Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રમણ પાટકરના કપરાડા ખાતે ચૂંટણીના ભાષણ પર કોંગ્રેસનો વાર

રમણ પાટકરના કપરાડા ખાતે ચૂંટણીના ભાષણ પર કોંગ્રેસનો વાર

0
64
  • જીતુભાઇ તમે કોંગ્રેસના ધારાસભ્ય હતા એટલે ફંડ ઓછું ફાળવતા હતા, ભાજપના સંગઠનને નાણા ફાળવાના હોય છે : મંત્રી રમણ પાટકર

  • ચૂંટણી પંચ અને રાજ્યપાલને પત્ર લખી મંત્રી અને મુખ્ય મંત્રીના રાજીનામાની માંગ કરી congress news gujarati 

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા નવરાત્રિની શુભેચ્છા આપતી કોલરટયૂનને લઇને ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસે ફરિયાદ કરી છે. આ ફરિયાદ પરની કાર્યવાહી બાકી છે, ત્યાં વળી આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં જ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે સ્વીકાર્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યોને સરકાર ઓછા નાણાં આપે છે. હવે અંગે વિવાદ વણસ્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ આ અંગે ગુજરાતના રાજયપાલ સહિત રાજયના મુખ્ય ચુંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે. તેની સાથોસાથ મુખ્યમંત્રીને રાજીનામું આપવાની માંગ કરી છે.congress news gujarati 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે કે, કપરાડા વિધાનસભાના ઉમેદવાર જીતુ ચૌધરીની આજે (સોમવારે) રેલી નિકળી હતી. ત્યારે રાજયના વન અને આદિવાસી વિકાસના મંત્રી રમણ પાટકરે રેલીને સંબોધન કર્યું હતું. જીતુ ચૈધરી કપરાડા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2017માં ચૂંટણી જીત્યા હતા. પાછળથી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હાલ તેઓએ અનામત બેઠક પરથી કપરાડા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેમના સમર્થનમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મંત્રી રમણ પાટકરે સભાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીની હાજરીમાં રમણ પાટકરે કરેલું નિવેદન આઘાતજનક છે. તેમણે સ્વીકાર્યું છે કે જીતુભાઇ કોંગ્રેસના ધારાસભ્ય હતા એટલે અમે ફંડ ઓછું ફાળવતા હતા અને ભાજપના સંગઠનને નાણા ફાળવાના હોય છે . જીતુભાઇ કોંગ્રેસ ધારાસભ્ય તરીકે વચન આપે ત્યા કામ ન થાય પણ હવે અમે નાણા ફાળવણી કરીશું . કોંગ્રેસના ધારાસભ્યોને સરકાર ઓછા નાણાં આપે છે. મંત્રીએ જનપ્રતિનિધિ ધારો 1951ની કલમ 123નું ઉલ્લંઘન કરતા ભ્રષ્ટાચાર રિત રસમ દ્વારા કપરાડાના મતદારોને સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આકર્ષવાની કામગીરી છે. જે ચૂંટણી પંચના નિયમનું ઉલ્લંઘન છે .congress news gujarati 

આ પણ વાંચો: રમણ પાટકરનો બફાટ, કોંગ્રેસના MLAને ઓછું ફંડ આપ્યાનો સ્વીકાર

સીએમ વિજય રૂપાણીની હાજરીમાં મંત્રી પાટકરનું ભાષણ મંત્રીએ લીધેલ સંવિધાનના શપથનું ખુલ્લેઆંમ ઉલ્લંઘન કર્યું છે કારણ કે મંત્રી શપથ લેતી વખતે કહ્યુ હતુ કે હું કોઇ સાથે ભેદભાવ નહી કરુ પણ આતો ભાજપ સરકાર ભેદભાવ કરી રહી છે તેનું કબૂલાત નામુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મંત્રીએ મતદારોને આકર્ષવા પ્રયાસ કર્યો છે.

મંત્રી રમણ પાટકરના નિવેદન પર કોંગ્રેસે CMનું રાજીનામુ માંગ્યું છે . કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીએ ચૂંટણી પંચ અને રાજ્યપાલને પત્ર લખી મંત્રી સામે પગલા લેવા કરી માંગ કરી છે.  congress news gujarati