Gujarat Exclusive > રાજનીતિ > પ. બંગાળઃ કોંગ્રેસની સુરતવાળી થવાનાં એંધાણ, TMC-ભાજપ વચ્ચે મુખ્ય દંગલ

પ. બંગાળઃ કોંગ્રેસની સુરતવાળી થવાનાં એંધાણ, TMC-ભાજપ વચ્ચે મુખ્ય દંગલ

0
38
  • બંગાળમાં કોંગ્રેસ મનથી હારી ગઇ હોવાનું લાગે છે, પ્રચારમાં પણ રાહુલ-પ્રિયંકા નદારદ
  • લેફટ ઉપરાંત કોંગ્રેસ મુસ્લિમ મતો સાચવવા મૌલવી પીરઝાદા અબ્બાસ સાથે હાથ મિલાવ્યા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં 5 વર્ષમાં ઘણુ બદલાઇ ગયું. એક સમયે બંગાળની ગાદી પર બેસેલી કોંગ્રેસ (Congress collapse) હવે ભૂંસાતી જાય છે. ચૂંટણી પંચે બંગાળ સહિતના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી.

માર્ચ એપ્રિલમાં બંગાળમાં ચૂંટણી યોજાશે. આ વખતની ચૂંટણીમાં અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગે છે કે મુખ્ય દંગલ તૃણમુલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચે યોજાશે. કોંગ્રેસના હાલ તાજેતરમાં સુરત મનપાની ચૂંટણી જેવા થાય તો નવાઇ નહીં.

વિધાનસભા માટે કોંગ્રેસે ડાબેરીઓ ઉપરાંત મુસ્લિમ મતો માટે મૌલવી પીરઝાદા અબ્બાસ સાથે ગઠબંધન કર્યું છે. તેમ છતાં હજી સુધી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કે મહામંત્રી પ્રિયંકા ગાંધી ક્યાંય પ્રચાર (Congress collapse) કરતા દેખાયા નથી.

આ પણ વાંચોઃ મમતા દીદી ભડક્યાં, કહ્યું- મોદી -શાહ કોઇ દિવસ દેશનું નામ બદલી નાંખશે

2016માં મુખ્ય વિપક્ષ કોંગ્રેસની 44 બેઠકો, ભાજપની માત્ર 3 બેઠક હતી

2016ની વિધાનસભા ચૂંટણીમાં 294 સભ્યોની વિધાનસભામાં તૃણમુલ કોંગ્રેસ એકતરફી વિજય મેળવતા 211 બેઠકો કબજે કરી હતી. કોંગ્રેસને 44 અને લેફ્ટ પાર્ટીઓને 32 બેઠકો મળી હતી. જ્યારે ભાજપે માત્ર 3 બેઠકથી સંતોષ માન્યો હતો. 4 બેઠકો અન્યને ફાળે ગઇ હતી.

પશ્ચિમ બંગાળમાં થઇ રહેલા ચૂંટણી પ્રચારમાં હજુ ક્યાંય કોંગ્રેસનું અસ્તિત્વ દેખાયું નહીં. જ્યારે 2016માં કોંગ્રેસ મુખ્ય વિપક્ષ હતો. પરંતુ 2019ની લાકોસભા ચૂંટણીમાં ભાજપના અભૂતપૂર્વ દેખાવ બાદ કોંગ્રેસ જાણે જાતે જ બેકફૂટ

(Congress collapse)પર જતી રહી હોવાનું લાગે છે.

ભાજપે આ વખતે સંપૂર્ણ તાકાત ઝોંકી દીધી

બીજી બાજુ મુખ્યમંત્રી અને ટીએમસીના નેતા મમતા બેનરજી તૃણમુલની સરકાર બચાવવા ભરપુર પ્રયત્ન કરી રહ્યા છે. તો ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પક્ષ પ્રમુખ જેપી નડ્ડા ઉપરાંત યુપીના સીએમ યોગી આદિત્યાત્યનાથ સાથે સંપૂર્ણ તાકાત ઝોંકી દીધી છે.

મમતા સત્તા સાચવવા રિત દિવસ એક કરી રહ્યાં છે

પરંતુ 2019ની લોકસભા ચૂંટણીઓ બાદ રાજ્યમાં પણ પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. ભાજપ બેકફૂટમાંથી ફ્રન્ટફૂટ પર આવી ગયો છે. એટલી હદે કે સીએમ મમતા બેનરજીની રાતોની ઊંઘ હરામ થઇ ગઇ છે. તેઓ વર્ચસ્વ અને ટીએમસીની સત્તા ટકાવી રાખવા રાત દિવસ એક કરી રહ્યા છે. સામે ભાજપના ચાણક્ય અમિત શાહે મમતાને પશ્ચિમ બંગાળમાંથી ઊખાડી ફેંકવાનો પડકાર ફેંક્યો છે.

આ પણ વાંચોઃ નુસરત અને મિમિ બાદ પાયલ સરકાર! બંગાળી સિનેમાનો વધુ એક ગ્લેમરસ ચહેરો હવે રાજકારણમાં

ભાજપે તૃણમુલના ગઢમાં ગાબડુ પાડી દીધુ

ભાજપ કોઇ પણ ભોગે બંગાળમાં સત્તા હાંસલ કરવા માંગે છે. જેના માટે છેલ્લા પાંચ વર્ષમાં જમીની સ્તરે જે પાયો નાંખ્યો તેની અસર દેખાઇ રહી છે. ભગવા પાર્ટીએ મમતા બેનરજીની ટીએમસીમાં ઘૂસપેઠ કરી અને ટોચના નેતાઓને પોતાના પાળામાં કરી લીધા છે. હજુ ચૂંટણી સુધી વધુ ગાબડુ પાડવાની તેની યોજના છે.

બંગાળ વિધાનસભા પર કબજો કરવા માટે ભાજપે તેની પરંપરા મુજબ હિન્દુત્વનું કાર્ડ અજમાવ્યું છે. જેના માટે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પક્ષ પ્રમુખ જેપી નડ્ડા વારંવાર બંગાળનો પ્રવાસ ખેડી રહ્યા છે.

આવી પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ (Congress collapse)ચૂંટણી પહેલાં જ જાણે હાર સ્વીકારી પોતાને સાઇડ લાઇન કરી લીધું હોવાનું લાગે છે. બંગાળના રાજકીય વિશ્લેષકનું કહેવું છે કે હવે બંગાળમાં પરિવર્તનનું પુનરાવર્તન થઇ રહ્યું છે. પહેલાં કોંગ્રેસ માટે સ્પેસ હતું.

આઝાદી બાદ કોંગ્રેસના વિધાનચંદ્ર રાય બંગાળના CM બન્યા

આઝાદી બાદ 1947માં રાજ્યમાં કોંગ્રેસની સરકાર રચાઇ. 1948માં કોંગ્રેસના વિધાનચંદ્ર રાય બંગાળના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. પછી કોંગ્રેસનું સ્થાન લેફટે લઇ લીધું. 60 અને 70ના દાયકામાં ડાબેરીઓએ નહીં ચલેગા નહીં ચલેગા મૂવમેન્ટ ચલાવી સત્તા હાંસલ કરી લીધી.

આ પણ વાંચોઃ કોંગ્રેસનું આ પ્રકારે પતન થવું લોકતંત્ર માટે યોગ્ય નથી: સંજય રાઉત

70ના દાયકા બાદ લેફ્ટની 34 વર્ષ સત્તા

પહેલાં યુનાઇટેડ ફ્રન્ટ, પછી 1977થી લેફ્ટ ફ્રન્ટ થયું. જેણે 34 વર્ષો સુધી બંગાળ પર રાજ કર્યું. ત્યાર બાદ કોંગ્રેસમાંથી નારાજ થઇ અલગ મોરચો બનાવેલા મમતા બેનરજીએ સત્તા હાંસ કરી. હવે પાછું પરિવર્તનની આંધી ફૂંકાઇ રહી છે.

આ વખતે કોંગ્રેસે ડાબેરીઓ ઉપરાંત એક સમયના મમતાના વિશ્વાસુ રહેલા મૌલવી પીરઝાદા અબ્બાસ સિદ્દિકી સામે હાથ મિલાવ્યા છે. મૌલવીની પાર્ટી ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ થકી કોંગ્રેસ મુસ્લિમ નતા સાચવવા માંગે છે. તાજેતરમાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે ટીએમસી ભાજપનો મુકાબલો કરી શકતી નથી અને ભાજપ સામે માત્ર કોંગ્રેસ-લેફટ જ ટકી શકે છે. તે કોંગ્રેસનો ડર વ્યક્ત કરે છે.

કોંગ્રેસને બે વખત તક મળી

વિશ્લેષકો કહે છે કે લેફટના શાસન વખતે કોંગ્રેસ પાસે બે વખત તક હતી. પહલાં નારાજ મમતા બેનરજીને સાચવી ન શકી અને મમતા અસલી કોંગ્રેસ થઇ ગયાં અને કોંગ્રેસ ખતમ થવા લાગી. રાજ્યમાં તૃણમુલે કોંગ્રેસની જગ્યા લઇ લીધી. અત્યારે પણ તેની પાસે મુખ્ય વિપક્ષ થવાનો મોકો હતો. કારણ કે સીપીએમ પહેલાં જ ખતમ થઇ ગઇ.

રાહુલ ગાંધીની સંપૂર્ણ નિષ્ફળતાને કારણે કોંગ્રેસ બેકફૂટ પર જતી રહી. તેનું સ્થાન ભાજપે લઇ લીધું. આ ચૂંટણીમાં ભાજપ જીતશે કે નહીં તે તો સમય કહેશે પરંતુ એટલું નક્કી નક્કી છે કે 2016માં માત્ર 3 બેઠક જીતનાર ભાજપ રાજ્યમાં બહુ મજબૂત સ્થાન જમાવી લેશે.

આ પણ વાંચોઃ સુરત મનપામાં કોંગ્રેસને અભૂતપૂર્વ જાકારો, ભાજપ સામે ‘આપ’ બન્યો વિપક્ષ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat