Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટ કોંગ્રેસમાં ધમસાણઃ બે નેતાને ઉમેદવારી નોંધાવવાના મેન્ડેટથી વિવાદ

રાજકોટ કોંગ્રેસમાં ધમસાણઃ બે નેતાને ઉમેદવારી નોંધાવવાના મેન્ડેટથી વિવાદ

0
102

વિજય જાડેજા અને આદિત્ય ગોહિલ વચ્ચે ટિકિટ મેળવવા ખેંચતાણ

રાજકોટઃ રોજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક વોર્ડમાં કોંગ્રેસ બે નેતાઓને મેન્ડેટ (Congress double mandate) આપતા ધમસાણ થઇ ગયું. શનિવારે ઉમેદવારી નોંધાવવાન છેલ્લા દિવસે વિજય સિંહ જાડેજા અને આદિત્ય ગોહિલ બંને ફોર્મ ભરવા કલેકેટર કચેરીએ પહોંચતા વિવાદ સર્જાયો અને તેમની વચ્ચે ખેંચતાણની સ્થિતિ સર્જાઇ હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત બાદથી મુખ્ય પક્ષો ભાજપ-કોંગ્રેસમાં છેલ્લી ઘડી ઉમેદવારોને લઇને રહસ્ય રહ્યું. ભાજપે તો બે દિવસ પહેલાં પોતાના તમામ 192 ઉમેદવારો જાહેર કરી દીધા હતા. પરંતુ કોંગ્રેસમાં અસમંજસની સ્થિતિ હજુ સુધી બનેલી છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. પરંતુ મોટા ભાગે તેણે ઉમેદવારો જાહેર કર્યા નથી. માત્ર નેતાઓને મેન્ડેટ આપીને ફોર્મ ભરવાની સુચના અપાઇ રહી છે.

આ પણ વાંચોઃ વડોદરા ભાજપમાં મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપકનો ખુલ્લો બળવોઃ કહ્યું- હું ભાજપને હરાવીશ

છેલ્લી ઘડીએ સ્પષ્ટતા થઇ જશેઃ કોંગ્રેસ

રાજકોટમાં વિજય સિંહ જાડેજ અને આદિત્ય ગોહિલ એક સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચતા ગરમાગરમીનું વાતાવરણ સર્જાયું હતું. બંનેનો દાવો હતો કે પક્ષ તરફથી તેમને મેન્ડેટ મળ્યું છે. જો કે ડબલ મેન્ડેટ અંગે કોંગ્રેસના સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે છેલ્લી ઘડીએ એક નામ અંગે મેન્ડેટ અપાશે. Congress double mandate

કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી નહીં કરવાને લીધે કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. અમદાવાદમાં પણ આવી પરિસ્થિતિ છે. જેના લીધે NSUIના 750 કાર્યકરોએ ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામા આપી દીધા. Congress double mandate

અન્ય વોર્ડમાં પણ ડબલ મેન્ડેટની સંભાવના Congress double mandate

એવી સંભાવના વ્યકત કરાઇ રહી છે. કોંગ્રેસ દ્વારા અન્ય કેટલાક વોર્ડ માટે પણ ડબલ મેન્ડેટ અપાયું હશે. જો કે તે અંગે હજુ માહિતી પ્રાપ્ત થઇ નથી. Congress double mandate

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોંગ્રેસે બારોબાર ઉમેદવારોને મેન્ડેટ આપતા અસંતોષ, NSUIના અનેક કાર્યકર્તાઓના રાજીનામાં

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat