ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવાના ચૂંટણી પંચના નિર્ણય પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વીટ કર્યુ છે. અમિત ચાવડા ચૂંટણી પંચના નિર્ણય પર નારાજ જોવા મળ્યા હતા.
અમિત ચાવડાએ ટ્વીટ કરતા લખ્યુ, “કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પુરી રીતે તૈયાર છે અને અમારા કાર્યકર્તા જીતની આશા સાથે જનતાના આશીર્વાદ માટે જશે. 2015ના કોર્ટના આદેશ છતા ભાજપના દબાણમાં મત ગણતરીની તારીખ અલગ અલગ કરી ચૂંટણી પંચની જાહેરાતને અમે કોર્ટમાં પડકારીશું.”
.@INCGujarat स्थानीय निकाय के चुनावो के लिये पूरी तरह से तैयार है और हमारे कार्यकर्ता जीत के बुलंद हौसले के साथ जनता के आशीर्वाद के लिए जाएंगे।
2015 के कोर्ट के आदेशों के बावजूद भाजपा के दबाव में काउंटिंग की तारीख़ अलग अलग करने के चुनाव आयोग के ऐलान को हम कोर्ट में चेलेंज करेंगे https://t.co/KVldYCKGg6— Amit Chavda (@AmitChavdaINC) January 23, 2021
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારીને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 21 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે જ્યારે 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. આ બન્ને ચૂંટણીનું પરિણામ પણ અલગ અલગ આવશે. 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ 23 ફેબ્રુઆરી જ્યારે તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ 2 માર્ચે આવશે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી: 21 ફેબ્રુઆરીએ મનપાનું મતદાન, 23મીએ પરિણામ
મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે.