Gujarat Exclusive > રાજનીતિ > મધ્ય પ્રદેશ: કોંગ્રેસ અને ભાજપમાં ભય, બંધ બારણે આગામી રણનીતિ પર કરી ચર્ચા

મધ્ય પ્રદેશ: કોંગ્રેસ અને ભાજપમાં ભય, બંધ બારણે આગામી રણનીતિ પર કરી ચર્ચા

0
401

મધ્ય પ્રદેશમાં ગુરૂવારે પછડાટ ખાનાર વિપક્ષ ભાજપ અને સત્તાધારી કોંગ્રેસ આગામી રણનીતિ ઘડવામાં લાગી ગયા છે. બન્ને પાર્ટીઓ બંધ બારણે આગામી વ્યૂહરચનાથી એકબીજાને પછાડવા માટે મંથન કરી રહ્યાં છે.

મધ્ય પ્રદેશમાં રાજકારણની મિજાજ બદલાઈ રહ્યો છે. ભાજપ જ્યાં સરેઆમ લોકતંત્રની હત્યાનો આરોપ કોંગ્રેસ પર લગાવી રહી છે, ત્યાં કોંગ્રેસે ગોવા અને કર્ણાટકનો ઉલ્લેખ કરીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બન્ને પાર્ટીઓના મુખ્ય નેતા ભાજપના રાકેશ સિંહ અને કોંગ્રેસના કમલનાથ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

ભાજપની વાત કરવામાં આવે તો, સમગ્ર દિવસભર પાર્ટીના કાર્યાલયમાં ચહલપહલ જોવા મળી હતી. સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, નેતા વિપક્ષ ગોપાલ ભાર્ગવ, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ અને નરોત્તમ મિશ્રાનો મોટાભાગને સમય વિચારવિમર્શમાં વીત્યો. રાજ્યમાં પાર્ટીની આગામી રણનીતિ અંગે તમામે પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. આ સાથે જ બે ધારાસભ્યો નારાયણ ત્રિપાઠી અને શરદ કોલ પર પાર્ટીએ શું એક્શન લેવી તેના અંગે ચર્ચા કરવામાં આવી. હાલ પાર્ટી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા નથી માંગતી.

વિધાનસભામાં વિપક્ષ નેતા ગોપાલ ભાર્ગવે સરકારના ભવિષ્ય પર ફરીથી સવાલ ઉઠાવતા જણાવ્યું કે, મધ્ય પ્રદેશમાં કર્ણાટક કરતા ખરાબ સ્થિતિ છે. રાજ્યમાં બસપા, સપા અને અપક્ષ ધારાસભ્યો કોઈ સૈદ્ધાંતિક આધાર પર નહી, પરંતુ પોતાના સ્વાર્થ સાધવા માટે સરકારને સમર્થન આપી રહ્યાં છે. જે દિવસે તેમની ગરજ પતશે, તે દિવસે ગઠબંધનનો અંત આવશે અને સરકાર તૂટશે. આ સરકાર સાત મહિના ચાલી તે પણ સિદ્ધી છે.

બીજી તરફ કોંગ્રેસ પણ રણનીતિ ઘ઼઼ડવામાં પાછળ નથી રહી. મુખ્યમંત્રી કમલનાથે દિવસભર મંત્રીઓ સાથે અલગ-અલગ ચર્ચા કરી. સુત્રો અનુસાર, મંત્રીઓ આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ ધારાસભ્યોને કોઈ પણ રીતે નારાજ ના કરે. મંત્રીઓને 3-4 ધારાસભ્યોના સંપર્કમાં રહેવાનો અને તેમની માંગો પૂર્ણ કરવાનો આદેશ અગાઉ આપી દેવામાં આવ્યો છે.

કમલનાથ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. તેમણે માત્ર રાજ્યના વિકાસ લઈને ટ્વીટ કર્યું છે. જેમાં તેણે વિપક્ષને સકારાત્મક રાજનીતિ કરતા વિકાસમાં સહયોગ કરવાની અપેક્ષા સેવી છે. તેમણે જણાવ્યું છે કે, અમને જનાદેશ મળ્યો છે, તે વિપક્ષ તેનું સન્માન કરે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આગામી દિવસોમાં રાજ્યના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળશે. બન્ને પાર્ટીઓ એકબીજાને નબળી પાડવા માટે કમર કસશે.

યેદિયૂરપ્પા આજે જ મુખ્યમંત્રી પદની શપથ લેવા તૈયાર, રાજ્યપાલને મળશે