Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મરણ પથારીએ પડેલી કોંગ્રેસને રામ મનોહર લોહિયા પાસેથી કંઇક શિખવું જોઇએ

મરણ પથારીએ પડેલી કોંગ્રેસને રામ મનોહર લોહિયા પાસેથી કંઇક શિખવું જોઇએ

0
359

લાંબી લડાઇ બાદ 1947માં જ્યારે ભારતને આઝાદી મળી તો એક તરફ આશા હતી અને બીજી તરફ કેટલીક આશંકાઓ. પશ્ચિમી દુનિયાના એક મોટા ભાગને લાગતુ હતું કે ભારત લોકતંત્રની રાહ પર વધુ દૂર સુધી નહી ચાલી શકે. જેનું એક કારણ તો તેની અસાધારણ વિવિધતા હતી જેને કારણે કહેવામાં આવતુ હતું કે આ એક દેશમાં કેટલાક દેશ છે. બીજુ કારણ એવુ હતું કે જે મજબૂત વિપક્ષને લોકતાંત્રિક રાજનીતિક વ્યવસ્થા માટે ઘણુ જરૂરી માનવામાં આવતુ હતું તે અહી દેખાતુ નહતું.

આ દરમિયાન દેશમાં કેટલીક હસ્તીઓ થઇ જેને સત્તાનો મોહ છોડી આ કમી પુરી કરી. આ વ્યક્તિત્વોએ ત્યારે સર્વશક્તિમાન ગણાતા વડાપ્રધાન જવાહર લાલ નેહરૂના કેટલાક નિર્ણયોને પડકાર આપ્યો. જેમાં રામમનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ અથવા જેપીનું નામ લઇ જવામાં આવે છે.

જેપી તો 1953થી જ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લઇને દલવિહીન લોકતંત્ર અને સર્વોદયનો પ્રયોગ કરી રહ્યાં હતા. એવામાં તે લોહિયા જ હતા જેમણે વિપક્ષ શું હોય છે અને તેને શું કરવુ જોઇએ, તેનો પાઠ ભારતીય લોકતંત્રને શીખવાડ્યો હતો. પોતાના પ્રયાસોથી તેમણે આઝાદી બાદ એક છત્ર રાજ કરનારી કોંગ્રેસને પોતાના મોત પહેલા એટલે 1967 સુધી પાણી પીવા પર મજબૂર કરી દીધી હતી.

પરંતુ આવુ કરવા માટે તેમણે પોતાના મૂળ સિદ્ધાતો સાથે સમજૂતી કરી નહતી. રામ મનોહર લોહિયાના રચનાત્મક રાજકારણ અને અદભૂત નેતૃત્વ ક્ષમતાનું પ્રભાવ એટલો દૂરગામી રહ્યો કે તેમના જવાના આશરે 20 વર્ષ બાદ જ તેમના સિદ્ધાંતોને માનનારી કેટલીક પાર્ટીઓ ભારતીય લોકતંત્રના પટલ પર છવાઇ ગઇ હતી. સામાજિક ન્યાયની તેમની સંકલ્પના તો આજે રાજકારણનું મૂળ સિદ્ધાંત બની ચુકી છે. આ રામ મનોહર લોહિયાની જ દૂરદર્શિતા હતી કે તમામ વંચિત જાતીઓ અને વર્ગો ધીમે ધીમે જ પણ તમામ ક્ષેત્રોમાં ભાગીદારી વધી રહી છે.

કહેવામાં આવે છે કે લોહિયા શરૂમાં નેહરૂવાદી હતા અને તેઓ પાછળ ગાંધીવાદી બન્યા હતા. અર્થ તે છે કે, શરૂમાં તેઓ ગાંધીની તુલનામાં નેહરૂથી વધારે પ્રભાવિત હતા. પાછળથી નેહરૂથી તેમનો મોહભંગ થઇ ગયો અને ગાંધીના સિદ્ધાંતો અને કાર્યનીતિઓ પર તેમનો વિશ્વાસ વધતો ગયો.

ઉચ્ચે શિક્ષા દરમિયાન જર્મનીમાં રામ મનોહર લોહિયાની રાજકીય સક્રિયતાની જાણકારી કોંગ્રેસના નેતાઓ વિશેષ કરીને તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ જવાહર લાલ નેહરૂને પણ હતી. તેથી 1933માં પીએચડી કર્યા પછી દેશમાં પરત ફર્યા બાદ નેહરૂએ તેમને કોંગ્રેસના વિદેશ મામલાઓની સમિતીમાં રાખવામાં આવ્યા હતા. આવતા બે વર્ષ માટે તેમને ભવિષ્યના ભારતની વિદેશ નીતિ નક્કી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેથી તેમને ભારતનો પ્રથમ ગેર-સત્તાવાર રીતે વિદેશ મંત્રી પણ કહેવામાં આવે છે. આઝાદી પછી દેશે બિન-ગોઠવણીની નીતિ અપનાવી (એવા લોકો (અથવા દેશો) કે જે સંધિ અથવા સંધિમાં અન્ય લોકો (અથવા દેશો) સાથે જોડાણ નથી કરતા(Non-alignment), જે વિશે કહેવામાં આવે છે કે, તેને નિર્ધારિત કરવામાં લોહિયાનું મહત્વપૂર્ણ યોગદાન હતું.

કોંગ્રેસ મોડલ હેઠળ કોંગ્રેસના સભ્ય પદે હોવા છતાં પણ અન્ય કોઈ સંગઠનના સભ્ય પદ લઇ શકતા હતા. તેથી સમાજવાદી વિચારધારાથી પ્રભાવિત જયપ્રકાશ નારાયણ જેવા કેટલાક કોંગ્રેસી નેતાઓએ મે 1934માં ‘કોંગ્રેસ સમાજવાદી પાર્ટી’નો પાયો નાંખ્યો. લોહિયાએ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

લોકતંત્રને જીવંત રાખવામાં લોહિયાની મહત્વપૂર્ણ ભૂમિકા

લોહિયા અને અન્ય સમાજવાદીઓની પહેલા સામાન્ય ચૂંટણીમાં હાર થઇ. પરંતુ હાલ આ નેતાઓની અલોકપ્રિયતાના કારણે નહીં પરંતુ તેમનુ સંગઠન કોંગ્રેસની સરખામણીમાં નબળી હોવાના કારણે અને આર્થિક સંસાધનોની અછતના કારણે થઇ હતી. જોકે, હાર છતાં તેમની કોંગ્રેસને નિયંત્રણમાં રાખવાની ભાવનાના કારણે સોશિયલિસ્ટ પાર્ટીઓ એકજૂટ થઇ ગઈ. તે સમયે લોહિયાના સિદ્ધાંત પાર્ટીના અન્ય નેતાઓને પચી રહ્યાં નહતા. તેઓ ગમે તેમ કરીને કેરલમાં સત્તામાં બનેલા રહેવા માંગતા હતા. આ વાત પર લોહિયાએ 1955માં પીએસપી છોડીને ફરીથી સોશિયલ પાર્ટીને જીવંત કરવાનો નિર્ણય લીધો.

તે પછી દેશભરમાં ફરીને બધી જ પછાત જાતિઓના સંગઠનને જોડવા લાગ્યા. આ સિલસિલામાં તેમને બીઆર આમ્બેડકરથી મળીને તેમના ઓલ ઈન્ડિયા બેકવર્ડ ક્લાસ એસોશિએશનના સોશિયલિસ્ટ પાર્ટીમાં વિલયની વાત શરૂ કરી. વાતચીત પાક્કી થઇ હતી પરંતુ ડિસેમ્બર 1956માં આમ્બેડકરનું નિધન થઇ ગયું હતું અને તેમને પોતાના સાથે જોડવાની ઝુંબેશ અધૂરી રહી ગઇ. તે છતાં આવા બીજા સંગઠનોને જોડવાની તેમની કોશિષો ચાલું રહી હતી.

રામ મનોહર લોહિયાના આવા પ્રયત્નોના કારણે જ 1967માં કોગ્રેસ પાર્ટી સાત રાજ્યોમાં ચૂંટણી હારી ગઇ અને પ્રથમ વખત વિપક્ષ તેને ટક્કર આપવાની હાલતમાં જોવા મળી. આ ચૂંટણી પછી લોહિયાએ નક્કી કર્યું કે, તે જેપીને મુખ્યધારમાં પરત લાવીને વિપક્ષને વધારે મજબૂત બનાવશે પરંતુ ઓક્ટોબરમાં તેઓ દુનિયાને અલવિદા કહી ગયા.

જોકે, રામ મનોહર લોહિયાનો પ્રયાસ લગભગ એક દશકા પછી રંગ લાવ્યો જ્યારે 1975માં જયપ્રકાશ નારાયણ રાજનીતિની મુખ્યધારામાં પરત ફર્યા. ઈમરજન્સી પછી 1977ની ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ એક થઇને રંગ લાવી અને 25 વર્ષોથી કેન્દ્રમાં સત્તામાં રહેલ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીકાકારોએ પણ માન્યું છે કે, સાઠના દશકથી ભારતમાં સમાજવાદી વિચારધારા સાથે-સાથે ક્ષેત્રીય પાર્ટીઓને મજબૂત હોવા પાછળ લોહિયાની ભૂમિકાને માની છે.

જન્મદિન વિશેષ: સ્વતંત્ર ભારતના બીજા ગાંધી, જેણે ઇન્દિરા ગાંધીને સત્તામાંથી દૂર કર્યા