અહેમદ પટેલના દુ:ખદ નિધન પર સોનિયા ગાંધીએ કહ્યું “અદ્વિતીય” સાથી અને મનમોહન સિંહે કહ્યું- અપૂર્ણીય ક્ષતિ. હાલમાં અહેમદ ભાઈને જાણનાર દરેક વ્યક્તિ તેમના વિશે વિચારશે અને દુ:ખી થશે. પરંતુ થોડા જ દિવસોમાં કોંગ્રેસ પાર્ટી તે પ્રશ્નનો સામનો કરશે કે, આ “અદ્વિતીય સાથીની અપૂર્ણીય ક્ષતિ”ને કેવી રીતે ભરવામાં આવે અને કોનાથી ભરવામાં આવે? Ahmed Patel
આ એક રાજકીય પ્રશ્ન છે Ahmed Patel
કોંગ્રેસ જે સંકટમાંથી પ્રસાર થઈ રહી છે, જેમાં ઉત્તરધિકાર મેનેમેન્ટ, બિહારમાં હાર, જીતેલા રાજ્યો ગુમાવવા, પ્રાદેશિન નેતાઓની જૂથબંધી જેવી મુશ્કેલીઓ વચ્ચે અહમેદ પટેલની ગેરહાજરી પાર્ટીને વધારે મુશ્કેલીમાં નાંખી શકે છે.
એકદમ સાદી સરળ જીવન શૈલી હોવાના કારણે 71 વર્ષે આવનાર અચાનક મૃત્યુ ચોંકાવનાર છે. રાત્રે મોડા ઉંઘવા સિવાય તેમની દિનચર્યા ખુબ જ સારી હતી. મોડી રાત્રે ઉઘવું તેમના માટે કદાચ પોઝિટિવ હતું કેમ કે, ત્યારે તેઓ જરૂરી અને જટિલ કામો પર ફોકસ કરતાં હતા. આપણે માની લઈએ કે, બધા કામ પતાવી લેવાનો અહેસાસ તેમના માટે સુખદ રહેતો હશે. Ahmed Patel
અહેમદ પટેલ- એક પૂર્ણ પેકેજ Ahmed Patel
આટલા વર્ષોમાં તેઓ બહુ આયામી (મલ્ટિફંક્શનલ) યોગદાન કરનાર નેતા બની ગયા હતા. એક સંપૂર્ણ પેકેજ. કોંગ્રેસમાં અનેક નેતા છે પરંતુ તેમના જેવો વન સ્ટોપ શોપ કોણ છે? કેટલાક યુવા નેતાઓના હુકમની ભાષામાં કહેવામાં આવે તો – ટેબલ પર કોઈ શું લાવે છે? તો અહેમદભાઇએ કોંગ્રેસના ટેબલ ઉપર શું મૂક્યું તેના ઉપર એક નજર મારી લઈએ. Ahmed Patel
આ પણ વાંચો: પંજાબના ખેડૂતો દિલ્હીમાં નાખશે ધામા, છ મહિનાનું કરિયાણું સાથે લઈને આવશે
અહેમદ પટેલની ખાસિયત Ahmed Patel
અહેમદ ભાઈ રાજનીતિનો વાસ્તવવાદી પક્ષ સામે લાવતા હતા. જ્યા સુધી બની શકે પોતાના આગ્રહોને હાંસિયા પર રાખીને સૂચનાઓ અને સલાહ આપતા હતા. પાર્ટીનો મુદ્દો ભલે પછી ગુજરાતનો હોય કે મહારાષ્ટ્રનો હોય, બધા મુદ્દાઓ પર પૂરતો ધ્યાન આપીને તેમના પર કામ કરતા હતા. રાજસ્થાનના તાજા સંકટમાં અશોક ગહેલોત અને સચિન પાયલટના ટકરાવને ટાળવાની તેમની કોશિશ કમાલની હતી. Ahmed Patel
બીજી ઓક મોટી ક્વોલિટી હતી- નિષ્પક્ષતા, એકના દોસ્ત, બીજાથી નિરાશ તે છતાં પણ પોતાની અંગત સલાહને અલગ રાખી, દિલ્હીના અલગ સ્વભાવ રાખનાર સહકર્મચારીઓને હેન્ડલ કર્યા અને રાજસ્થાનની સરકાર બચાવવા પર ફોક્સ કર્યો. Ahmed Patel
ત્રીજી મોટી ચીજ- અહેમદ પટેલ સંસ્થાગત સ્મરણશક્તિના ભંડાર હતા. ઈન્દિરા ગાંધીથી લઈને રાજીવ, સોનિયા અને રાહુલ ગાંધીના કાર્યકાળમાં આ લાજવાબ ભૂમિકામાં કેટલાક જ લોકો હતા. પીવી નરસિંહ રાવ, અર્જૂન સિંહ, પ્રણવ મુખર્જી, શરદ પાવર જેવા કેટલાક જ નેતા છે, જે આ શ્રેણીમાં આવે છે. આ બધા નેતાઓમાં કોઈ બૌદ્ધિક અને નીતિગત ઈનપુટ લાવે છે, તો કોઈ વ્યાવહારિક પક્ષ. પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વ્યૂહાત્મક ક્ષમતા. અહેમદ પટેલ આ ગુણના કારણે કોંગ્રેસના કોહિનૂર સમાન એસેટ હતા. Ahmed Patel
અહેમદ પટેલની ચૌથી ખાસિયત તે હતી કે, આખા દેશની એક-એક સીટનો હિસાબ, ત્યાંની તાજા જમીની હકિકત અને જીતનાર ઉમેદવારની પસંદગી- આ બધું તેઓ કોમ્પ્યુટર વગર કરી લેતા હતા. તેઓ આવી કામગીરી માટે માત્ર નાની એવી નોટબુકનો જ ઉપયોગ કરતાં હતા. તેથી હવે પછીના કોંગ્રેસના અહેમદ પટેલ કોણ હશે? તે પ્રશ્નનો જવાબ હાલમાં કોંગ્રેસ પાસે નથી. Ahmed Patel