Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા ફરી ‘જૂઠવાડિયા’ સાબિત થયાં: પ્રશાંત વાળા

કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા ફરી ‘જૂઠવાડિયા’ સાબિત થયાં: પ્રશાંત વાળા

0
67
  • સી આર પાટીલની 2019ની એફીડેવીટ જ એ વાતનો પુરાવો છે

  • સોનીયા અને રાહુલ ગાંધી સામે પોતાની પાર્ટીના જ રૂપિયાની ઉચાપત કરવા સહિતના કેસો

અમદાવાદ: ભાજપા પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા આજે ફરી એક વખત તેમના જ નિવેદનથી જુઠવાડિયા સાબિત થયા છે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલની સામે કોઇપણ પ્રકારના કેસ નથી. સી. આર. પાટીલની 2019ની લોકસભાની તેમની એફિડેવિટ જ એ વાતનો પુરાવો છે. તો સાથોસાથ સુપ્રિમ કોર્ટ દ્વારા હાઈકોર્ટને હાલમાં જ તમામ સાંસદ અને ધારાસભ્યો સામેના કેસ ત્વરિત પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. તે યાદીમાં ક્યાંય ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલનુ નામ નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રમુખ અર્જુન જુઠવાડિયાએ શનિવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે આક્ષેપ કર્યા હતા. તેનો સી.આર. પાટીલે શનિવારે જ જવાબ આપ્યો હતો. આજે ભાજપ પ્રદેશ મીડીયા કન્વીનર પ્રશાંત વાળાએ વધુમાં જણાવ્યું છે કે, અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતા પૂર્વે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની એફિડેવીટ જોઈ લેવી જોઇએ. સોનીયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ખૂબ ગંભીર પ્રકારના કેસ છે. પોતાની પાર્ટીના જ રૂપિયાની ઉચાપત કરવા સહિતના કેસ છે. તેઓ જામીન પર છે.

આ પણ વાંચો: નરોડાના SRP કેમ્પસના 3 બેરેક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં

વાળાએ જણાવ્યું હતું કે,અમારા પ્રદેશ અધ્યક્ષ સામે ખોટાં-પાયાવિહોણા આક્ષેપો કરતાં પહેલા જુઠવાડિયાએ તેનો જવાબ જનતાને આપવો જોઈએ. વિધાનસભા પેટાચૂંટણીઓમાં આઠે આઠ બેઠકો પર હાર ભાળી ગયેલાં કોંગ્રેસના નેતાઓ રોજ સવારે ઉઠીને નવા જુઠાણાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યાં છે.

મુખ્યમંત્રી સહિત ભાજપના આગેવાનો આવતીકાલથી જાહેરસભાઓ ગજવશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આવતીકાલે તા. 26મી ઓક્ટોબરના રોજ સોમવારે લીંબડી તથા મોરબીના પ્રવાસે જશે. લીંબડીમાં સવારે 10 કલાકે મંદીપ હોલ, રાજુભાઇ પટેલની જિન બસ સ્ટેન્ડ રોડ પર જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે બેઠક યોજશે. ત્યારબાદ સવારે 11 કલાકે પાર્ટીના મુખ્ય અગ્રણીઓ તેમ જ સંકલન સમિતિના સભ્યો સાથે મીટીંગ યોજશે. ત્યાંથી બપોરે મોરબી પહોંચશે.

આ પણ વાંચો: મતદાર નહીં માલિક બનો, હિન્દુસ્તાનમાં પરિવર્તન લાવો : Shankarsinh Vaghela

જયાં બપોરે 2/30 વાગ્યે સરદાર બાગ સામે હર ભોલે હોલમાં જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ સાથે બેઠક યોજીને બપોરે 3/30 કલાકે સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક યોજશે. જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કપરાડા બાદ ડાંગના પ્રવાસે જશે. ત્યાં જાહેરસભાઓ ગજવશે. કપરાડામાં નાના પોઢાં ખાતે સવારે 10 વાગ્યે અને બપોરે 3 વાગ્યે ડાંગના બોરખેત ખાતે જાહેરસભાને સંબોધશે. તો નાયબ મુખ્યંત્રી નીતિન પટેલ આવતીકાલે સાંજે 5 વાગ્યે કરજણ વિધાનસભા વિસ્તારના કુરાળી ગામે અને સાંજે 6 વાગ્યે ફોફળિયા ખાતે જાહેરસભા સંબોધશે.