Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસીક નિર્ણય પહેલા પુરો ઇતિહાસ

અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસીક નિર્ણય પહેલા પુરો ઇતિહાસ

0
872

અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટ 9 નવેમ્બરે નિર્ણય સંભળાવશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે 6 ઓગસ્ટથી શરૂ થયેલી રોજની સુનાવણી 16 ઓક્ટોબરે પુરી થઇ હતી. 40 દિવસની આ સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાની ધરાવતી 5 જજોની બંધારણીય બેન્ચે કરી હતી.

સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં કેશવાનંદ ભારતી કેસ (68 દિવસની સુનાવણી) બાદ અયોધ્યા મામલે સુનાવણી સૌથી લાંબી સુનાવણી છે. એવામાં દેશભરની નજર અયોધ્યા મામલાને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટકેલી છે.

અયોધ્યા ભૂમિ વિવાદ શું છે?

અયોધ્યા મામલો માત્ર હિન્દૂ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચેના વિવાદનો મામલો નથી. આ મામલામાંથી 3 મુખ્ય અરજીકર્તાઓમાંથી બે- નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાન હિન્દૂ પક્ષ સાથે છે. આ બન્ને વિવાદીત જમીન પર પોતાનો માલિકીનો હક ગણાવતા રહ્યાં છે. જ્યાં નિર્મોહી અખાડાની દલીલ છે કે લાંબા સમયથી ભગવાન રામની સેવા કરવાને કારણે તેમણે જમીન મળવી જોઇએ, બીજી તરફ રામલલા વિરાજમાનનું કહેવુ છે કે આ જમીન પર માલિકી માત્ર દેવતાની જ હોઇ શકે છે.

સુપ્રીમ કોર્ટે 1994ના ઇસ્માઇલ ફારૂખી કેસમાં અયોધ્યા વિવાદમાં લખ્યુ- ‘અયોધ્યા ભારતના ઉત્તર ભાગમાં સ્થિત ઉત્તર પ્રદેશના ફૈજાબાદ જિલ્લાનું એક ટાઉનશિપ છે. આ લાંબા સમયથી એક પવિત્ર તીર્થસ્થળ રહ્યું છે કારણ કે રામાયણમાં આ સ્થાનને શ્રી રામનું જન્મસ્થળ બતાવવામાં આવ્યુ છે. રામજન્મભૂમિ- બાબરી મસ્જિદ તરીકે ઓળખાતા ઢાંચાને વર્ષ 1528માં મીર બાકીએ એક મસ્જિદ તરીકે બનાવ્યુ હતું. કેટલાક લોકો દાવો કરે છે કે આ ઢાંચા શ્રી રામની જન્મભૂમિ ગણાતી જમીન પર બનાવવામાં આવ્યુ છે.જ્યાં પહેલા એક મંદિર હતું તેને કારણે લાંબા સમયથી વિવાદ છે.

પ્રથમ વખત કોર્ટમાં ક્યારે પહોચ્યો અયોધ્યા મામલો?

આ મામલો પ્રથમ વખત વર્ષ 1885માં કોર્ટ પહોચ્યો. જ્યારે ફૈજાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મહંત રઘુબર દાસે એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે વિવાદીત ઢાંચા પાસે રામ ચબુતરા પર મંદિર બનાવવાની પરવાનગી માંગી હતી.જોકે, ફૈજાબાદ કોર્ટે આ અરજીને નકારી દીધી હતી. તે બાદ વર્ષ 1948માં એક મોટી ઘટના બની હતી. જ્યારે 22-23 ડિસેમ્બરની રાત્રે વિવાદીત ઢાંચાના મુખ્ય ગુંબજ પાસે રામલલાની મૂર્તિ રાખવામાં આવી હતી. સ્થાનિક તંત્રએ રમખાણ ભડકવાની આશંકા વ્યક્ત કરતા આ મૂર્તિઓને ત્યાથી હટાવવાનો ઇનકાર કરી દીધો હતો.

29 ડિસેમ્બર 1949માં ફૈજાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પુરી જગ્યાને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની કલમ 145 હેઠળ વિવાદીત સાઇટ જાહેર કરી દીધી અને તેનો માલિકીનો હક સાબિત થવા સુધી તેને એટેચ કરી સ્થાનિક તંત્રના હવાલે કરી દીધુ.

તે બાદ વર્ષ 1950માં અખિલ ભારતીય હિન્દૂ મહાસભાના નેતા ગોપાલ વિશારદે ફૈજાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરી રામ લલાની પૂજાનો અધિકાર માંગ્યો. આ વર્ષે પરમહંસ રામચંદ્ર દાસે પણ એક અરજી દાખલ કરી હતી, તેમણે પણ રામલલાની મૂર્તિઓની પૂજાનો અધિકાર માંગ્યો હતો.

વર્ષ 1959માં નિર્મોહી અખાડામાં વિવાદીત ભૂમિના સંરક્ષક થવાનો દાવો કરતા તેને પૂર્ણ સ્વામિત્વ (કંપ્લીટ પજેશન) માટે એક અરજી દાખલ કરી હતી.

 સુન્ની વકફ બોર્ડ અને રામલલા વિરાજમાન ક્યારે કોર્ટ પહોચશે?

વર્ષ 1961માં સુન્ની વકફ બોર્ડે આ જાહેર કરવાની માંગ સાથે અરજી દાખલ કરી કે બાબરી મસ્જિદ વકફની સંપત્તિ છે અને તેની આસપાસની જગ્યા કબ્રસ્તાન છે. વર્ષ 1989માં ભગવાન રામ લલા વિરાજમાન અને શ્રી રામજન્મભૂમિની તરફથી ઇલાહાબાદ હાઇકોર્ટના પૂર્વ જજ દેવકી નંદન અગ્રવાલે વિવાદિત સાઇટના માલિકીના હક માટે એક અરજી દાખલ કરી.
14 ઓગસ્ટ, 1989માં ઇલાહાબાદ હાઇકોર્ટે વિવાદિત ઢાંચાને લઇને યથાસ્થિતિ બનાવી રાખવા વચગાળાનો આદેશ આપ્યો. તે બાદ આ મામલો લાંબા સમય સુધી પડ્યો રહ્યો.

આ વચ્ચે 6 ડિસેમ્બર, 1992માં કેટલાક હિન્દૂ સંગઠનોના કાર સેવકોએ વિવાદિત ઢાંચાને તોડી પાડ્યો હતો.

3 એપ્રિલ, 1993માં કેન્દ્ર સરકાર 2.77 એકરની કુલ વિવાદિત ભૂમિના 67.703 એકર ભાગ પર અધિગ્રહણ માટે ‘એક્યૂઝિશન ઓફ સર્ટેન એરિયા એટ અયોધ્યા એક્ટ’ લઇને આવ્યુ. આ કાયદા વિરૂદ્ધ કોર્ટમાં કેટલીક અરજી દાખલ થઇ, જેમાંથી એક ઇસ્માઇલ ફારૂખીની અરજી હતી.

24 ઓક્ટોબર, 1994માં સુપ્રીમ કોર્ટે ઇસ્માઇલ ફારૂખીની અરજી પર કહ્યું હતું- મસ્જિદ ઇસ્લામની ધાર્મિક ગતિવિધિઓનું અભિન્ન ભાગ નથી. નમાજ ક્યાય પણ પઢી શકાય છે, માટે ભારતીય બંધારણની જોગવાઇ તેને (મસ્જિદ) અધિગ્રહણ પ્રતિબંધિત નથી કરતા.

એપ્રિલ, 2002માં ઇલાહાબાદ હાઇકોર્ટે આ નક્કી કરવા માટે સુનાવણી શરૂ કરી દીધી કે વિવાદિત ભૂમિ પર કોણો માલિકીનો હક છે. આ વર્ષે હાઇકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI)ને વિવાદિત ભૂમિનો સર્વે કરવા માટે કહ્યું. તે બાદ ASIએ 2003માં પોતાની 574 પેજની રિપોર્ટ સોપી હતી, જેમાં વિવાદિત ભૂમિના નીચને પ્રાચીના ઢાંચાના પુરાવા મળવાની વાત કહેવામાં આવી.
4.2010માં ઇલાહાબાદ હાઇકોર્ટે શું નિર્ણય કર્યો?

30 સપ્ટેમ્બર, 2010ના રોજ ઈલાહાબાદ હાઈકોર્ટની 3 જજોની બેન્ચે 2:1ના બહુમતથી આ મામલા પર પોતાનો નિર્ણય સંભળાવ્યો અને 2.77 એકરની વિવાદિત જમીનના મામલામાં 3 મુખ્ય પક્ષકાર- નિર્મોહી અખાડા, રામ લલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડ વચ્ચે સરખા ભાગે વહેંચણી કરવામાં આવી હતી. 3 જજોની આ પીઠમાં જસ્ટીસ એસયૂ ખાન, જસ્ટીસ સુધીર અગ્રવાલ અને જસ્ટીસ ધરમવીર શર્મા સામેલ હતા.

જસ્ટીસ ખાન અને જસ્ટીસ અગ્રવાલના બહુમત વાળા નિર્ણય અનુસાર, કોઈ પણ પક્ષ દસ્તાવેજના પુરાવા દ્વારા પોતાનો માલિકીનો હક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

નિર્ણયમાં જસ્ટિસ ખાને જણાવ્યુ હતુ કે, મુસ્લિમ આ સાબિત નથી કરી શકયા કે, જમીન બાબર સાથે જોડાયેલી હતી, જેના આદેશ પર મસ્જિદનું નિર્માણ થયુ હતું. આવી જ રીતે હિંદુ પક્ષ પણ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાં કે, ત્યાં એક મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી. એવામાં બાકી દલીલોને ધ્યાનમાં રાખતા બહુમતના નિર્ણયમાં એવિડન્સ એક્ટની કલમ 110 અંતર્ગત હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને જોઈન્ટ પજેશન આપવામાં આવ્યુ, જે અંતર્ગત

-વિવાદિત ભાગના મુખ્ય ગુંબજ પાસેની જગ્યા (જ્યાં રામલલાની મૂર્તીઓ રાખવામા આવી હતી) રામ લલા વિરાજમાનને આપવામાં આવી.
-રામ ચબૂતરા અને સીતા રસોઈની જગ્યા નિર્મોહી અખાડાને મળી.
-બાકીનો ભાગ સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો.

ઇલાહાબાદ હાઇકોર્ટના આ આદેશ પર ત્રણ મુખ્ય પક્ષ જ સહમત ના થયા અને તેમણે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો. વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે ઇલાહાબાદ હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી. સુપ્રીમ કોર્ટમાં ઇલાહાબાદ હાઇકોર્ટના આદેશ વિરૂદ્ધ હિન્દૂ પક્ષ અને મુસ્લિમ પક્ષના ઓછામાં ઓછી 14 અરજી દાખલ થઇ.

સુપ્રીમ કોર્ટે આ મામલાનું સમાધાન મધ્યસ્થતા દ્વારા કાઢવાનો પણ પ્રયાસ કર્યો.જોકે, આ પ્રયાસ નિષ્ફળ રહ્યાં બાદ 5 જજોની સંવિધાન બેન્ચે આ મામલે રોજ સુનાવણી શરૂ કરી. આ બેન્ચમાં સીજેઆઇ રંજન ગોગોઇ સિવાય જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ધનન્જય વાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીર શામેલ છે.

 સુપ્રીમ કોર્ટમાં હિન્દૂ પક્ષ અને મુસ્લિમ પક્ષે શું દલીલ મુકી?

હિન્દૂ પક્ષ

– વાલ્મીકિ રામાયણમાં રામનું જન્મસ્થાન અયોધ્યા બતાવવામાં આવ્યુ છે. અમારે આસ્થાને માનવી પડશે, લાંબા સમયથી હિન્દુઓની અતૂટ આસ્થા છે કે જે જગ્યા પર વિવાદિત ઢાંચો હતો, ત્યા ભગવાન રામનું જન્મસ્થાન છે.
– ઇતિહાસમાં અયોધ્યા આવનારા કેટલાક વિદેશી યાત્રીઓએ આ જગ્યા પર હિન્દૂ આસ્થાનો ઉલ્લેખ કર્યો હતો, જન્મસ્થાન વિશે લખ્યુ હતું.
-1990માં લેવામાં આવેલી તસવીરોમાં કાળા થાંભલા પર તાંડવ મુદ્રામાં શિવ, કમલ, હનુમાન જેવી આકૃતિઓ જોવા મળી હતી.
– ASIના રિપોર્ટમાં જમીનની નીચે મંદિરના પુરાવા મળ્યા હતા.

મુસ્લિમ પક્ષ

– કોર્ટમાં કેસ પુરાવાના આધાર પર લડાવો જોઇે, ના કે ધાર્મિક ગ્રંથોમાં લખેલી વાતોના આધાર પર.
– અયોધ્યામાં 3 એવી જગ્યા છે, જેના જન્મસ્થાન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમોની પણ મસ્જિદને લઇને આસ્થા છે.
– વિદેશી યાત્રીઓને સ્થાનીક લોકોએ જે જણાવ્યુ, તેમણે (હિન્દૂ આસ્થા વિશે) લખી દીધુ.
– ઇમારત પર અરબી અને ફારસીમાં કેટલીક જગ્યાએ અલ્લાહ લખવામાં આવ્યુ હતું, જે મસ્જિદની નિશાની છે.
– ASIના રિપોર્ટમાં જમીનની નીચે એક ઢાંચાની ખબર પડી, અમારૂ માનવુ છે કે ત્યા મસ્જિદ પહેલા એક ઇદગાહ હતી.

પ્રોપર્ટી વિવાદના મામલાનો નિર્ણય ખાસ કરીને પુરાવાના આધાર પર થાય છે પરંતુ અહી મામલો આસ્થાનો છે એટલે આ કેસનું કોકડુ ગુંચવાયેલુ છે.

અયોધ્યા કેસ: 2010માં ઇલાહાબાદ હાઇકોર્ટનો શું હતો નિર્ણય?