014માં ભાજપમાં સામેલ થઈ ગયા હતા. તેઓ કોંગ્રેસમાં પોતાની સતત થતી અવગણનાથી નારાજ હતા. એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસના મુખ્ય નેતાઓમાં સામેલ જગદંબિકા પાલ UPA-2માં સરકારમાં અનુભવના આધારે મંત્રી પદના પ્રબળ દાવેદાર હતા. જો કે તેમને મંત્રીપદ નહતું મળ્યું. કોંગ્રેસમાં પોતાને સતત નજર અંદાજ કરવામાં આવતા આખરે તેમણે ભાજપમાં ભળવાનો નિર્ણય કર્યો.

► રીતા બહુગુણા જોશી
અલાહાબાદથી લોકસભા સાંસદ રીતા બહુગુણા જોશી પણ વર્ષ 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ઠીક પહેલા ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ભાજપે પાર્ટીમાં સામેલ થયા બાદ લખનઉમાં એજ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી, જ્યાંથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા. જ્યારે રીતાએ ફરીથી ચૂંટણી જીત્યા અને કેબિનેટ મંત્રી પણ બન્યા. જે બાદ ભાજપે તેમને લોકસભા ચૂંટણીના મેદાનમાં પણ ઉતાર્યા હતા.

આ પણ વાંચો:  કોરોના સંકટ વચ્ચે મોદી સરકારે પેટ્રોલ-ડીઝલથી અઢી લાખ કરોડની કમાણી કરી: પ્રિયંકા ગાંધી Uttar Pradesh Congress

► રાજકુમારી રત્નાસિંહ
પૂર્વ વિદેશ મંત્રી રહેલા દિનેશ સિંહની પુત્રી રાજકુમારી રત્ના સિંહે પણ 2019ની લોકસભા ચૂંટણી બાદ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. તેઓ પ્રતાપગઢ બેઠક પરથી ત્રણ વખત કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જો કે રાજકુમારીએ પોતાના આ નિર્ણય પાછળ કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નહતું.

► સંજય સિંહ અને અમિત સિંહ
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના ખાસ રહેલા અમેઠીના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી સંજય સિંહ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે, તેઓ પોતાની રાજ્યસભા સીટ બચાવવા માટે ભાજપમાં ગયા હતા. સંજય સિંહની સાથે તેમની પત્ની અમિતા સિંહ પણ ભાજપમાં જોડાઈ ગઈ હતી.

► ભુવનેશ્વર કલિતા Uttar Pradesh Congress
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ ભુવનેશ્વર કલીતા પણ વર્ષ 2019માં ભાજપમાં જોડાઈ ગયા હતા. હકીકતમાં કલીતા આર્ટીકલ 370ને લઈને કોંગ્રેસના વલણથી નારાજ હતા. એવામાં તેમણે રાજ્યસભાની સીટ પરછી રાજીનામું આપી દીધુ. તેમણે કહ્યું પણ હતું કે, કોંગ્રેસ આપઘાત કરવા જઈ રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat