Gujarat Exclusive > રાજનીતિ > કોંગ્રેસમાં અસંતોષ વધ્યો! હવે ગુલામ નબી આઝાદે ગણાવી પાર્ટીની કમીઓ

કોંગ્રેસમાં અસંતોષ વધ્યો! હવે ગુલામ નબી આઝાદે ગણાવી પાર્ટીની કમીઓ

0
61
  • ફાઈવ સ્ટાર હોટલોમાં બેસીને કે એસી કારોમાં ફરીની ચૂંટણી નથી જીતી શકાતી
  • અમે પાર્ટીના સુધારાવાદી છીએ, કોંગ્રેસના બળવાખોર નહીં

Gulam Nabi Azad on Party Perfomance: કોંગ્રેસ (Congress) પાર્ટીમાં ચાલતી આંતરિક ખેંચતાણથી સૌ કોઈ વાકેફ છે. વરિષ્ઠ નેતાઓ (Congress Leaders) સામે આવીને સંગઠનના માળખામાં પરિવર્તનની વાત પર ભાર મૂકી રહ્યાં છે. બિહાર ચૂંટણી અને પેટાચૂંટણીઓમાં પરાજય (Bihar Election Result) બાદ પાર્ટી નેતાઓએ નેતૃત્વની નીતિઓની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે.

થોડા દિવસ પહેલા કપિલ સિબ્બલે કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન પર પોતાનો મત પ્રકટ કર્યો હતો. હવે વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે (Ghulam Nabi Azad) પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, પાર્ટીનું (Congress) માળખુ ફરીથી બનાવવાની જરૂરત છે.

ગુલામનબી આઝાદે (Ghulam Nabi Azad) કહ્યું કે,
“તેઓ બિહાર (Bihar Election Result) અને અન્ય રાજ્યોમાં હાર માટે પાર્ટીના નેતૃત્વને જવાબદાર નથી ઠેરવતા. અમારા લોકોના જમીનસ્તર પર કનેક્શન તૂટી ગયું છે. કાર્યકર્તાઓને પાર્ટી પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. અમારા નેતાઓની સમસ્યા એ છે કે, જો ટિકિટ મળી ગઈ તો સૌથી પહેલા 5-સ્ટાર બુક કરાવે છે. એસી કાર વિના બહાર નથી નીકળતા. ફાઈવ સ્ટાર કલ્ચરથી (Five Star Culture In Congress) ચૂંટણી જીતી નથી શકાતી. જ્યાં સુધી આપણે આ કલ્ચર નહી છોડીએ, ત્યાં સુધી આપણે ચૂંટણી જીતી નહીં શકીએ.”

આ પણ વાંચો: કેન્દ્ર સરકારની રાજ્યોની સલાહ, કોરોના સંક્રમણથી બચવા ટેસ્ટિંગ વધારો

આઝાદે (Ghulam Nabi Azad) વધુમાં કહ્યું કે,
“તેઓ કોરોના મહામારીના (Corona Pandemic) કારણે ગાંધી પરિવારને (Gandhi Family) ક્લીન ચિટ આપી રહ્યાં છે, કારણ કે હાલ તેઓ વધુ કાંઈ કરી નથી શકતાં. અમારી માંગોમાં પરિવર્તન નથી આવ્યું. તેઓએ અમારી મોટા ભાગની માંગો માની લીધી છે. જો અમારી (Congress) લીડરશિપ રાષ્ટ્રીય વિકલ્પ બનવા માંગે છે, તો તેણે ચૂંટણી કરાવવી જોઈએ.

છેલ્લા 72 વર્ષોમાં કોંગ્રેસ (Congress) પોતાના નીચલા સ્તર પર છે. છેલ્લી બે વખતથી પાર્ટી પાસે લોકસભામાં વિપક્ષના નેતાનો દરજ્જો પણ નથી. જ્યાં સુધી અમે દરેક સ્તરે અમારા કામ કરવાની રીત નહીં બદલીયે, ચીજો નહીં બદલાય. લીડરશિપે કાર્યકર્તાઓને એક પોગ્રામ આપવો જોઈએ અને પદ માટે ચૂંટણી કરાવવી જોઈએ. Ghulam Nabi Azad

પાર્ટીનું માળખુ વેરવિખરે થઈ ચૂક્યું છે, જેને મજબૂત બનાવવાની જરૂરત છે. હવે આ માળખામાં કોઈ નેતા ચૂંટાય તો જ કામ ચાલશે. જો કે એવું કહેવું કે, માત્ર નેતા બદલવાથી બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ જીતી જઈશું, તે ખોટું છે. આ બધુ સિસ્ટમ બદલવાથી જ થશે. અમે (Ghulam Nabi Azad) સુધારાવાદી છીએ, ના કે બળવાખોર.”

તાજેતરમાં જ અંગ્રેજી દૈનિક “ધી ઈન્ડિયન એક્સપ્રેસ”ને આપેલા ઈન્ટર્વ્યૂમાં કપિલ સિબ્બલે પણ કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે પાર્ટી (Congress) નેતૃત્વએ દરેક ચૂંટણીમાં પોતાના પરાજયને જ પોતાનું ભવિષ્ય સ્વીકારી લીધુ છે. બિહાર જ નહીં, પેટાચૂંટણીના પરિણામોથી પણ એવું જ લાગી રહ્યું છે કે, દેશના લોકો કોંગ્રેસ પાર્ટીને મજબૂત વિકલ્પ માનવા તૈયાર નથી.