Gujarat Exclusive > રાજનીતિ > સિંધિયા અને કમલનાથમાં ટકરાવ વધ્યો- રસ્તા પર ઉતરવાના નિવેદન પર CMનો જવાબ, ‘ઉતરી જાઓ’

સિંધિયા અને કમલનાથમાં ટકરાવ વધ્યો- રસ્તા પર ઉતરવાના નિવેદન પર CMનો જવાબ, ‘ઉતરી જાઓ’

0
280

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે વિવાદ વધતો જઇ રહ્યો છે. કમલનાથે સિંધિયા દ્વારા રાજ્યમાં મેનિફેસ્ટો લાગુ ના થવા અને ખેડૂતોની લોન માફ ના કરવાને લઇ રસ્તા પર ઉતરવાના નિવેદન પર મુખ્યમંત્રીએ જવાબ આપતા રસ્તા પર ઉતરવા કહ્યુ છે. કમલનાથને સિંધિયાના નિવેદન વિશે મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેમણે કહ્યુ, ‘ઉતરી જાઓ’.

બીજી તરફ વિવાદને જોતા મધ્યપ્રદેશ કોંગ્રેસ સમન્વય સમિતીએ બેઠક બોલાવી હતી. જેમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને પાર્ટીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજય સિંહ, દીપક બાબરિયા, એઆઇસીસી પ્રભારી, મીનાક્ષી નટરાજન અને જીતુ પટવારી સામેલ થયા હતા.બીજી તરફ સિંધિયાએ બેઠક બાદ કહ્યુ કે આ બેઠક સારી રહી, આગળ અમે સકારાત્મક વલણથી કામ કરીશું.

મુખ્યમંત્રીને આપી હતી ચેતવણી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરૂવારે કહ્યુ હતું કે જો મધ્ય પ્રદેશમાં સરકાર પાર્ટીના મેનિફેસ્ટોને પુરી રીતે લાગુ નથી કરતી તો તે રસ્તા પર ઉતરશે, તેમણે દિલ્હી ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ વિચાર બદલવાની જરૂર ગણાવી હતી.

સંત રવિદાસ જયંતીના પ્રસંગે જિલ્લામાં કુડીલા ગામમાં એક સભાને સંબોધિત કરતા સિંધિયાએ કહ્યુ હતું, ‘મારા અતિથિ શિક્ષકોને હું કહેવા માંગુ છું, તમારી માંગ મે ચૂંટણી પહેલા સાંભળી હતી. મે તમારો અવાજ ઉઠાવ્યો હતો અને આ વિશ્વાસ હું તમને અપાવવા માંગુ છું કે તમારી માંગ જે અમારી સરકારે મેનિફેસ્ટોમાં કરી છે તે મેનિફેસ્ટો અમારી માટે અમારો ગ્રંથ છે.’

સિંધિયાએ અતિથિ શિક્ષકોને રાહ જોવાની સલાહ આપતા કહ્યુ હતું, ‘જો તે મેનિફેસ્ટોનો એક-એક અંગ પૂર્ણ ના થયો તો પોતાના રસ્તા પર ખુદને એકલા ના સમજતા. તમારી સાથે રસ્તા પર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉતરશે. સરકાર હજુ બની છે, એક વર્ષ થયુ છે. થોડી રાહ અમારા શિક્ષકોએ જોવી પડશે. અમારો વારો આવશે, આ વિશ્વાસ હું તમને અપાવુ છુ અને જો વારો ના આવ્યો તો ચિંતા ના કરતા, તમારી ઢાલ પણ હું બનીશ અને તમારો તલવાર પણ હું બનીશ.’

આ પહેલા સિંધિયાએ જિલ્લાના પૃથ્વીપુરમાં સંવાદદાતાઓને કહ્યુ હતું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય દુર્ભાગ્યપૂર્ણ છે, તેમણે કહ્યુ કે દેશ બદલાઇ રહ્યો છે આ રીતે લોકોનો વિચાર પણ બદલાઇ રહ્યો છે. સિંધિયાએ કહ્યુ, ‘અમારે (કોંગ્રેસ) બદલવુ પડશે અને લોકો વચ્ચે નવા દ્રષ્ટિકોણ સાથે પહોચવુ પડશે.’

‘બ્લૂ વ્હેલ’ બાદ હવે બાળકોમાં ખતરો બની નવી ગેમ, ‘સ્કલ બ્રેકર’થી પેરેન્ટ્સ પરેશાન