Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં તમામ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો રકાસ, કાર્યાલય પર સન્નાટો

ગુજરાતમાં તમામ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો રકાસ, કાર્યાલય પર સન્નાટો

0
29

અમદાવાદ: મહાનગરપાલિકામાં હંમેશા ભાજપનો હાથ ઉપર જ રહ્યો છે પણ કોંગ્રેસ માત્ર દેખાવા માટે ચૂંટણી લડતી હોય તેમ લાગી રહ્યુ છે. મહાનગરપાલિકામાં કોંગ્રેસનો રકાસ થયા બાદ કોંગ્રેસ કાર્યાલય સુનુ ભાસતુ હતું ત્યા કોઇ ચકલા પણ ઉડતા જોવા મળતા નહતા. સામાન્ય દિવસોમાં કોંગ્રેસ કાર્યાલયો પર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે પણ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસ કાર્યાલય બહાર કોઇ જોવા મળતુ નહતું.

શહેર પ્રમુખોએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામા આપ્યા

અમદાવાદ,રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં મહાનગર પાલિકામાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં કોંગ્રેસ માત્ર 4 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતું. અમદાવાદ,રાજકોટ, સુરત, જામનગર,ભાવનગરમાં શહેર પ્રમુખોએ હારની જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતું.

અમદાવાદ શહેર પ્રમુખ શશિકાંત પટેલે પણ લોકોના જનાદેશનો સ્વીકાર કર્યો હતો અને કોંગ્રેસની હાર બાદ રાજીનામુ આપ્યુ હતું. સુરતના શહેર જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ બાબુભાઇ રાયકાએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યુ હતું.

સુરતમાં એક પણ બેઠક કોંગ્રેસને ના મળી

પાલડીમાં ભાજપે વિજય સરઘસ કાઢ્યુ હતું. કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપે સરઘસ રોકીને ડાન્સ પણ કર્યો હતો. જોકે, કોંગ્રેસ કાર્યાલય બહાર કોઇ જોવા મળતુ નહતું જેને કારણે સરઘસ આગળ વધ્યુ હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી, કેજરીવાલે કહ્યુ- નવી રાજનીતિની શરૂઆત

સુરત કોંગ્રેસ કાર્યાલય બહાર કાર્યકરોએ તોડફોડ કરી હતી. સુરતમાં કોંગ્રેસ ખાતુ ના ખોલાવી શકતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. કાર્યકરોએ શહેર પ્રમુખ બાબુ રાયકા, કદીર પીરજાદા, તુષાર ચૌધરી પર રોષ ઠાલવ્યો હતો અને પૂતળાનું દહન કર્યુ હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat