Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મકાન ખાલી કર નહીંતર બાળકો સાથે જાનથી મારી નાખીશઃ લગ્નના 27 વર્ષ બાદ પતિ ધમકી આપતો હોવાની મહિલાની રાવ

મકાન ખાલી કર નહીંતર બાળકો સાથે જાનથી મારી નાખીશઃ લગ્નના 27 વર્ષ બાદ પતિ ધમકી આપતો હોવાની મહિલાની રાવ

0
112

અમદાવાદ આનંદનગરની રહેવાસી મહિલાની પતિ અને તેના બે ભાઇઓ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના પ્રહલાદનગરમાં રહેતી મહિલાએ પતિ અને તેના બે ભાઈઓ સામે પોલીસ જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાની પોલીસમાં ફરિયાદ ( complaint against husband) નોંધાવી છે. તેની રાવ છે કે  પતિ અને તેના ભાઇ ફ્લેટ ખાલી નહીં કરે તો તેને અને બે બાળકોને જાનથી મારી નાખવાની ધમકી  આપે છે.  મહિલાએ આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે  પતિ અને તેના બંન્ને ભાઈઓ વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 લગ્ન થયા બાદથી જ પતિના અત્યાચારનો આરોપ

પ્રહલાદનગરમાં રહેતી 54 વર્ષીય મહિલાના લગ્ન 27 વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદથી જ પતિ અવાર નવાર તેની સાથે ઝઘડો કરી મારઝુડ કરવા લાગ્યો હતો પરંતુ ઘરસંસાર ન બગડે તે માટે મહિલા મુંગા મોઢે બધુ સહન કરતી હતી. લગ્ન જીવનમાં મહિલાએ એક દિકરો અને એક દિકરીને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચોઃ વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખા હવે નિયમોના ભંગ બદલ દંડની ડિજીટલથી વસુલાત કરી શકશે

દિકરીને અભ્યાસ માટે લંડન મોકલી દીધી

મહિલાના સંતાનો મોટા થયા બાદ પણ પતિ તેની સાથે નાની નાની વાતમાં મારઝૂડ કરતો હતો. આથી તેણે પોતાની 21 વર્ષની દીકરીને અભ્યાસ માટે લંડનમાં મોકલી દીધી અને 25 વર્ષનો દીકરા સાથે પ્રહલાદનગરના ઘરમાં રહેતો હતો. પતિ પણ સાથે હતો.

જોકે 6 મહિના પહેલા પતિ મહિલા અને દીકરાને છોડીને તેના ભાઈઓ સાથે આનંદનગરમાં આવેલા ફ્લેટમાં રહેવા લાગ્યો. ગત બુધવારે પતિ તેના બે ભાઈઓ સાથે મહિલાના ઘરે આવીને ફ્લેટ ખાલી કરી નાખજે નહીંતર તને અને બંન્ને સંતાનોને જાનથી મારી નાખીશ તેવી ધમકી( complaint against husband) આપી હતી.

જેથી ડરી ગયેલી મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી. આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને બંન્ને ભાઈ વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ હાથધરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat