Gujarat Exclusive > ગુજરાત > 25 ટકા ફી માફી, સરકારે ફરી પાછુ ગાજર લટકાવ્યુંઃ કોંગ્રેસના સરકાર પર પ્રહાર

25 ટકા ફી માફી, સરકારે ફરી પાછુ ગાજર લટકાવ્યુંઃ કોંગ્રેસના સરકાર પર પ્રહાર

0
203
  • કોંગ્રેસ દ્વારા 100 ટકા ફી માફીની માંગ કરવામાં આવી
  • સરકાર ફી નિયમન કાયદો લાવી તેના પછી પણ ફી 85 ટકા વધી

અમદાવાદઃ સરકારે કોરોના કાળ જેવી વિષમ સ્થિતિમાં પણ ફક્ત 25 ટકા ફી માફી કરીને રીતસરનું ગાજર (Congress-Fee mafi) લટકાવ્યું છે. વાલીઓ દ્વારા 50 ટકા ફી માફીની માંગ (Congress-Fee mafi)કરવામાં આવી હતી, તેની સામે સરકારે ફક્ત 25 ટકા જ ફી માફી કરી છે. કોંગ્રેસે આ અંગે વિરોધનો સૂર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ તો રીતસરનો લોકોની પરિસ્થિતિનો ઉપહાસ છે. સરકાર સમક્ષ કોંગ્રેસની માંગ છે કે લોકોની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તેણે 100 ટકા ફી માફી કરવી જોઈએ.

સરકારે કમસેકમ એક સત્રની પૂરેપૂરી ફી માફી તો કરવી જ જોઈએ. કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયો છે. સરકાર ફી નિયમન કાયદો લાવી હતી તેના પછી પણ ફીમાં 85 ટકા વધારો થયો છે. ગુજરાતના વાલીઓ મોંઘા શિક્ષણથી પરેશાન થઈ ગયા છે.

આ પણ વાંચોઃ BREAKING : ગુજરાત સરકાર દ્વારા વાલીઓને ફીમાં 25 ટકા રાહત

સરકારે જાહેર કરેલો ફી ઘટાડો (Congress-Fee mafi)વાસ્તવમાં વાલીઓ સાથે એક પ્રકારની છેતરપિંડી જ છે. શાળાઓ નવેમ્બર સુધી બંધ છે તો સરકારે કમસેકમ એક સત્રની ફી માફ કરવી જ જોઈએ. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ આ મુદ્દે સરકારનો વિરોધ કરવાનું જારી રાખશે. વાલીઓ પણ સરકારના આ નિર્ણયથી સંતુષ્ટ નથી, તેમણે કહ્યું હતું કે તેઓ તેમની માંગ પૂરી કરવા જરૂર પડશે તો આંદોલન પણ કરશે.

સરકારનું કહેવું છે કે તેમણે વાલીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને જ આ નિર્ણય લીધો છે. હાલમાં કોઈ રજિસ્ટર વાલીમંડળ નથી. કોંગ્રેસની 100 ટકા ફી માફીની માંગ સામે સરકારે કહ્યું હતું કે કોંગ્રેસ પોતે બતાવે કે કયા કોંગ્રેસ શાસિત રાજ્યમાં આટલી ફી માફી થઈ છે.

આ પણ વાંચોઃ અડગ વાલી સામે સ્કૂલ ઝૂકીઃ છેવટે વિદ્યાર્થીને ફી વગર જ શાળાએ સ્કૂલ લીવિંગ સર્ટીફિકેટ આપ્યું

કોંગ્રેસનો દાવો હતો કે સરકારનો આ નિર્ણય લોકોને રાહત આપતો નિર્ણય નથી, પરંતુ ખાનગી સ્કૂલના સંચાલકોને રાહત આપતો નિર્ણય છે. જ્યારે વાલીઓ માટે તો તેણે રીતસરનું ગાજર જ લટકાવ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં સ્કૂલ ફી (Congress-Fee mafi)મામલે કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકરોએ રસ્તો રોકી આંદોલન કર્યુ હતુ. સરકારના આ નિર્ણય સામે વાલીઓમાં મોટાપાયે નારાજગી રહી છે. વાલી મંડળની બેઠકમાં આ અંગે ચર્ચા થશે. આ બેઠક બાદ વાલીમંડળ આગળની રણનીતિ કરશે. સુરતની સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી વારંવાર ફી માંગવામાં આવતા વાલીઓમાં આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે.