Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ભાવનગર: પાલીતાણા પાલિકા કચેરીમાં કોંગ્રેસના મેન્ડેટ આંચકી ફાડી નાંખતા હોબાળો

ભાવનગર: પાલીતાણા પાલિકા કચેરીમાં કોંગ્રેસના મેન્ડેટ આંચકી ફાડી નાંખતા હોબાળો

0
49

ભાવનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ રાજકારણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ ખેંચતાણ વચ્ચે જાહેર કરાયા છે, ત્યારે બીજી બાજુ પાલીતાણામાં કોંગ્રેસ ઉમેદવારોના મેન્ડેટ કોંગ્રેસ પ્રમુખના હાથમાંથી આંચકીને ફાડી નાંખવામાં આવ્યા હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. Palitana Nagar Palika

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો શનિવારે છેલ્લો દિવસ હતો. જેને પગલે કોંગ્રસે ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પાલીતાણા નગરપાલિકા માટે કોંગ્રેસના તમામ ઉમેદવારોના મેન્ડેટ લઇને પાલીતાણા તાલુકાના પ્રમુખ કરણ મોરી પાલીતાણા નગરપાલિકા કચેરીએ જઇ રહ્યા હતા. આ સમયે નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં પહોંચતા જ કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા તેમની પાસે રહેલા મેન્ડેટ આંચકી લઈ અને ફાડી નાખવામાં આવ્યા હતા. Palitana Nagar Palika

આ પણ વાંચો: ટ્રમ્પ ફરીથી મહાભિયોગથી બચ્યાં, રિપબ્લિકન પાર્ટીના માત્ર 7 સાંસદોએ પ્રસ્તાવના સમર્થનમાં આપ્યો વોટ Palitana Nagar Palika

આ મામલે ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા પ્રવિણભાઈ રાઠોડે જણાવ્યું કે, કોંગ્રેસના જ નેતા હયાતખાન બલોચને ટિકિટ આપવામાં આવી નથી. જેના કારણે તેમણે પોતાના માણસો મોકલીને આ કૃત્ય કર્યું છે. આ માટે નગરપાલિકાના CCTV કેમેરા પણ જાણી જોઈને બંધ કરી દેવામાં આવ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. Palitana Nagar Palika

હવે મેન્ડેટ ફાટી જવાના કારણે ઉમેદવારોના ફોર્મ રદ્દ પણ થઈ શકે છે. આ અંગે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને આ ઘટના અંગે રજૂઆત મળી છે અને ઘટના અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat