Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ કોરોનાથી સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ કોરોનાથી સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ

0
20

ગાંધીનગર/મુંબઈ: દેશમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, ત્યારે નેતાઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવ (Rajeev Satav)  કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે કોંગ્રેસના જ અન્ય નેતા રેણુકા ચૌધરીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બન્ને નેતાઓએ અપીલ કરી છે કે, તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો પોતોનો કોરોના ટેસ્ટ કરાવી લે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે (Rajeev Satav)  જણાવ્યું કે, સામાન્ય લક્ષણો જોવા મળ્યા બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે તાજેતરમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કહ્યું છે કે, તેઓ કોવિડ પ્રોટોકોલનું પાલન કરે અને ખુદનો કોરોના ટેસ્ટ કરાવે.

આ પણ વાંચો:  મહારાષ્ટ્રમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, હેલ્થ એક્સપર્ટોએ આપી ચેતવણી (Rajeev Satav) 

આ જાણકારી આપ્યાના થોડા સમય પહેલા જ રાજીવ સાતવે (Rajeev Satav)  ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને વર્ચ્યૂઅલ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, તેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યાં છે.

રાજીવ સાતવ પહેલા હાલના દિવસોમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાજ્યસભામાં વિપક્ષ નેતા આનંદ શર્મા, પાર્ટીના પ્રવક્તા રણદીપ સૂરજેવાલા, દિગ્વિજય સિંહ, અધીર રંજન ચૌધરી, શશિ થરૂર અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat