બેંગલુરૂ: કર્ણાટકમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બેંગલુરૂના પેલેસ ગ્રાઉન્ડમાં ‘ના નાયકી’ સમ્મેલન યોજ્યુ હતુ. આ સમ્મેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા હતા અને કેટલાક ચૂંટણી દાવા પણ કર્યા હતા.
Advertisement
Advertisement
કર્ણાટકમાં ભ્રષ્ટાચારથી સ્થિતિ ખરાબ- પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ સત્તા પર રહેલી ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. પ્રિયંકા ગાંધીએ કહ્યુ, “મને ખબર પડી છે કે કર્ણાટકમાં સ્થિતિ ઘણી ખરાબ છે, ભ્રષ્ટાચારથી 1.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. PSI કૌભાંડ શરમજનક છે, તમે તમારા બાળકોને શિક્ષિત કરો છો અને તમને સત્તામાં બેઠેલા નેતાઓને આ મળે છે.” પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું, ભાજપ સરકાર આવ્યા બાદ તમારૂ જીવન સારૂ થયુ? શું કોઇ બદલાવ આવ્યો? વોટ આપ્યા પહેલા કેટલાક વર્ષને જુવો અને તેનું મૂલ્યાંકન કરો.
ગૃહલક્ષ્મી યોજનાની જાહેરાત
આ દરમિયાન કોંગ્રેસે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી હતી. કોંગ્રેસે કહ્યુ કે રાજ્યમાં સરકાર બનવા પર ગૃહલક્ષ્મી યોજના લાગુ કરવામાં આવશે. આ યોજના દ્વારા રાજ્યની દરેક ગૃહિણીને 2-2 હજાર રૂપિયા મહિને આર્થિક સહાય આપવામાં આવશે.
મહિલાઓ પર કોંગ્રેસનું ફોકસ
કોંગ્રેસનું ફોકસ ખાસ કરીને મહિલા વોટર પર છે. કર્ણાટકમાં મહિલા વોટરોની સંખ્યા 50 ટકા છે. એવામાં પાર્ટી મહિલા વોટરોને લલચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. કર્ણાટકની મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ડૉ. પુષ્પા અમરનાથ, પૂર્વ મંત્રી ઉમા શ્રી અને રાની સતીશે કહ્યુ કે તે પ્રિયંકા ગાંધીને માંગ કરશે કે વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ ટિકિટ મહિલાઓને આપવામાં આવે. પુષ્પા અમરનાથે કહ્યુ કે 74 વિધાનસભા બેઠકમાં 109 મહિલાઓએ ટિકિટ માટે અરજી કરી છે. અમે પાર્ટીને મહિલાઓ માટે ઓછામાં ઓછી 30 બેઠકની માંગ કરીએ છીએ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું ગૃહ રાજ્ય છે કર્ણાટક
પ્રિયંકા ગાંધી લાંબા સમય પછી કર્ણાટક આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કર્ણાટક પહોચવા પર પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમાં સામેલ થયા હતા. જોકે, પ્રિયંકા ગાંધી આ યાત્રામાં ભાગ લઇ શક્યા નહતા. હવે પ્રિયંકા ગાંધી પણ કર્ણાટકમાં છે. મહત્વપૂર્ણ છે કે કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું ગૃહ રાજ્ય પણ છે. એવામાં ખડગેની પ્રતિષ્ઠા પણ દાંવ પર લાગેલી છે.
Advertisement