કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. રાજ્ય વિધાનસભાની કુલ 224 બેઠકોમાંથી 124 બેઠકો માટેના ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ ઉમેદવારોની યાદી બહાર પાડતા પાર્ટીએ લખ્યું, “આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આખરી કરાયેલ કોંગ્રેસના ઉમેદવારોની આ પ્રથમ યાદી છે.”
Here is the first list of Congress candidates finalised by the CEC for the forthcoming Karnataka assembly elections. pic.twitter.com/MeySmYLPev
— Congress (@INCIndia) March 25, 2023
આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેના નામ મુખ્ય છે.
સિદ્ધારમૈયા વરુણથી શિવકુમાર કનકપુરાથી અને પ્રિયંક ખડગે ચિત્તપુર આરક્ષિત બેઠક પરથી નસીબ અજમાવશે.
કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 15 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આગામી થોડા દિવસોમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની ધારણા છે.
Advertisement