Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: મહિલાને તલવાર બતાવતા જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદન સામે ફરિયાદ

અમદાવાદ: મહિલાને તલવાર બતાવતા જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદન સામે ફરિયાદ

0
2215
  • જુહાપુર- ફતેહવાડીના આસપાસના વિસ્તારો કાલુ ગરદનનો આંતક

  • અગાઉ ટિકટોક પર વીડિયો વાયરલ કરતા ખળભળાટ મચી ગયો હતો

અમદાવાદઃ શહેરના જુહાપુરમાં રહેતા કાલુ ગરદન સામે મહિલાને તલવાર બતાવી ધમકી આપી હોવાની વેજલપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે જાણવા મળ્યું હતુ કે, કાલુ ગરદન અને તેના સાગરિતોએ અદાવત રાખીને તલવાર બતાવી જાનથી મારી દેવાની ધમકી આપી હતી. આ અંગે વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: વડોદરા ભડકે બાળવાની ચીમકી આપનાર કરણી સેનાનાં રાજ શેખાવતની ધરપકડ

અમદાવાદ શહેરમાં ગુનાઓના પ્રમાણમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં ચોરી, લૂંટ,મર્ડર જેવી ઘટનાઓ વધતી જોવા મળી રહી છે. ત્યારે શહેરના વેજલપુર પોલીસ મથકે જુહાપુરાના પ્રખ્યાત એવા કાલુ ગરદન સામે ફરિયાદ દાખલ થઈ છે. જુહાપુરા સંકલીતનગરમાં રહેતા નુરીબાનું અબ્દુલખાન પઠાણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં કાલુ ગરદન તથા ઝભ્ભોે અને પલપલ તથા કાલુ ગરદનના ભાઇ સુલતાન સામે ફરિયાદ નોધાવી છે.

અગાઉ કાલુગરદનનો વીડિયો વાયરલ થયો હતો,જેમાં તે કહી રહ્યો છે….

                                                “હમારે યહાં બદલા લેને કી પરંપરા હૈ, કોઇ કોર્પોરેટ કલ્ચર નહીં હૈ કી અગલી ડીલ મેં પુરાને નુકસાન કો એક્ઝસ્ટ કર લેંગે..

જીસને ગલતી કી હૈ ઉસે સજા મિલેગી,.. યહી કલ્ચર હૈ હમારા દુશ્મનો કા કલેજા કાટ આયા દેખ બેટા તેરા બાપ આયા.”

આ પ્રકારના વીડિયો ટિકટોક પર અપલોડ કરીને કૃખ્યાત બુટલેગર કાલુ ગરદને પોતાના દુશ્મનોને જવાબ આપ્યો છે.

આ પણ વાંચો: 35 લાખ તોડમાં નવો ખુલાસો: PSI શ્વેતાના બનેવીએ CCTVથી બચવા રૂ.20 લાખ ઉપલેટાથી લીધા

ફરિયાદ પાછળની શનિવારે રાત્રે ઘટના શું હતી?

ફરિયાદી મહિલા નુરી બાનુએ જણાવ્યું છે કે, “તેમના દિયરનો દિકરો સલમાન ગઇકાલે રાતે ૯ વાગે જુહાપુરા ચાર રસ્તા પાસેથી એક્ટિવા લઇને જતો હતો. તે સમયે જુહાપુરા નોવેલ્ટી પાન પાર્લર પાસે કાલુ ગરદન તથા ઝભ્ભો, પલપલ તથા કાલુ ગરદનના ભાઇ સુલતાને યુવકને સુલતાનખાનનો ભત્રીજો કહીને રોક્યો હતો. કાલુ ગરદન તલવાર બતાવીને ગાળો બોલવા લાગ્યો હતો, તેનો ભાઇ સુલતાન પણ તલવાર બતાવીને ડરાવતો હતો. આ સમયે પલપલ પકડો પકડો કહીને બુમો પાડીને આજે તો જાનથી મારી નાખીએ તેમ કહીને પાછળ પડતા યુવક એક્ટિવા લઇને ઘરે દોડી આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ આવી પહોચતાં આરોપીઓ નાસી ગયા હતા.”