Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો, એક વોર્ડમાં 50-50 દાવેદાર

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો, એક વોર્ડમાં 50-50 દાવેદાર

0
104
  • અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠક માટે કોંગ્રેસમાં 1227 ઉમેદવારની દાવેદારી

અમદાવાદ: રાજ્યમાં 6 મહાનગરપાલિકાની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. 48 વોર્ડમાં 192 બેઠક માટે 1227થી વધુ લોકોએ ચૂંટણી લડવા દાવેદારી કરી છે. સૌથી વધુ સરસપુર-રખિયાલ વોર્ડમાં 56 દાવેદારોએ ચૂંટણી લડવા ઇચ્છા વ્યક્ત કરી છે. જ્યારે અસારવામાં 52, ભાઇપુરામાં 50 અને સૈજપુર-બોઘા વોર્ડમાં 49 ઉમેદવારોએ દાવેદારી કરી છે. જ્યારે સૌથી ઓછા નારણપુરામાં 9 અને નવરંગપુરામાં 8 ઉમેદવારોએ દાવેદારી કરી છે. પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  Congress Candidates

કોંગ્રેસ 1 ફેબ્રુઆરીએ પ્રથમ યાદી જાહેર કરશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. કોંગ્રેસ 1 ફેબ્રુઆરીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. અમદાવાદમાં એક વોર્ડમાં 50-50 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસ 1 ફેબ્રુઆરીએ પ્રથમ યાદી જ્યારે પાંચ ફેબ્રુઆરીએ અંતિમ યાદી જાહેર કરી શકે છે. કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટતા છેલ્લી ઘડીએ બળવાની શક્યતા જોતા છેલ્લી ઘડીએ ઉમેદવારોને મેન્ડેટ આપી ફોર્મ ભરવા આદેશ આપવામાં આવશે.  Congress Candidates

2015માં શું હતી સ્થિતિ?

2015ની ચૂંટણીમાં ભાજપને 142, કોંગ્રેસને 49 અને અન્યના ખાતામાં 1 બેઠક ગઇ હતી. મતદારોની સંખ્યામાં આ વખતે 6.61 લાખનો વધારો થયો છે.

આ પણ વાંચો: AIMIMના અધ્યક્ષ ઓવૈસી આવશે ગુજરાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો

કોંગ્રેસે 2015ની ચૂંટણીમાં કોંગ્રેસે 8 વોર્ડમાં 4-4 બેઠક જીતી હતી

કોંગ્રેસના ઉમેદવારોએ દરિયાપુર, ઇન્ડિયા કોલોની, મક્તમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, અમરાઇવાડી, જ્યારે જમાલપુરામાં 4 કોંગ્રેસ અને 1 અન્ય ઉમેદવારે જીત મેળવી હતી. જે પછી તે કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા.   Congress Candidates

વોર્ડ દાવેદારી નોંધાવનાર ઉમેદવારની સંખ્યા
સરસપુર-રખિયાલ 56
અસારવા 52
ભાઇપુરા-હાટકેશ્વર 50
સેજપુર બોઘા 49
બાપુનગર 49
ગોમતીપુર 45
ઓઢવ 44
લાંભા 41
જમાલપુર 40
બહેરામપુરા 38
ખાડિયા 36
સરખેજ 34
અમરાઇવાડી 31
વટવા 31
ખોખરા 30
દરિયાપુર 30
દાણીલીમડા 29
સાબરમતી 28
ઇન્ડિયા કોલોની 28
મક્તમપુરા 25
સરદાર પટેલ સ્ટેડિયમ 24
ચાંદખેડા 24
શાહીબાગ 24
શાહપુર 23
રામોલ-હાથીજણ 21
વેજલપુર 20
મણિનગર 20
નવા વાડજ 19
ઠક્કરબાપાનગર 19
કુબેરનગર 18
ઇન્દ્રપુરી 17
વસ્ત્રાલ 17
સરદારનગર 17
વાસણા 15
ઇશનપુર 15
નિકોલ 15
નરોડા 15
બોડકદેવ 14
પાલડી 14
રાણીપ 13
જોધપુર 12
ચાંદલોડિયા- 12
વિરાટનગર 12
થલતેજ 12
ગોતા- 10
ઘાટલોડિયા 10
નારણપુરા 9
નવરંગપુરા 8
48 વોર્ડ 1227 ઉમેદવાર

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9