Gujarat Exclusive > રાજનીતિ > કોંગ્રેસ નેતાનો સોનિયા ગાંધીને પત્ર- ‘NCP-શિવસેના પાર્ટી વિરુદ્ધ રચી રહ્યાં છે ષડયંત્ર’

કોંગ્રેસ નેતાનો સોનિયા ગાંધીને પત્ર- ‘NCP-શિવસેના પાર્ટી વિરુદ્ધ રચી રહ્યાં છે ષડયંત્ર’

0
169

મુંબઈ: મહારાષ્ટ્રમાં સોનિયા ગાંધીના (Sonia Gandhi) નામે લખવામાં આવેલા એક પત્રના કારણે રાજકારણ (Maharashtra Politics) ગરમાયું છે. આ પત્રમાં શિવસેના (Shiv Sena) અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) પર કોંગ્રેસ (Congress) વિરુદ્ધ ષડયંત્ર રચનાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ મુંબઈ કોંગ્રેસના મહાસચિવ વિશ્વબંધુ રાયે (Vishwabandhu Rai) લગાવ્યો છે.

સોનિયા ગાંધીને (Sonia Gandhi) લખેલા પત્રમાં તેમણે લખ્યું છે કે, મહાવિકાસ અઘાડી (Maha Vikas Aghadi) સરકારમાં કોંગ્રેસને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. શિવસેના અને NCPની આ એક ચાલ છે. Maharashtra Politics

‘કોંગ્રેસે એક વર્ષમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું’ શીર્ષક હેઠળ વિશ્વબંધુ રાયે સોનિયા ગાંધીને લખેલા આ પત્રમાં જણાવ્યું છે કે, મહાવિકા અઘાડી સરકારને (Maha Vikas Aghadi) એક વર્ષ પૂરા થઈ ચૂક્યાં છે. કોંગ્રેસ પાર્ટી ઉદ્ધવ સરકારની સહયોગી બની છે. શિવસેના અને NCP મહારાષ્ટ્ર સરકારને ચલાવવાની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. NCP ધીમે-ધીમે કોંગ્રેસને (Congress) નબળી કરવા મથી રહી છે. Maharashtra Politics

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 31 જાન્યુઆરી સુધી લૉકડાઉન, નવા વર્ષની ઉજવણી સાદાઈથી કરવા સરકારની અપીલ sonia gandhi

વિશ્વબંધુ રાયે (Vishwabandhu Rai) અનેક બાબતોનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોંગ્રેસના મંત્રીઓને જમીની સ્તર પર કોઈ મોટું કામ નથી કરવા દેવામાં આવતું. પાર્ટી કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોને મંત્રીઓના વિભાગોની જાણ સુદ્ધા નથી.

આપણી સહયોગી પાર્ટી NCP અને શિવસેના જાણી જોઈએ એક રણનીતિ અંતર્ગત કોંગ્રેસને (Congress) નુક્સાન પહોંચાડવા માટે મથી રહ્યાં છે અને પોતાની પાર્ટીની પક્કડ મજબૂત બનાવવા કામ કરી રહ્યા છે. Maharashtra Politics

તેમણે આગળ લખ્યું છે કે, વર્ષ-2019માં કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલા ચૂંટણી વાયદાઓ પર કોઈ કામ નથી થઈ રહ્યું. પાર્ટીમાંથી લોકોના પલાયનને રોકવા માટે ચોક્કસ પગલા ભરવાની આવશ્યક્તા છે. શિવસેના અને NCPને ગઠબંધન ધર્મ સમજાવવાની પણ જરૂરત જણાઈ આવે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9