Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના ધરાવતાં યુવકને બોપલ પોલીસમાં 40 મીનીટ ગોંધી રાખ્યો હોવાની રાવ

કોરોના ધરાવતાં યુવકને બોપલ પોલીસમાં 40 મીનીટ ગોંધી રાખ્યો હોવાની રાવ

0
49
  • નિવુત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની બોપલ પોલીસ સ્ટેશનના ASI વિરુધ્ધ અરજી
  • આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર વિરુધ્ધ ખાતાકીય તપાસ કરીને ગુનો નોંધવાની માંગ

અમદાવાદ: બોપલ પોલીસ મથકમાં કોરોના પોઝીટીવ દર્દીને 40 મીનીટ સુધી લોકઅપ (Complaint against Bopal ASI)માં ગોંધી રાખ્યા બાદ મુક્ત કર્યો હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોરોનાએ સમગ્ર રાજયમાં કાળો કેર વર્તાવ્યો છે. જેને કારણે લોકોમાં ભારે ભય અને ડર છે. પરિણામે નાગરિકો એકબીજાથી દૂર રહે છે. ત્યારે વળી પાછો તે નિવુત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરનો પુત્ર હોવા છતાં તેની સાથે પોલીસે ગેરવતર્ણૂક કરી હોવા અંગેની અરજી રાજયના પોલીસ વડા સહિત સ્થાનિક પોલીસ વિભાગના અધિકારીઓ સમક્ષ થઇ છે.

પોલીસ પણ કોઇપણ ગુનાના આરોપીને પકડતાં પહેલાં તેનો કોરોના રિપોર્ટ કઢાવે છે. તે નેગેટીવ આવ્યા બાદ જ તેની ધરપકડ કે અટકાયત કરવામાં આવે છે.

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સ્ટાર બજારની પાસે આવેલા આરોહી ટેનામેન્ટમાં અશોકભાઇ રાજબહાદુરસિંહ ભારદ્વાજ તેમના બે પુત્રો તથા બે પુત્રવધુ સાથે રહે છે. તેમણે રાજયના પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયા સહિત અમદાવાદ જિલ્લાના ડી.વાય.એસ.પી., તથા બોપલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરને સંબોધન કરીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે,

2019માં આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે નિવુત થયો. તેઓ તથા તેમનો મોટો દિકરો જીતેન્દ્ર, પુત્રવધુ પ્રિતી ગઇ.3જી મેના રોજ કોરોના પોઝિટિવ  હોવાથી હોમ કવોરોન્ટાઇન છે. નાનો દિકરો નોકરીએ ગયો હતો. તેઓ ત્રણેયની કોરોના અંગેની સારવાર ડો. શૈલેષભાઇ જૈન કરે છે. તેમના માર્ગદર્શન હેઠળ એક દવા લેવા માટે ગઇ 3જી મેના રોજ સવારના સમયે જીતેન્દ્ર બાઇક લઇને નીકળ્યો હતો.

સોસાયટીની બહાર બાઇક બંધ પડી જતાં તે ચાલુ કરવા મથતો હતો ત્યારે તેની પાસે અમારી સોસાયટીમાં જ રહેતાં પરસોત્તમભાઇ પરમાર તેની પાસે ગયા હતા. તારે ઝઘડો કરવો છે તેમ કહ્યું હતું. જેના જવાબમાં મારા છોકરાં જીતેન્દ્રએ પોતે દવા લેવા નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પરસોત્તમભાઇએ કહ્યું કે, હું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જઉં છું. Complaint against Bopal ASI

વાંક ગુના વગર કેમ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાવ છો  તેમ કહી જીતેન્દ્ર તેમની પાછળ પાછળ બોપલ પોલીસ સ્ટેશન ગયો હતો. જયાં એક એએસઆઇ હિતેશભાઇ આવ્યા હતા. તેમણે પરસોત્તમભાઇને એક અરજી આપી દેવા જણાવ્યું હતું.

મારા દિકરાની વાત સાંભળ્યા વગર તેની પાસેની બેગ, મોબાઇલ તેમ જ બેલટ કાઢી નાંખીને લોકઅપમાં પુરી દીધો હતો. ત્યારે જીતેન્દ્રએ પોતે કોરોના પોઝિટિવ છે અને દવા લેવા નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. આમ છતાં પરસોત્તમભાઇની ખોટી અરજીના આધારે મારા દિકરાને લોકઅપમાં મૂકી દીધો હતો.

જીતેન્દ્રએ મારા પિતાને ફોન કરીને જણાવવા તેનો મોબાઇલ માંગ્યો હતો. પરંતુ તે પણ આપ્યો ન હતો. મારો દિકરો કોરોના પોઝિટિવ હોવા છતાં તેને 40 મીનીટ સુધી કસ્ટડીમાં ગેરકાયદેસર ગોંધી રાખ્યો હતો. અને મારા દિકરા પર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. ત્યારબાદ તેને લોકઅપમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

આમ એએસઆઇ હિતેશભાઇ (Complaint against Bopal ASI)એ સત્તાનો દુરપયોગ કરીને મારા દિકરાંને ગેરકાયદેસર ગોંધી રાખીને અન્યાય કર્યો છે. જેથી હિતેશભાઇ સામે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જોઇને ખાતાકીય તપાસ કરીને તેમની સામે કાયદેસરનો ગુનો દાખલ કરી અમોને ન્યાય આપવા વિનંતી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat