Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારત બાયોટેકની જાહેરાત- વેક્સીનની આડ અસર થતા વળતર આપવામાં આવશે, ફોર્મમાં લક્ષણ લખવા પડશે

ભારત બાયોટેકની જાહેરાત- વેક્સીનની આડ અસર થતા વળતર આપવામાં આવશે, ફોર્મમાં લક્ષણ લખવા પડશે

0
131

નવી દિલ્હી: ભારત બાયોટેક (Bharat Biotech)ની વેક્સીન-કોવેક્સીન(Covaxin)ને લઇને સતત સવાલ ઉભા થઇ રહ્યા છે. આ વચ્ચે કંપનીએ સ્પષ્ટ કર્યુ છે કે વેક્સીનની આડ અસર થતા વળતર આપવામાં આવશે. આટલુ જ નહી કંપનીએ પોતાના ફોર્મમાં તેને ખાસ રીતે લખ્યુ છે. આજે દેશમાં વેક્સીનેશન પ્રોગ્રામની શરૂઆત થઇ છે, જે હેઠળ પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીન લગાવવામાં આવશે. સરકાર પ્રથમ દિવસે 3 લાખ લોકોને રસી લગાવશે.

અમદાવાદ સહિત રાજ્યના 161 કેન્દ્ર પર કોરોનાની વેક્સીન લગાવવામાં આવી રહી છે. મુંબઇના 6 કેન્દ્ર સરકારી હોસ્પિટલમાં કો વેક્સીન લગાવવામાં આવી રહી છે. શુક્રવારે કંસેટ ફોર્મમાં લખ્યુ છે કે વેક્સીનને કારણે કોઇ પણ ગંભીર સાઇડ ઇફેક્ટ થવાની સ્થિતિમાં લાભાર્થીને સરકારે નક્કી કરેલા અને હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવશે. મહારાષ્ટ્ર સહિત 11 રાજ્યોએ કો વેક્સીનનો સ્વીકાર કર્યો છે. જોકે, કંપનીએ હજુ વેક્સીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ કર્યુ નથી.

રિપોર્ટ્સ અનુસાર, વેક્સીન મેળવનારાને એક ફેક્ટ શીટ અને ખરાબ પરિણામ સાથે જોડાયેલુ ફોર્મ આપવામાં આવશે. આ ફોર્મમાં લાભાર્થીને શરૂઆતના 7 દિવસની અંદર જોવા મળનારા લક્ષણ લખવા પડશે. કંસેટ ફોર્મમાં લખ્યુ છે કે ફેજ-1 અને 2માં કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સીને એન્ટીબૉડી તૈયાર કરવાની ક્ષમતા બતાવી છે. બીજી તરફ રિપોર્ટે કહ્યુ છે કે ફેઝ-3 ટ્રાયલ ચાલુ હોવાને કારણે કો વેક્સીનની એફિકેસીને નક્કી નથી કરી શકાતી.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ, પ્રથમ દિવસે 100 લોકોને વેક્સિન અપાશે

કેટલાક સમય પહેલા વેક્સીન બનાવનારાઓએ સરકારને પોતાની સુરક્ષાની માંગ કરી હતી. બીજી તરફ સરકારે ખરીદી ઓર્ડર પર સ્પષ્ટ કરી દીધુ છે કે કોઇ પણ રીતના દુષ્પરિણામ થવા પર કંપનીએ જવાબદારી લેવી પડશે. ભારત બાયોટેકના ચેરમેન ડૉક્ટર કૃષ્ણા એલ્લાને વેક્સીનની પ્રભાવકારીતાને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેની પર તેમણે કહ્યુ હતું, ભારતીય વૈજ્ઞાનિકોને ટાર્ગેટ કરવા આસાન છે. હું એમ કહેવા માંગુ છું કારણ કે કોઇ બીજી કંપનીએ મારા પ્રોડક્ટને પાણીની જેમ સ્પષ્ટ ગણાવી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9