Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > માતાની સહી કરી બેંકમાંથી રોકડ ઉપાડી લેનાર પુત્રી વિરુદ્ધ SBI બેંકની ફરિયાદ

માતાની સહી કરી બેંકમાંથી રોકડ ઉપાડી લેનાર પુત્રી વિરુદ્ધ SBI બેંકની ફરિયાદ

0
159

અમદાવાદ: માતાની ખોટી સહી કરી બેંકમાંથી રૂ.2.25 લાખની રકમ ઉપાડી પુત્રીએ જ ઠગાઈ (Complaint against daughter withdraws cash) આચર્યાનો કિસ્સો અમદાવાદના વેજલપુરમાં પ્રકાશમાં આવ્યો છે. ઘટનાને પગલે હસ્તાક્ષર નિષ્ણાતના રિપોર્ટ આધારે એસબીઆઈ બેંકના બ્રાન્ચ મેનેજરે યુવતી વિરૂધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વેજલપુર એપીએમસી માર્કેટ પાસે આવેલી એસબીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા પરિવેશ રાજકુમાર જૈનએ વેજલપુર પોલોસ સ્ટેશનમાં અમરીન ઝુબેર બુખારી રહે, ફૈઝ રેસિડન્સી,ફતેવાડી (Complaint against daughter withdraws cash) વિરુદ્ધ શુક્રવારે ફરિયાદ કરી છે.

ફરિયાદ મુજબ તેઓની બેંકમાં 45,000 હજાર જેટલા ખાતા છે. જેમાં 2017ની સાલમાં વટવા ખાતે સિલિકોન સિટી રહેતાં સમીમબાનુ સાજીદ શેખએ 2017માં બચત ખાતું ખોલાવ્યું હતું.

આ પણ વાંચો: BREAKING: લોકોની ભીડ દેખાતા કોર્પોરેશને AB જવેલર્સને સીલ માર્યું

ગત તા. 2-3-2020ના રોજ સમીમબાનુએ બેંકમાં લેખિત અરજી આપી જણાવ્યું હતું કે, મારી દિકરી અમરીન ઝુબેર બુખારીએ મારા ચાર ચેકમાં મારી ખોટી સહીઓ કરી ખાતામાંથી પૈસા ઉપાડી (Complaint against daughter withdraws cash) લીધા છે. બેંકના અધિકારીઓએ ચાર ચેક તપાસતા તેમાં સમીમબાનુ સહીના નમૂના જેવી જ સહીઓ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. માતા સમીમબાનું સાથે અમરીન ઘણીવાર પૈસા ઉપાડવા બેંકમાં આવી ચૂકી હોવાથી કેશિયરને કોઈ શંકા ગઈ નહતી.

બેંકે આ મામલે અમરીન જે ચાર ચેકથી રોકડ ઉપાડી હતી. તે ચેક ફોરેન્સિક સાયન્સ (Complaint against daughter withdraws cash) ગુજરાત યુનિવર્સીટી નવરંગપુરાની ઓફિસે હસ્તાક્ષર નિષ્ણાત ડૉ. કપિલકુમારને અભિપ્રાય માટે મોકલ્યા હતા. રિપોર્ટ આવ્યો કે, ચાર ચેકમાં થયેલી સહીઓ સમિમબાનુની સહીથી અલગ પડે છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી સેમેસ્ટર 6 પરીક્ષાનું TYBComનું paper લીક

બેંક સાથે ઠગાઈ થઈ હોવાથી પરિવેશ જૈને વેજલપુર પોલીસ સ્ટેશનમાં અમરીન ઝુબેર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વેજલપુર પીઆઈ એલ.ડી.ઓડેદરાએ જણાવ્યું હતું કે,

“માતાની ખોટી સહી કરી પુત્રીએ બેંક ખાતામાંથી રૂ.2.25 લાખની રકમ ઉપાડી પોતાના અંગત ઉપયોગમાં લીધાની ફરિયાદ બેંક અધિકારીએ કરી છે. આ અંગે ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. યુવતી સાથે અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે નહીં તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છે.”