Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની સેન્સ લેવાનું શરૂ કર્યું, કોંગ્રેસે સીનિયર ઓબ્ઝર્વર નિમ્યા

ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની સેન્સ લેવાનું શરૂ કર્યું, કોંગ્રેસે સીનિયર ઓબ્ઝર્વર નિમ્યા

0
81
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસની ખાસ રણનીતિ
  • કોંગ્રેસે છત્તીસગઢના મંત્રી તામ્રધ્વજ સાહૂને સોંપી મોટી જવાબદારી

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની (Gujarat Local Body Polls) તારીખો જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય આપ અને AIMIM પણ પોતાના ઉમેદવારો ઉતારવાની હોવાથી આ ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળશે. એવામાં ભાજપ (Gujarat BJP) અને કોંગ્રેસે (Gujarat Congress) પોતાની આગવી વ્યૂહરચના ઘડવી પડશે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂને (Tamradhwaj Sahu) ખાસ જવાબદારી સોંપી છે.

ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat Local Body Polls) અભિયાન અને સમન્વયની દેખરેખ માટે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂની (Tamradhwaj Sahu) સીનિયર ઑબ્ઝર્વર તરીકે વરણી કરી છે.

આ અંગે તામ્રધ્વજ સાહૂએ (Tamradhwaj Sahu) ટ્વીટ કરીને આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, માનનીય કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલી આ મહત્વની જવાબદારીને હું સ્વીકારુ છે. ગુજરાત કોંગ્રેસના સાથીઓ સાથે મળીને અમે આ ચૂંટણી લડીશુ અને જીતીશું.

આ પણ વાંચો: રાજકોટ: મંત્રી કુંવરજી બાવળિયા સ્થાનિકોની નારાજગીનો ભોગ બન્યાં

ભાજપે ઉમેદવારો માટે સેન્સ લેવાની શરૂઆત કરી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (Gujarat Local Body Polls) પગલે ભાજપે (Gujarat BJP) આજથી ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમદાવાદમાં 12 નિરીક્ષકોની ટીમ 2 દિવસ સુધી ટિકિટ વાંચ્છુકોને સાંભળશે. શહેરના નારપુરા, ગોતા, સરખેજ સહિતના 36 વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9