Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત: રેમડેસિવિર ઈન્જેક્શનમાં મોટા કૌભાંડની આશંકા, કોંગ્રેસે CBI તપાસની માંગ કરી

ગુજરાત: રેમડેસિવિર ઈન્જેક્શનમાં મોટા કૌભાંડની આશંકા, કોંગ્રેસે CBI તપાસની માંગ કરી

0
53

અમદાવાદ: કોરોનાના ગંભીર દર્દીઓ માટે રામબાણ મનાતી રેમડેસિવિર ઈન્જેક્શનની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. જેના પગલે તેની કાળાબજારી શરૂ થઈ ગઈ છે. લોકો કોઈ પણ કિંમત ચૂવકીને રેમડેસિવિર ખરીદવા તૈયાર થઈ ગયા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનના કાળા બજાર વચ્ચે સ્ફોટક પૂરાવા રજૂ કરીને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. remdesivir Scam

આ અંગે વિગતો આપતા કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં બેડ ના મળે, ઓક્સિજનની અછત અને વેન્ટિલેટર નથી મળી રહ્યાં. આટલું જ નહીં, કોરોના કાળમાં માસ્કના દંડના નામે વસૂલાત, ડુપ્લિકેટ સેનેટાઈઝરના કાળાબજાર બાદ આ બીજી લહેરમાં રેમડેસિવિર ઈન્જેક્શનના બેફામ કાળાબજાર થઈ રહ્યાં છે. remdesivir Scam

કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, જે ઈન્જેક્શનની કિંમત 800 થી 2500 રૂપિયા હોય, તેજ 15000 થી 75 હજાર રૂપિયામાં ખરીદવા મજબૂર થવું પડે છે. આ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર બન્યું છે. ગુજરાતના ગામથી લઈને શહેર અને સચિવાલય સુધી આ મહામારીની અંદર ભ્રષ્ટાચાર, કાળા બજારીયાઓ બેરોકટોક પોતાની મનમાની કરે છે.

આ પણ વાંચો:  સુરત: રેમડેસિવિરની કાળાબજારી કરી રહેલા તબીબોને કોર્ટે સંભળાવી અનોખી સજા remdesivir Scam

પોતાની વાતના પુરાવા રજૂ કરતાં મનિષ દોશીએ જણાવ્યું કે, રેમડેસિવિર ઈન્જેક્શનની ઉપ્તાદક 7 કંપનીઓ પૈકીની એક હેટરોએ પોતાની વેબસાઈટ પર ડેટા મૂક્યાં છે. જેમાં કોને-કોને અને ક્યા કેમિસ્ટને આ ઈન્જેક્શન આપવામાં આવ્યા? તેની વિગતો છે. જેનાથી સાબિત થાય છે કે, ભાજપ સરકારના આશીર્વાદથી કાળાબજાર થઈ રહ્યાં છે.

હેટરો કંપનીએ 90 હજારથી વધારે ઇન્જેક્શન ગુજરાતને આપ્યા છે. જેમાંથી ગુજરાત સરકારને 12 હજાર ઇન્જેક્શન, જ્યારે રાજ્યના 252 ખાનગી ફાર્મા એજન્સીઓને 78 હજારથી વધારે ઇન્જેક્શન આપ્યા છે. જો આ સમગ્ર મામલે તટસ્થ તપાસ થશે તો અનેક કૌભાંડીઓના નામ સામે આવવાની શક્યતા છે. remdesivir Scam

જો અન્ય તમામ કંપનીઓ આવી પારદર્શક હોય અને દર્દીને લૂંટાતા બચાવવા માંગતી હોય તેમને કાળા બજારને પ્રોત્સાહન આપવા ના માંગતો હોય, તો આ સમગ્ર કૌભાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવી જોઈએ.

CBI તપાસની માંગ કરતાં મનિષ દોશીએ જણાવ્યું કે, આ સમગ્ર કૌભાંડનું એપીસેન્ટર ગુજરાત છે. ગુજરાતના સત્તાસ્થાને બેઠેલા નેતાઓના આશીર્વાદથી જ આ સમગ્ર કૌભાંડ બેરોકટોક ચાલી રહ્યું છે. આથી કોંગ્રેસની માંગ છે કે, કોરોના કાળમાં રેમડેસિવિર ઈન્જેક્શનના કાળા બજાર માટે જવાબદાર લોકોની તટસ્થ તપાસ થાય અને તેમની સામે કડક પગલા લેવામાં આવે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat