Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > આઝાદીના 75મા વર્ષમાં યુવક-યુવતીના લગ્ન માટેની વય એક સમાન કરવા તખતો તૈયાર

આઝાદીના 75મા વર્ષમાં યુવક-યુવતીના લગ્ન માટેની વય એક સમાન કરવા તખતો તૈયાર

0
183

દારુ, તમાકુ સેવન અને ઇન્ટરનેટ સર્ફિંગ માટે પણ ન્યુનતમ વય પણ નક્કી કરાશે

નવી દિલ્હીઃ દેશ આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. તેની સાથે સરકાર યુવક-યુવતીના લગ્ન માટેની વય ( Common age for marriage) એક સમાન કરવા જઇ રહી છે. ઉપરાંત તમાકુ-દારુ સેવન અને ઇન્ટરનેટ સર્ફિંગ માટેની ન્યુનત વય મર્યાદા પણ વધારવાની તૈયારી થઇ રહી છે.

ભારતમાં લગ્ન માટેની કાયદાકીય વય યુવતની 21 અને યુવતીની 18 વર્ષ છે. પરંતુ બંનેની સમાન વય 21 વર્ષ કરવા સંબંધી ટાસ્ક ફોર્સના રિપોર્ટ અંગે નીતિ પંચની બે વખત બેઠક મળી ગઇ છે અને તેના પર અંતિમ મ્હોર મારવાની તૈયારી હોવાના અહેવાલ છે.

આ પણ વાંચોઃ રાજ્યના નાના દુકાનદારોએ કહ્યું- અમને પણ પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપો

PM મોદી લાલ કિલા પરથી જાહેરાત કરી શકે

એવું જાણવા મળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 15મી ઓગસ્ટે લાલ કિલા પરથી આ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. પીએમ મોદીએ લગ્નની વયમાં ફેરફાર કરવાના પહેલાં જ સંકેત આપી દીધા હતા.

આવી જ રીતે સિગારેરટ-તમાકુ અને દારુના સેવન માટેની વયમર્યાદા પણ વધારવામાં આવશે. તેના માટે સમગ્ર દેશમાં દારુના સેવન માટેની વય એક સમાન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કાયદાકીય અધિકાર હેઠળ લાવવામાં આવશે. હાલ દારુના સેવન માટેની વય નક્કી કરવાનો અધિકાર રાજ્યો પાસે છે. જો કે દારુ સેવનની ન્યુનતમ વય 25 વર્ષ કરવા દબાણ છે.

ધુમ્રપાન માટેની વય 18થી 21 વર્ષ કરાશે

ધુમ્રપાન અમે તમાકુના સેવન માટેની વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા માટેના બિલનો મુસદ્દો તૈયાર છે. સાથે એરપોર્ટ અને રેસ્ટોરન્ટમાં સ્મોકિંગ ચેમ્બરની વ્યવસ્થા પણ નાબુદ કરવામાં આવશે.

ઉપરાંત ઇન્ટરનેટ પર ડેટા સંરક્ષણ હેઠળ બાળકોની વય અંગે નિર્ણય લેવાની વાત છે. ડેટા પ્રોટેક્ષન બિલ અંગે સંસદની સંયુક્ત સમિતિના રિપોર્ટને અંતિમ રુપ આપવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ઇન્ટરનેટ સર્ફિંગ માટે કોને બાળક માનવામાં આવે તે સવાલ છે. કારણ કે દેશમાં ઘણા મામલે બાળકોની પરિભાષિત વય 18 વર્ષથી ઓછી રાખવામાં આવી છે. Common age for marriage

આ પણ વાંચોઃ સતત બે દિવસ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા પછી આજે રાહત

અમેરિકા સહિતના ઘણા દેશોમાં બાળકની પરિભાષા અલગ

અમેરિકા અને યુરોપ સહિતના ઘણા દેશોમાં બાળક એટલે 13 વર્ષથી નીચેના અને તેનાથી વધુ વયનાને પુખ્ત માનવામાં આવે છે. ભારતમાં સોશિયલ મીડિયા કંપનીઓઓ સંસદીય સમિતિ સમક્ષ આ જ તર્ક રાખ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat