Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > કોંગ્રેસીઓની ભાજપમાં એન્ટ્રીઃ રૂપાણી અને પાટિલના વિરોધાભાસી નિવેદન

કોંગ્રેસીઓની ભાજપમાં એન્ટ્રીઃ રૂપાણી અને પાટિલના વિરોધાભાસી નિવેદન

0
72

રૂપાણી કહે છે કે કોંગ્રેસ હજી તૂટશે અને પાટિલ કહે છે કે કોંગ્રેસીઓને હવે ભાજપમાં પ્રવેશ નહીં congress bjp news

સુરેન્દ્રનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે કોંગ્રેસીઓને પક્ષમાં સમાવવાના (congress-activist-entries-in-bjp) મુદ્દે વિપરીત દિશા પકડી હોય તેમ માનવામાં આવે છે. ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ જણાવે છે કે ભાજપમાં હવે વધુ કોઈ કોંગ્રેસીઓને આવકારવામાં આવશે નહી અને તેનાથી વિપરીત વાત ભાજપના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કહી છે અને તે એ છે કે કોંગ્રેસ હજી પણ તૂટશે. congress bjp news

મુખ્યપ્રધાનની આ વાતનો જાણે (congress-activist-entries-in-bjp) પડઘો પાડી રહ્યા હોય તેમ કોંગ્રેસના ભૂતપૂર્લ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા છે. લાલજી મેરે 20થી વધારે કોંગ્રેસી આગેવાનો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જ્યારે હવે વધુ કોઈ કોંગ્રેસીને નહી લેવામાં આવે તેવી તાજેતરમાં જાહેરાત કરનારા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે ખેસ પહેરાવી લાલજી મેરનું સ્વાગત કર્યુ હતુ. આમ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નિવેદનો વિરોધાભાસથી ભરપૂર છે. congress bjp news

આ પણ વાંચોઃ BREAKING : રમણ પાટકરનો બફાટ, કોંગ્રેસના MLAને ઓછું ફંડ આપ્યાનો સ્વીકાર

આમ મહત્ત્વની વાત એ છે કે લીંબડીની બેઠકની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો વાગ્યો છે. લાલજી મેર અને અને કોંગ્રેસમાંથી આવેલા હોદ્દેદારોને સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, શંકરભાઈ વેગડ, પ્રધાન કુંવરજી બાવળિયા, આર.સી. ફળદુ, જિલ્લા ભાજપ પ્રમુખ દિલિપ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.

મહત્વનું છે લીંબડી બેઠકની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. ત્યારે લાલજી મેર અને કોંગ્રેસમાંથી આવેલા આગેવાનો અને હોદ્દેદારોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. જેમાં સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, શંકરભાઈ વેગડ, મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, આર.સી.ફળદુ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. congress bjp news

આ પણ વાંચોઃ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા ફરી ‘જૂઠવાડિયા’ સાબિત થયાં: પ્રશાંત વાળા

ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ આજે મોરબી (congress-activist-entries-in-bjp) અને લીંબડીમાં પક્ષના કાર્યકરોના સંમેલનને સંબોધશે. સવારે સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર તો બપોરે મોરબી અને માળિયા-મિયાણાના ભાજપ કાર્યકર્તા સંમેલનને સંબોધશે. ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે પણ સીઆર પાટીલ બેઠક કરશે. ગુજરાત વિધાનભાની ખાલી પડેલી 8 બેઠકો જીતવા સીઆર પાટીલે પોતાની તમામ તાકાત કામે લગાવી છે. congress bjp news

આગામી 3 તારીખે 8 બેઠકોનું મતદાન થશે અને 10 તારીખે પરિણામ જાહેર થશે. મતદાન પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને આઠ બેઠકોના ભાજપના ઉમેદવારો સહિત સમગ્ર ભાજપનું સંગઠન ચૂંટણી પ્રચારમાં ઉતર્યું છે અને કોંગ્રેસને પછડાટ આપવાના સંકલ્પ સાથે સીઆર પાટીલ બૂથ લેવલ સુધીની જવાબદારી કાર્યકરોને સોંપી રહ્યા છે. congress bjp news