Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 6 કોર્પોરેશનમાં કોંગ્રેસનો કરુણ રકાસ, 178 ઉમેદવારોની ડિપોઝિટ પણ થઈ જપ્ત

6 કોર્પોરેશનમાં કોંગ્રેસનો કરુણ રકાસ, 178 ઉમેદવારોની ડિપોઝિટ પણ થઈ જપ્ત

0
89

અમદાવાદ: ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણીની મત ગણતરી પૂર્ણ થઈ જતાં જીતેલા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્યની તમામ છ મહાનગર પાલિકા પર ફરીથી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે, તો કોંગ્રેસનો રકાસ થયો છે. 6 કોર્પોરેશનની કુલ 575 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં 482 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. જ્યારે 55 બેઠકો પર કોંગ્રેસ, આપ 27, બહુજન સમાજ પાર્ટીના 3, ઓવૈસીની પાર્ટીના 7 અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ ગઈ છે. Gujarat Corporation Election

મંગળવારે જાહેર થયેલા 6 મ્યુન્સિપલ કોર્પોરેશનના ચૂંટણી પરિણામોના આંકડા પર એક નજર નાંખીએ તો જણાશે કે, કુલ 575 ઉમેદવારોમાંથી કોંગ્રેસના 178 સહિત કુલ 1340 ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે. આ ઉમેદવારોને તેમના ચૂંટણી પ્રચારનો ખર્ચો પણ માથે પડ્યો છે.  

જો મતદાનના આંકડા પર નજર નાંખીએ તો, આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં સરેરાશ ઓછું મતદાન થયું હતું. ઓછા મતદાનના પગલે ભાજપની ચિંતા વધી ગઈ હતી. જો કે છેલ્લી ઘડીએ અમિત શાહે મોરચો સંભાળીને કાર્યકર્તાઓ, ધારાસભ્યો, હોદ્દેદારો સહિતના નેતાઓને મતદાનમાં વધારો કરવાનો ટાસ્ક આપ્યો હતો. જેના પરિણામે છેલ્લા અઢી કલાકમાં મતદાન ઉચકાયું હતું. જો કે આ મતદાન પણ અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં ઓછું જ હતું. આમ છતાં ભાજપમા શહેરી મતદારોની સંખ્યામાં 2.80 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો, 3 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા Gujarat Corporation Election

એક તરફ ઓછા મતદાનથી ભાજપને ફાયદો થયો છે, તો બીજી તરફ કોંગ્રેસના મતદારોમાં આમ આદમી પાર્ટી અને AIMIMને ભાગ પડાવ્યો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. આ વખતે 6 મનપાની 576 બેઠકો પર 2276 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 575નો વિજય થયો છે. જ્યારે ચૂંટણી પહેલા જ અમદાવાદની એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા.

6 કોર્પોરેશનમાં ભાજપને સૌથી વધુ 57.01 ટકા વોટશેર વડોદરા શહેરમાંથી મળ્યા છે. આ સાથે જ ભાજપને કુલ 482 બેઠકો પર જીત મળી છે. બીજી તરફ 576માંથી 55 બેઠકો જીતીને બીજા ક્રમે આવેલી કોંગ્રેસે શહેરોમાં પણ પોતાનો જનાધાર ગુમાવ્યો હોય તેમ તેના વોટ શેર 41.57 ટકાથી ઘટીને 26.86 ટકા થઈ ગયા છે. Gujarat Corporation Election

કોંગ્રેસ 14.71 ટકા વોટ શેરમાંથી 13.98 ટકા વોટ આમ આદમી પાર્ટી, જ્યારે 1.45 ટકા વોટ પર ઓવૈસીની પાર્ટી AIMIMએ કબ્જો જમાવ્યો છે. જેમાં આપના 27 અને AIMIMના 7 ઉમેદવારો વિજેતા બન્યા છે.

સુરત કોર્પોરેશનમાં ભાજપના 6 અને આપના 59 ઉમેદવારો સહિત 275ની ડિપોઝિટ ડૂલ  
સુરત મહાનગર પાલિકાના ચૂંટણી પરિણામોમાં ભલે ભાજપનો દબદબો રહ્યો હોય અને આપની એન્ટ્રી હોય, પરંતુ ભાજપના 6 અને આપના 59 ઉમેદવારો સહિત કુલ 275 ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી.

ચૂંટણી પંચના નિયમો મુજબ, વોર્ડમાં થયેલા કુલ મતદાનના 10 ટકા વોટ ડિપોઝિટ બચાવવા માટે જરૂરી છે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં 30 વોર્ડની 120 બેઠકો માટે ભાજપના 120, કોંગ્રેસના 117, આપના 113, બસપાના 29, NCPના 29 અન્ય પાર્ટી સમર્થિત 29 અને અપક્ષના 58 મળીને કુલ 484 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા.

21 ફેબ્રુઆરીએ થયેલા મતદાનમાં કુલ 47 ટકા મતદાન થયું હતું. જ્યારે મંગળવારે થયેલી મતગણતરીમાં ભાજપે 93 સીટ અને AAPએ 27 સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નહતી. મતગણતરીના આંકડા અનુસાર, ભાજપના 6, આપના 59, કોંગ્રેસના 81 અને બસપા, એનસીપી અને અપક્ષ 129 સહિત કુલ 275 ઉમેદવારો પોતોની ડિપોઝિટ બચાવી શકે તેટલા મત પણ પ્રાપ્ત કરી શક્યા નહતા.

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં આપના 150ની ડિપોઝિટ જપ્ત  Gujarat Corporation Election
અમદાવાદ કોર્પોરેશનના પરિણામો પર નજર નાંખીએ તો, શહેરના કોટ વિસ્તારમાં આવેલી ગોમતીપુર, દાણીલીમડા અને જમાલપુર વોર્ડમાં ઉભા રહેલા ભાજપના 16 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. જ્યારે કોંગ્રેસના પણ 65થી વધુ ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી છે. સૌથી ચોંકાવનારી વાત એ રહી કે, આ વખતે ચૂંટણીમાં પુરા દમખમથી મેદાનમાં ઉતરેલી અને શહેરમાં જોરશોરથી પ્રચાર કરતી આમ આદમી પાર્ટીના સૌથી વધુ 150 જેટલા ઉમેદવારો ડિપોઝિટ બચાવી શકે, તેટલા મત મેળવવામાં પણ નિષ્ફળ નિવડ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat