Gujarat Exclusive > રાજનીતિ > કોંગ્રેસ આજે મનાવી રહી છે ‘કિસાન અધિકાર દિવસ’, રાજભવનોનો કરશે ઘેરાવ

કોંગ્રેસ આજે મનાવી રહી છે ‘કિસાન અધિકાર દિવસ’, રાજભવનોનો કરશે ઘેરાવ

0
90

Farmers Protest In India: નવા કૃષિ કાયદાને (Farm Laws 2020) રદ્દ કરવાની માંગ સાથે આજે તમામ રાજ્યોમાં કોંગ્રેસ (Congress) પાર્ટી “કિસાન અધિકાર દિવસ” (Kisan Adhikar Diwas) મનાવશે. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ રાજ ભવન સુધી માર્ચ કરશે. ખેડૂતોના સમર્થનમાં દરેક જિલ્લા મુખ્ય મથક પર કોંગ્રેસ પાર્ટી “કિસાન અધિકાર દિવસ”ના (Kisan Adhikar Diwas) રૂપમાં એક જન આંદોલન કરશે.

માર્ચ અને ધરણાં બાદ નેતાઓ અને કાર્યકર્તાઓ રાજ ભવન સુધી જઈને સરકારે ત્રણેય કાયદાઓનો (Farm Laws 2020) અંત લાવવા માટે આવેદન સોંપશે. કૃષિ કાયદાના મામલે કેન્દ્ર સરકાર ચોતરફથી ઘેરાઈ છે. છેલ્લા 50 દિવસોથી દિલ્હીની બોર્ડર પર સેંકડો ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest In Delhi) ચાલી રહ્યું છે અને આવા સમયે કોંગ્રેસ (Congress) પણ રસ્તા પર ઉતરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનું સમર્થન કરશે.

આ પણ વાંચો:  નીતિ આયોગ અને નાણાં મંત્રાલયની નારાજગીને નજર અંદાજ કરીને અદાણીને 6 એરપોર્ટ સોંપાયા!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લોકોને ખેડૂત આંદોલનમાં (Farmers Prptest) જોડાવવાની અપીલ કરતા લખ્યું છે કે, દેશના અન્નદાતાઓ પોતાના અધિકાર માટે અહંકારી મોદી સરકાર (Modi Government) વિરુદ્ધ સત્યાગ્રહ કરી રહ્યાં છે. આજે સમગ્ર દેશ ખેડૂતો પર થઈ રહેલા અત્યાચાર અને પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતો વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવી રહ્યો છે. આ સાથે જ કોંગ્રેસ (Congress) સોશિયલ મીડિયા પર પણ એક અભિયાન ચલાવી રહી છે.

જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લાંબા સમયથી મોદી સરકારને ખેડૂત આંદોલન મુદ્દે ઘેરી રહ્યાં છે. રાહુલે ત્રણ કૃષિ કાયદાને ખેડૂતો માટે નુક્સાનકારક અને અમીર ઉદ્યોગપતિઓ માટે ફાયદાકારક ગણાવ્યા છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, મોદી સરકારની જીદના કારણે અનેક ખેડૂતો મોતને ભેટ્યા છે. એવામાં હવે સરકારે આ કૃષિ કાયદાને પરત લેવા જોઈએ.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9