નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીની યોજના અનુસાર સાત સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા આગામી 150 દિવસમાં દેશના 12 રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પસાર થઇ 3,570 કિલોમીટરની સફર પૂર્ણ કરી જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થશે.
Advertisement
Advertisement
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ પદયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે પરંતુ સાથે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું રાહુલ ગાંધી (Rahul Gandhi) આ પુરી યાત્રા દરમિયાન ચાલતા જ ફરશે?
29 ઓગસ્ટે આ યાત્રા વિશે કરવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં સીનિયર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને જ્યારે એમ પૂછવામાં આવ્યુ કે શું રાહુલ ગાંધી (Rahul Gandhi) આ પુરી યાત્રામાં ચાલશે તો તેમણે કહ્યુ હતુ, “બિલકુલ, તે પુરા રસ્તા પર ચાલશે.” દિગ્વિજય સિંહે સાથે એમ પણ કહ્યુ હતુ કે રાહુલ ગાંધી વચ્ચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી શકે છે.
બે રાજ્યમાં ચૂંટણી અને સંસદ સત્ર
આગામી નવેમ્બર મહિનામાં હિમાચલ પ્રદેશ અને ડિસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. નવેમ્બરના અંત અથવા ડિસેમ્બરની શરૂઆતમાં સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે જે ડિસેમ્બરના અંત સુધી ચાલશે.
તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રાના રૂટમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ બન્ને સામેલ નથી.
અટકળો લગાવવામાં આવી રહી છે કે જો રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પુરા રસ્તે ચાલતા ફરશે તો શું તે આ બન્ને રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં સામેલ નહી થઇ શકે? શું તેનો એવો અર્થ પણ હશે કે તે સંસદના શિયાળુ સત્રમાં ભાગ નહી લે?
કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ કહ્યુ, “તે પુરા રસ્તે ચાલવાના છે, આ નક્કી કરવામાં આવ્યુ છે. જ્યા સુધી ચૂંટણી પ્રચારની વાત છે તો બની શકે કે તે કેટલાક કલાક માટે જાય અને પરત આવી જાય.” પરંતુ સંસદ સત્રનું શું? પવન ખેડાએ કહ્યુ, અમે પુરા રસ્તા પર ચાલવાનો નિર્ણય કર્યો છે.
ભારત જોડો યાત્રાની શરૂઆત પહેલા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિશે આ વાત કહેવામાં આવી કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળના સંસદમાં પોતાની વાત રાખવા દેવામાં આવતી નથી અને માટે તે હવે સીધા જનતા વચ્ચે પોતાની વાત રાખવા અને જનતાની વાત સાંભળવા જઇ રહ્યા છે.
કોંગ્રેસ પાસેથી મળી રહેલા સંકેતોની માનીએ તો શિયાળુ સંસદ સત્રમાં હાજર રહેવુ રાહુલ ગાંધીની મુખ્ય પ્રાથમિકતા નહી હોય.
રાહુલ ગાંધીનું યાત્રામાં દેખાવુ જરૂરી
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યુ કે જ્યા સુધી ચૂંટણી પ્રચારની વાત છે, રાહુલ ગાંધી ગુજરાત અને હિમાચલ પ્રદેશ બન્ને જગ્યાએ પ્રચાર માટે જશે.
કોંગ્રેસના એક નેતાએ કહ્યુ, “એવુ બની શકે કે ભારત જોડો યાત્રા દરમિયાન વચ્ચે કેટલાક સમય માટે રાહુલ ગાંધી યાત્રા છોડીને ચૂંટણી પ્રચાર માટે જાય પરંતુ જ્યારે આવુ થશે તો યાત્રા તે જગ્યાએ રોકાઇ જશે જ્યા સુધી રાહુલ ગાંધી તેમાં સામેલ ના થાય. ચૂંટણી પ્રચારમાંથી પરત આવતા તે જગ્યાએ પહોચશે અને પછી યાત્રા ફરી શરૂ થશે.”
રાહુલ ગાંધી આ યાત્રાનો ચહેરો છે અને આ યાત્રાની સફળતા આ વાત પર નિર્ભર કરે છે કે તે આ યાત્રામાં કેટલા દેખાય છે. કોંગ્રેસના સૂત્રએ કહ્યુ, અમને આશા છે કે હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાશે પરંતુ સાથે અમે એમ પણ સમજીયે છીએ કે આમ જનતાના લોકો આ યાત્રામાં સામેલ થશે તો રાહુલ ગાંધીને જોવા અને સાંભળવા જરૂર માંગશે.
ઇડીનો ડર
કોંગ્રેસના સૂત્રોનું એમ પણ કહેવુ છે કે ભારત જોડો યાત્રાથી ગભરાયેલી ભાજપ રાજકીય હથકંડા અપનાવવાના પ્રયાસ કરી શકે છે કે રાહુલ ગાંધી આ યાત્રામાં સતત ના ચાલી શકે.
કોંગ્રેસના નેતા ભાજપના રાષ્ટ્રીય આઇટી વિભાગના ઇન્ચાર્જ અમિત માલવીયના તે ટ્વીટનો હવાલો આપી રહ્યા છે જેમાં માલવીયે આ સંભાવનાનો ઉલ્લેખ કર્યો છે કે રાહુલ ગાંધી આ યાત્રાને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી શકે છે.
એક કોંગ્રેસના સૂત્રએ કહ્યુ, બની શકે કે ભાજપ ફરી એક વખત ઇડી પર દબાણ નાખીને તે રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવે, આ એક હથકંડો હોઇ શકે છે, આ સુનિશ્ચિત કરવા માટે રાહુલ ગાંધી પદયાત્રામાં સતત ના ચાલી શકે. મહત્વપૂર્ણ છે કે જૂન મહિનામાં એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની 50 કલાક સુધી પૂછપરછ કરી હતી.
રાહુલ ગાંધી પણ કંટેનરમાં જ રહેશે
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીને મળીને કુલ 119 લોકો એવા છે જે આ આખી યાત્રામાં ચાલતા જ ફરશે. રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યુ કે આ યાત્રી અને યાત્રા સાથે જોડાનારા કેટલાક અતિથિ યાત્રી આ યાત્રા દરમિયા ટ્રકમાં બનાવવામાં આવેલા 60 કંટેનરોમાં રાત વિતાવશે. આ ટ્રકને રોજના એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવશે. યાત્રીઓની સુવિધા માટે મોબાઇલ ટોયલેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કોંગ્રેસે કહ્યુ કે આ કંટેનર રેલ્વેના સ્લીપર ડબ્બા જેવા છે. આ 60 કંટેનરોમાં આશરે 230 લોકો રહી શકે છે. જેમાંથી કેટલાક કંટેનરમાં એક પથારી, કેટલાકમાં બે, કેટલાકમાં ચાર અને કેટલાકમાં 12 પથારી છે. કોંગ્રેસ અનુસાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પણ આવા જ એક કંટેનરમાં રહેશે.
કોંગ્રેસ અનુસાર, શિબિર સ્થળો પર અને પદયાત્રા દરમિયાન પાર્ટીના રાજ્યના યાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી રહી છે.
કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા તિરૂવનંતપુરમ, કોચ્ચિ, નીલાંબુર, મૈસુરૂ, બેલ્લારી, રાયચૂર, વિકારાબાદ, નાંદેડ, જલગાંવ, જામોદ, ઇન્દોર, કોટા, દૌસા, અલવર, બુલંદ શહેર, દિલ્હી, અંબાલા, પઠાણકોટ અને જમ્મુ થઇને શ્રીનગરમાં સમાપ્ત થશે.
Advertisement